SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૭૯૭ જિનભક્તિ-પરાયણ પ્રભાવક પરિવાર અનન્તા સિદ્ધ પરમાત્માઓના સ્થાનરૂપ અને આપણે પણ જ્યાં જવું છે, જે આપણી મંઝીલ છે, એ મુકિતની દૂતીસ્વરૂપ જિનભકિત છે, આવી જિનભકિતમાં લીન બનવાનું સૌ કોઈને ગમે, ગમે અને ગમે જ, | ભૂતકાળમાં જિનભકિતમાં પરાયણ એવા પણ શ્રાવકો મંત્રીઓ થઈ ગયા કે-રાજાનો હુકમ હોવા છતાં પોતાની જિનભકિત પૂરી ન થાય ત્યાં સુધી તેઓ રાજાની પણ આજ્ઞાને કોરાણે મૂકી દે; શરીરે સાપ કરડે છતાં અને તેનું ઝેર ચડવા માંડે તે વખતે પણ જિનભકિત અધૂરી ન મૂકે, અખંડપણે ચાલુ જ રાખે. એ જ રીતે અત્યારે પણ ભગવાનની ભકિતમાં દરરોજ પાંચ-પાંચ કલાક લીન એવા શ્રાવકો તથા ઘરના એકેએક સભ્યો દરરોજ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અને ઉલ્લાસભેર ભાવપૂજા કરનારા એકાદ-બે નહિ પરંતુ અનેક પરિવારો આપણી નજર સામે છે; અને એ જાણતાં આપણું મન ભાવવિભોર બની જાય છે. પોતાના સંપૂર્ણ પરિવાર સાથે જિનભકિતના ફળસ્વરૂપ સંયમપંચે સંચરનારા પરિવારો પણ આપણી નજર સામે છે. . ભગવાનની ભકિતસ્વરૂપ નાત્ર મહોત્સવો, વિવિધ મહાપૂજનો, મહોત્સવો, છ'રી પાલિત સંઘો વગેરેની તો હારમાળા ચાલુ જ છે, પારાવાર તકલીફો વેઠીને પણ હજારોની કે લાખ-લ્લાખની સંખ્યામાં જિનભકિતભાવિત એવા ભાવિકોને છ–ગાઉની યાત્રા હોંશે હોંશે કરતાં જોઈને આપણી આંખડી ઠરે છે; હૈયું આપણું તૃપ્ત થાય છે. સહજપણે જ અંદરથી ઉમળકાભેર નાદ ઊઠે છે કે કેવી સુંદર-અનુપમ-ઉદાર જિનભકિત કોટિ કોટિ પ્રણામ એ જિનભકિતના એ જિનભકિત કરનાર ભાવિકોને પણ કોટિ કોટિ નમસ્કાર... (સુરતનું સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ ) [પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર બન્યા એવા કમળાબાની જાજરમાન જીવનગાથા]. દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે, પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબો તો ક્વચિત જ જોવા મળે છે. ગાથા તો ઘણાની ગવાય છે, વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો'ક કુટુંબની = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy