________________
૭૯૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
=
જ. ધન્ય ભૂમિ સુરતના અનેક કુટુંબમાંથી શ્રી સેનસૂરીશ્વરજી મહારાજથી લઈ આજદિન સુધી અનેક પુણ્યવંત જીવો સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમાં ધર્મભૂમિ ગોપીપુરામાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ સંયમ, સાધના, સાહિત્ય, સંગીત, શિક્ષા અને સોશ્યલ કામોમાં મોખરે રહેલ છે. મા કમળાબાની જાજરમાન જીવનગાથા: અલબેલી આ નગરી સુરતમાં લગભગ સો વરસ પહેલાં
ભૂરીયાભાઈના કુળમાં એક બાળકીનો જન્મ થયો. અઢી-ત્રણ વર્ષની ઉંમરે માતાનો વિયોગ થયો. દીકરી એકલી પડી. સહુને ગમી જાય એવી આ બાળકીને માની માસીઓ પોતાના ઘેર લઈ ગયાં.
માને બદલે બે-બે માસીઓ (૧) મણીબેન અને (૨) પાલીબેનના ખોળામાં ઉછરતી આ બાળકીમાં ગત જન્મના અને માસીઓના સસંસ્કારના પ્રભાવે નાની ઉંમરથી જ ધર્મરુચિ વધવા લાગી.
સુરતના જ સંઘવી કુટુંબના સંસ્કારીઓનાં મિલન થયા પછી શું બાકી
રહે! પોતાનાં છ સંતાનો (૧) શાંતિભાઈ (૨) બાબુભાઈ (૩) કુસુમભાઈ પૂ. કમળાબા
(૪) અમરચંદભાઈ (પ) સુરવિંદચંદ (૬) જયંતમાં સુસંસ્કારોનાં સિંચન કર્યાં. સેંકડો વરસોથી ચાલી આવેલા ગૃહચૈત્યમાં રોજ જિનપૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, સામાયિક, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ વગેરેના સુસંસ્કારો સંતાનોમાં ગળથૂથીથી જ પાયાં.
ઘરથી સામે શ્રાવિકાનો ઉપાશ્રય હતો. કમળાબેનને સામાયિક કર્યા વગર ચેન પડે નહિ. ઉપાશ્રયમાં જ ઘોડીયું રાખેલું. કમળાબાનું સામાયિક ચાલતું હોય અને ઘોડિયામાં છોકરું રડે તે વખતે ઉપાશ્રયમાં જતી આવતી બેનો બાળકને હીંચકો નાંખે. અને આમ કમળાબાનું સામાયિક થતું. ઉપાશ્રયના શુદ્ધ પરમાણુથી પોષાયેલા આ દીકરાઓ ભવિષ્યકાળના શાસનના ધોરી બન્યા.
સમય વીતતો જાય છે. અમદાવાદમાં ૫.પૂ. બાપજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપમાં જોડાયાં. ઉપધાનમાં તબિયત ઘણી લથડી ગઈ. ડબલ ન્યુમોનિયામાં સપડાયાં. બે-ચાર નીવિ તો ફક્ત મગનું પાણી વાપરીને કરી. શરીર વધારે ને વધારે અશક્ત થતું ગયું. ડોકટરોએ અને પૂજય મહારાજશ્રીએ પૌષધ પરાવવાની વાત કરી. પણ મક્કમ મનનાં કમળાબા એકના બે થયા નહીં. છની સાતમ કોઈ કરનાર નથી, પૌષધ પારીને ઘેર જઈશ પણ જો આયુષ્ય પૂરું થયું હશે તો ત્યાં પણ મરવું તો પડશે જ. એના કિરતાં વિરતિમાં રહીને મૃત્યુને આવકારવું શું ખોટું? વિરતિમાં જઈશ તો મારા નામે “જય જય નંદા - જય જય ભદ્રા''નો નાદ ગવાશે, મૃત્યુ મહોત્સવ બનશે. એની મક્કમતાને સહુ વંદી રહ્યા; અને ઉપધાન તપ ચડતા પરિણામે પૂર્ણ કર્યા.
સંસારી જીવનમાં પણ વયોવૃદ્ધ સાસુ-સસરાની સેવા-ચાકરી સંપૂર્ણ આદરભાવથી કરતાં અને રોજ નિર્ધામણા કરાવી સમાધિ આપતાં. સાસુ-સસરાની સેવા કરી અંતરના આશીર્વાદ મેળવ્યા.
એના ભલાભોળા સ્વભાવ અને સદાચારની સુવાસ એવી ફેલાઈ હતી કે આજુબાજુમાં રહેતી બેનો પોતાની બચતની રકમ કમળાબાને સાચવવા આપી જતી. ઘરના અને બહારના વ્યવહારમાં કમળાબાની વાતનું વજન પડતું, એના બોલનો તોલ થતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org