SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારતા રહ્યા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં કદી પણ ઢીલાશ નથી આવી, એ એમના જીવનની આગળ પડતી વિશેષતા છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા વલભીપુર (વળા) નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં માગસર વદિ અમાવસ્યાને દિવસે પંડિતજીનો જન્મ થયો હતો. એમનાં પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી, માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ. પંડિતજીના ભણતરની શરૂઆત વળાની ધૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સને ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટ્સ કોલેજ સ્થપાઈ અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ કોલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે નિમાયા. સને ૧૯૪૦માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ' વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. જીવનના સાઠ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા. સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યુગ હુ વિરલ ઘટના છે. સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્રનિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન્ તરફથી શાલ ઓઢાડીને પ્રમાણપત્ર મળેલ. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો તથા પંદરેક સન્માનપત્રો તેમને અર્પણ થયેલાં. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન-બંધુવર્ગને ખમાવીને તા. ૧૧-૧૦૧૯૮૨ ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પંડિતજી જેવા અનેક સત્યવીર પંડિત પુરુષોની આજે સમાજને ખૂબ જરૂર છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલી મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટાભાઈ મોતીચંદ થયા. જેમના પૌત્રના પૌત્ર લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઇ. સ. ૧૯૮૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથૂથીમાંથી જ કાપડ ઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠશ્રી લાલભાઈએ પોતાના ૫૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની અનેરી ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy