SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન જાણીતા છે. તેમણે પોતાનું વ્યક્તિત્વ મિટાવી દઈને સમસ્ત જૈન સમાજની સાથે તેમ જ સમગ્ર ભારતીય માનવસમાજ સાથે આત્મીયતા કેળવી હતી. પોતાનું જીવન સમષ્ટિને સમર્પણ કરી દીધું હતું. શ્રી ઋષભદાસ રાંકાને જૈન સમાજની વિશિષ્ટ લોકપ્રિય વ્યક્તિ ગણી શકાય. રાંકાજીનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફતેપુર ગામે તા. ૩-૧૨-૧૯૦૩ ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના જોધપુર રાજ્યના વતની હતા. તેમના દાદાનું નામ ધનરાજજી અને પિતાનું નામ પ્રતાપમલજી હતું. વિવિધ પ્રકારનાં રાહતનાં કાર્યોમાં તેઓએ આપેલી સેવાઓ ખરેખર પ્રસંશનીય અને અદ્વિતીય છે. આ રાહતકાર્યો દુષ્કાળપીડિત મનુષ્યો માટે હોય, ધરતીકંપને લીધે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ સંબંધી હોય કે અતિવૃષ્ટિ અથવા પૂરને લીધે ઊભી થઈ હોય, રાંકાજી તેમના સાથીદારો સાથે દીન-દુ:ખિઓને મદદ કરવા અવશ્ય પહોંચી જાય. મહારાષ્ટ્ર અને બિહારના દુકાળોમાં, ગુજરાતના પૂરપીડિતોનાં કાર્યોમાં કે રાજસ્થાનની ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં તેઓ અગ્રેસર રહ્યા. બિહારના દુષ્કાળ વખતે શ્રી જયપ્રકાશજીની અપીલને ધ્યાનમાં લઈ તેઓએ અનેક કાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરી, મુંબઈમાં મહાવીર કલ્યાણ કેન્દ્રનો પ્રારંભ કર્યો. આ સંસ્થા દ્વારા લાખો લોકોને અનાજની, કપડાની અને વસવાટની બાબતોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો સહયોગ અને માર્ગદર્શન મળ્યાં. આને લીધે સમસ્ત ભારતમાં તેમના અનન્ય સેવાભાવની સુવાસ પ્રસરી અને સંસ્થાને પણ આ કાર્યોથી ભારતની એક અગ્રગણ્ય સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને શિક્ષણની સર્વ પ્રકારની સગવડો પૂરી પાડવી અને ગરીબ નિરાધાર મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેમણે વિવિધ આયોજનો કર્યા. તેમાં ““જૈન ગૃહઉદ્યોગ” નામની સંસ્થાને પણ મહિલાઓના વિકાસમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે. પૂના પાસે જૈન વિદ્યા પ્રચારક મંડળ, ચિંચવડ અને અહમદનગર પાસે ચાંદવડની વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટેની સુવિધાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમ જ સહયોગ અને માર્ગદર્શન મળતાં રહે તેવી વ્યવસ્થા તેમણે કરી. સ્વર્ગારોહણ : આમ, સતત પાંચ દાયકા સુધી રાષ્ટ્રની, સમાજની અને જૈન ધર્મની એક્તા વિષયક વિવિધ સેવાઓ દ્વારા એક સમર્પિત અને આદર્શ જીવન જીવીને રાંકાજીએ તા. ૧૦ ડીસેમ્બર ૧૯૭૭ ના રોજ પૂના મુકામે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. તેઓ પોતાના જીવન દ્વારા આજના યુવાવર્ગને સેવાનો માર્ગ ચીંધતા ગયા છે. ( દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ - ઈ. સ. ૧૯૦૪ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ; વિક્રમ સંવત ૧૯૬૧ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ...જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબાસંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કુખે આ મેઘજીભાઈનો જન્મ થયો. પેથરાજભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મીબેન, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદભાઈ, મેઘજીભાઈ અને વાઘજીભાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy