SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૭૮૯ દુકાનમાં ગમે તેવું કામ હોય છતાંય રાત્રે સુતા પહેલાં પાંચ બાંધી નવકારવાળી ગણવાનું ચૂકતા નહિ. એક વખત રાત્રે નવકારવાળી ગણતા હતા. જરાક જોકું આવ્યું, નવકારવાળી નીચે પડી ગઈ. તેમના શ્રાવિકા તારાબેન બોલ્યા, હવે સુઈ જાવ. નવકારવાળી નીચે અડી જાય છે. ત્યારે આ જયંતિભાઈ બોલ્યા : તું બોલતી રહેજે હું મારી પાંચ બાંધી નવકારવાળી ગણ્યા વગર સુવાનો નથી. દીક્ષા પહેલાં જ ઘેર ૨૭ લાખ નવકાર તેઓએ પૂર્ણ કર્યા હતા. સર્વિસ કયારેક કરવી પડે ત્યારે ૨-૦૦ કલાક રજા મળે ત્યારે સામાયિક કરી લેતાં. ધર્મ સમજાયા પછી નિયમિત એક સામાયિક કરવાનું તેઓ ચૂકતા ન હતા. આમ સંસારીપણામાં ધર્મ લાગણી ખૂબ હતી. સંયમ લેવાની અને શાસનસેવા કરવાની દઢ ભાવના હતી. ચારિત્ર પામવાના મનોરથો જે હૈયામાં પ્રગટ થયા છે તે સાધી લેવા જેવા છે. ક્ષણભંગુર જીવનનો કાંઈ ભરોસો નથી. સૂર્યોદય-સૂર્યાસ્તની ખબર પડે પરંતુ જીવન ક્યારે અસ્ત પામી જશે તેની ખબર પડતી નથી. જેમ બને તેમ જલદી ચારિત્ર જીવન સાધી લેવાની ભાવના દેઢ બનતી ગઈ. અનેક મુશ્કેલીઓ અને તાણાવાણામાંથી પ્રસાર થઈ સંયમનો માર્ગ સ્વીકાર્યો. મુનિ બન્યા. પછી તો વડી દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. મુનિરાજ શ્રી જયરક્ષિતવિજયજી એ પોતાની વર્ષોની ભાવનાને સફળ બનાવી. અનંતા અરિહંતોએ સ્વયં જીવનમાં આરાધેલું અને ભવ્યાત્માઓને ભવસાગર તરી જવા પ્રરુપેલું ચારિત્રજીવન મુનિરાજશ્રી જયરક્ષિતવિજયજી મ.સા.એ પ્રાપ્ત કર્યું - જીવી જાણું - સફળ કર્યું. તેઓના યશસ્વી જીવનનો પ્રકાશ સૌના જીવનમાં ધર્મરાગ વૃદ્ધિ કરનારો બની રહો. શ્રીમતિ ગજરાબેન દોલતરામ વકીલ [પહેલાં જૈન ગ્રેજયુએટબાનું શ્રીયુત દોલતરામ ઉમેદરાજ વકીલના પુત્રી શ્રીમતી ગજરાબેનનો જન્મ સં.૧૯૫૧ના ફાગણ સુદ ૧૧ ને ગુરુવાર સને ૧૯૮૫ના માર્ચ માસની ૮ મી તારીખે અમદાવાદ શહેરમાં થયો હતો. અમદાવાદના પ્રસિદ્ધ ગૃહસ્થ શેઠ અંબાલાલ સારાભાઈનાં ધર્મપત્ની શ્રીમતી સરલાદેવી અને શ્રીમતી ગજરાબેન બાળપણમાં સ્નેહી હોવાથી તેઓ બન્નેએ એક જ દિવસે તેમની પ્રાથમિક કેળવણી શાહપુર મિશન સ્કૂલમાં શરૂ કરી હતી. ગુજરાતી ત્રણ ચોપડી પુરી કરી તેઓ બન્ને એક જ દિવસે અંગ્રેજી શિક્ષણ માટે મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની હાઈસ્કૂલમાં દાખલ થયા હતા. એ બન્ને બહેનોના પિતાને પ્રથમથી જ પોતાની પુત્રીઓને યોગ્ય કેળવણી આપવાનો ઈરાદો હતો, તેથી તે મુજબ તેમણે શરૂઆત પણ કરી હતી, પરંતુ બહેન સરલાદેવીના લગ્ન અંબાલાલ શેઠ સાથે થવાથી તેમને પોતાનો અભ્યાસ બંધ કરવો પડ્યો હતો, પરંતુ બહેન ગજરાનો અભ્યાસ ચાલુ રહ્યો હતો. તેમણે સને ૧૯૧૧ માં પોતાની સોળ વરસની ઉંમરે પહેલે જ વરસે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી અને ત્યાર બાદ ગુજરાત કોલેજમાં દાખલ થઈ દરેક પરીક્ષા પહેલે જે વરસે પસાર કરી સને ૧૯૧૬માં પોતાની વીસ વરસની વયે બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી. લોકોની નિંદા તથા ચર્ચાની દરકાર રાખ્યા વગર ઉત્સાહપૂર્વક પોતાનો અભ્યાસ જારી રાખી શ્રીમતી ગજરાબેન આખા હિંદુસ્તાનમાં જૈન કોમમાં પહેલા ગ્રેજયુએટ તરીકે બહાર પડયા. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) ( . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy