SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 L[ ૭૦૩ કૂખે તા. ૧૯-૧૨-૧૯૮૪ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો. તેઓએ રૂ. ૨૫ લાખનું દાન આપ્યું તેથી ઇ. સ. ૧૯૪૫માં અમદાવાદમાં એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજની સ્થાપના થઈ શકી. જૈનોની પ્રસિદ્ધ આણંદજી કલ્યાણજી પેઢીનો ઘણા વર્ષો સુધી તેઓએ પ્રમુખ રહીને વહીવટ સંભાળ્યો હતો. તે દરમ્યાન તેમણે ઘણા અગત્યના કાર્યો કર્યા. તારંગાના વિવાદનો પ્રશ્ન તેમ જ ઐતિહાસિક કહી શકાય તેવાં રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગાના જૈન તીર્થોના જીર્ણોદ્ધાર-ઉદ્ધારનાં કાર્યો તેમણે સારી રીતે ઉકેલ્યા. તેમાં પણ પોતે અંગત રસ લઈને, જે પ્રકારે તીર્થોનું અદ્યતન દૃષ્ટિથી, કલાત્મક રીતે તેની પ્રાચીનતાને હૂબહૂ જાળવી રાખવાપૂર્વક જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું તે ખરેખર અદ્દભુત અને તેમની વિશિષ્ટ કોઠાસૂઝનું ઘોતક છે. દેલવાડાનાં મંદિરો માટે અંગત રસ લઈને તેઓએ પૂર્વે વપરાયો તેવો જ દાંતાની ખાણોમાંથી આરસ મેળવ્યો હતો. આ ઉપરાંત ગિરનાર, કુંભારિયા, ધંધુકા અને અમદાવાદની શાંતિનાથની પોળના દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ તેમણે આગવી સૂઝ અને દીર્ધદષ્ટિથી કરાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જૈન મંદિરોનો સ્વચ્છ અને આદર્શ વહીવટ થતો જોઈને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ સર શ્રી સી. પી. રામસ્વામીએ અન્ય હિંદુ ટ્રસ્ટોએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈએ તેવો રીપોર્ટ પોતાની ભલામણોમાં કર્યો હતો. ભારતીય પ્રાચ્ય વિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની જૂની પ્રતોના સંશોધન-પ્રકાશન માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીની સામે ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' નામની એક વિશિષ્ટ સંસ્થાની સ્થાપના મુનિશ્રી પુણ્યવિજયજીના સહયોગથી કરી. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૫માં થઈ હતી અને તેનું ઉદ્ઘાટન ૧૯૬૩માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમાં અત્યારે ૪૫OOO હસ્તપ્રતો છે અને પશ્ચિમ ભારતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભેટમાં આપેલી કલાત્મક કૃતિઓનું સુંદર સંગ્રહાલય છે. તેના નવા મકાનનું ઈ. સ. ૧૯૮૫માં ઉદ્ઘાટન થયું છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકો માટે આ એક ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક સંસ્થા છે. તેમાં ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્યાઉપાસક નિયામક તરીકે નિમાયા પછી તો પીએચ.ડી. અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાને માન્ય કરી. કુલ બાવીસ લાખનો ખર્ચ તે સમયે આ સંસ્થા માટે થયો હતો. આ રકમ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાના ટ્રસ્ટી તરફથી આપીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ અને નિષ્ઠા વ્યક્ત કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે. ૮૬ વર્ષની પરિપક્વ અવસ્થાએ કસ્તુરભાઈને બોલવામાં તકલીફ થઈ અને તા. ર૦-૧-૧૯૮૦ ના રોજ અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું. તેમના વ્યક્તિત્વના અંગભૂત બની ગયેલા સદ્ગુણો આપણને અને અન્ય સૌકોઈને પણ પોતાનું જીવન ઉત્તમ બનાવવા માટે સદાય પ્રેરણા આપતા રહેશે. ( સેવા-સોજન્યમૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ) ભારતના જ નહિ, વિદેશોમાં વસતા જૈનો પણ જેમને પોતાના પ્રિય અને આત્મીય ગણતા તે સેવા [ અને સૌજન્યની મૂર્તિસમા શ્રી ઋષભદાસ રાંકા એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં સર્વત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy