________________
અભિવાદન ગ્રંથ |
[ ૭૦૭
કર્યા છે. સાહિત્યમાં પણ કોઈ સાંકડા વાડામાં પુરાવાને બદલે તેઓ પોતાની આગવી મસ્તીથી રહ્યા. એમને પોતાના મૃત્યુનો સંકેત સાંપડ્યો હતો. છેલ્લે પોતાના પરિવારને તેમણે આ સંદેશો આપ્યો હતો
“સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” શ્રી જયભિખ્ખનું અવસાન ૧૯૬૯ની ૨૪ ડીસેમ્બરે થયું. ગુજરાતના સંસ્કાર જગતનો એક આધારસ્તંભ તૂટી ગયો. ‘દીવે દીવો પેટાય' એ કહેવત અનુસાર શ્રી જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ ઘણી નાની ઉંમરે લેખક, પ્રાધ્યાપક, પત્રકાર અને વક્તા તરીકે મોટી નામના મેળવી છે. - શ્રી જયભિખ્ખના હૃદયમાં શીલ અને આદર્શ ચરિત્ર માટેની તમન્ના હતી. તેમનું સાહિત્ય પણ એ જ ભાવનાઓનું પોષક છે. જયભિખ્ખના અવસાન પછી પણ જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એમનાં પુસ્તકો પુનરાવૃત્તિરૂપે પ્રગટ થતાં રહ્યાં છે. આજીવન સરસ્વતીના ઉપાસક રહીને જયભિખ્ખએ મા ગુર્જરીના ચરણોમાં નાના મોટા લગભગ ૩OO ગ્રંથ સમર્પિત કર્યા છે.
પહેલા એમ માનવામાં આવતું કે જૈન કથાઓમાં માત્ર શુષ્ક ત્યાગ-વૈરાગ્ય અથવા માત્ર કાલ્પનિક પૌરાણિક હકીક્તોનું જ નિરૂપણ હોય છે. શ્રી જયભિખ્ખની કલમના કસબે ગુજરાતભરમાં આ માન્યતાને ફેરવી નાખી અને જૈન કથા સાહિત્ય ગુજરાતની સમસ્ત જનતા હવે હોંશથી વાંચવા લાગી. આમ જયભિખ્ખએ કથા સાહિત્યના માધ્યમ દ્વારા જૈન ધર્મની પ્રભાવનાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
( ધર્મવીર શ્રી હેમરાજભાઈ ભીમશી ) ધીંગી ધરા કચ્છના પ્રાચીન બંદર માંડવીની પાસે આવેલા કોડાય ગામને “કચ્છના કાશી'નું બિરૂદ જેમના પુરુષાર્થ થકી મળેલું છે. તે શ્રી હેમરાજભાઈ ધર્મ અને સમાજના ક્ષેત્રે એક લઘુ ક્રાંતિના સૂત્રધાર તરીકે હંમેશાં યાદ રહેશે. આજથી દોઢસો વર્ષ પહેલાનું કચ્છ વધુ હરિયાળું હશે, પણ જ્ઞાન અને ધર્મની દૃષ્ટિએ તે દરિદ્ર હતું. કચ્છમાં શુદ્ધ સાધુધર્મને પુનઃ જીવંત કર્યો મુનિમંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવરે, પણ એમના હૃદયમાં પ્રેરણાનો પ્રકાશ પાથર્યો હતો હેમરાજભાઈએ. એમણે ફૂકેલા જાગૃતિના શંખનાદે કચ્છના ભદ્રિક લોકોને જગાડ્યા અને વિચારતા કર્યા. | હેમરાજભાઈનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ગુરુપૂર્ણિમાના દિવસે થયો હતો. તેઓ તીવ્ર મેધાવી, સ્વતંત્ર વિચારક અને સત્યના સમર્પિત શોધક હતા. તે સમયે કચ્છમાં વિચરતા ગોરજીઓ-યતિઓ પાસેથી તેમણે ઠીક ઠીક જ્ઞાન સંપાદન કરેલું. યુવાનીના પ્રારંભે જ ધર્મ અને તત્ત્વ વિષયક ઊંડી જિજ્ઞાસા તેમના મનમાં જાગી ચૂકેલી. તેમનામાં નેતૃત્વનો ગુણ પણ હતો, વિચારોનો અમલ કરવાની તૈયારી હતી; તેમની જ્ઞાનસભર વાતો અને વૈરાગી જીવનની અસર તેમના મિત્રવર્તુળ ઉપર પડી. દશ-બાર યુવકોની એક આખી ટોળી ઊભી થઈ, જેમના મનમાં ધર્મક્ષેત્રે કશુંક ઉત્તમ કરી બતાવવાના કોડ જાગ્યા.
હેમરાજભાઈએ પોતાની અન્વેષણ શક્તિથી જોઈ લીધું કે ભ. મહાવીરનો ધર્મમાર્ગ યતિઓના હાથમાં જઈ પડ્યો હતો. યતિઓ આચારધર્મના પાલનમાં નબળા પડી ગયા હતા અને આ જ કારણે ધર્મમાર્ગનું સાચું નિરૂપણ પણ તેઓ કરી શકતા નહોતા. પરંપરાઓને વધુ મહત્ત્વ અપાતું હતું, મૂળ આગમો અને શાસ્ત્રોને બાજુએ મૂકી દેવાયાં હતાં. આ બધું જોઈને હેમરાજભાઈનો આત્મા અકળાતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org