SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૦૫ અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેઘજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલી આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું. સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌ૨ાષ્ટ્રમાં દુકાળ પડ્યો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેઘજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. મેઘજીભાઈ ધર્મે જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જૈનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાલ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : ‘માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી ક્યારેય ન હતી.'' જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંતઃકરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબરકોન્ફરન્સ પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રાથમિક શાળાના મકાનો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટેનિકલ સ્કૂલ અને છાત્રાલય, પ્રસુતિગૃહ, હોસ્પિટલ, ટાઉનહોલ, સ્રીવિકાસ ગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હોસ્પિટલ, વાચનાલયો, નર્સીંગ ટ્રેઈનીંગ કોલેજ, અનાથાશ્રમ, સેનેટોરિયમ, અંધવિદ્યાલય, વાનપ્રસ્થાશ્રમ,. દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, કલા અને વિજ્ઞાનની કોલેજો, કાયદો અને વાણિજ્યની કોલેજો, ટેકૂનિકલ કોલેજ, ટી. બી. હોસ્પિટલ વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં મેઘજીભાઈએ છૂટે હાથે દાન આપ્યું. એક વખત જવાહરલાલ નેહરુ એમને ઘેર પધાર્યા. જતી વખતે એમના હાથમાં મેઘજીભાઈએ એક પરબીડિયું મૂક્યું. નેહરુજીએ વિચાર્યું કે કંઈક દરખાસ્ત કે ફરિયાદ હશે. પરબીડિયું ત્યાં જ ખોલ્યું અને જોયું તો કમલા નેહરું સ્મારક હોસ્પિટલ માટે એક લાખ રૂપિયાના દાનનો ચેક હતો. અમદાવાદમાં રાજ્યપાલશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં અર્ધા કલાકની ચર્ચાને અંતે મેઘજીભાઈએ કેન્સર હોસ્પિટલ માટે સાડા સાતલાખ રૂપિયાના દાનની ઇચ્છા દર્શાવી. સમાજસેવાના આવા કાર્યો પાછળ સૌરાષ્ટ્ર--ગુજરાતમાં આપેલા દાનની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થાય છે, ભારત-આફ્રિકામાં આપેલા દાનની કુલ રકમ દોઢેક કરોડથી ઉપર જાય છે. ઉપરાંત, આ માટે સ્થપાયેલાં ટ્રસ્ટોમાંથી થતી આવક નિયમિત રીતે દાનમાં વપરાતી રહે તે તો જુદી. લંડનમાં તે વખતના હાઈકમિશ્નર જીવરાજ મહેતા સાથેની ચર્ચા બાદ વલ્લભવિદ્યાનગરમાં મેડિકલ કોલેજ ઊભી કરવા માટે એક લાખ દશ હજાર સ્ટર્લીંગ પાઉન્ડના દાનની ઓફર એમણે કરેલી. વિદ્યાનગરના સૂત્રધારો કેટલીક મુશ્કેલીઓને લીધે એમની આ ઓફરનો લાભ ન લઈ શક્યા. આફ્રિકામાં પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી, પુસ્તકાલયો ખોલ્યાં, અનેક બાળકોને ફી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy