SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ ] L[ જૈન પ્રતિભાદર્શન પુસ્તકોની મદદ કરી. આમ એમની ઉદાર સખાવતોનો લાભ ત્યાંના સ્થાનિક લોકોને પણ આપ્યો. આવા મહાન દાનવીરનો તા. ૩૭-૬૪ ના રોજ સ્વર્ગવિહાર થયો. મહાન પુરુષો એમના કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખ શ્રી જયભિખુનો જન્મ વિ. સં. ૧૯૬૪ના જેઠ વદ ૧૩ ને શુક્રવાર, તા. ૨૬ જૂન ૧૯૦૮ના રોજ સવારના સાત વાગે તેમના મોસાળ વીંછિયા (સૌરાષ્ટ્ર)માં થયો હતો. તેમના પિતાનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. ચાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. બાળપણમાં જ માતા ગુજરી જવાથી શ્રી જયભિખ્ખનું બાળપણ તેમના મોસાળ વીંછિયામાં વીત્યું હતું. શ્રી જયભિખ્ખનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સાયલા (લાલા ભગતનું) ગામ હતું. તેમનાં ત્રણ નામ હતાં : કુટુંબમાં તેઓ “ભીખાભાઈ'ના હુલામણા નામથી ઓળખાતા, સ્નેહીઓમાં તેઓ બાલાભાઈ તરીકે જાણીતા હતા, અને સાહિત્યકાર તરીકે જનતા તેમને “જયભિખુ'ના તખલ્લુસનામથી ઓળખે છે. સરસ્વતીને ખોળે માથું મૂકનાર જો થોડોક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરેપૂરી ભાળ રાખ્યા વિના રહેતી નથી.' શ્રી જયભિખ્ખની આવી દઢ શ્રદ્ધા હતી અને તેમનું પોતાનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે. શ્રી જયભિખ્ખનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું. વર્ષો સુધી એમની વેધક કલમે “જૈન જ્યોતિ” તથા “વિદ્યાર્થી' નામના સામયિકોમાં લેખો લખાતા રહ્યા. ઉપરાંત ગુજરાતના દૈનિક “ગુજરાત સમાચાર'માં ખૂબ ખ્યાતિ પામેલ “ઈટ અને ઇમારત', બાલ સાપ્તાહિક “ઝગમગ' તેમ જ અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ટાઈમ્સ વગેરેમાં પણ તેઓ યથાવકાશ લખતા. શ્રી જયભિખ્ખની લેખનશૈલી સાવ અનોખી હતી. કથા પ્રસંગ નાનો કે નજીવો હોય, પણ જો એમાં માનવતાનું તત્ત્વ હોય તો તેઓ સહજ રીતે તેમાંથી વિરાટ સર્જન કરી શકતા. શ્રી જયભિખ્ખું એમની આગવી શૈલી માટે જાણીતા હતા. તેમની નવલકથાઓ જૈનો અને જૈનેતરોમાં પૂરતો આદર પામી ચૂકી હતી. તેમની એક નવલકથા પંદર કે વીસ વખત વાંચનારા પણ આજે મળી આવે છે. તેમની વાર્તાઓ કન્નડ અને તેલુગુમાં પણ અનુવાદિત થઈ હતી. એમના તેર પુસ્તકોને તો ભારત સરકાર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પણ મળ્યાં છે. તેઓશ્રીને ગુજરાતી બાળ-સાહિત્યકારોમાં એક અગ્રણી ગણી શકાય, કારણ કે તેઓએ તે સાહિત્યને તદન અનોખી. અલભ્ય અને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલી એવી દૃષ્ટિ અને દિશા આપ્યાં. આ કાર્ય કરવામાં તેઓને નૈસર્ગિક કળાકારની બક્ષિસ છે, જેમાં તેઓ પોતાના પુરુષાર્થથી ચોકસાઈ, સાવધાની અને અનુભવ ઉમેરે છે. પરિણામ એ આવે છે કે બાળકોના જીવનઘડતર માટે આવશ્યક જ્ઞાનની સાથે સાથે મસ્તી અને નિર્દોષ ગમ્મત પણ તેમાં ઉમેરાતાં સોનામાં જાણે સુગંધ ભળે છે! શ્રી જયભિખ્ખું જાતે કલમની કમાણી ઉપર આવ્યા છે. એમણે બીજા કલાકારોને તે ઉપર જીવતા || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy