SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] | ૭૦૧ શ્રી જિનવિજયજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના રુપાહેલી નામના ગામમાં પરમારવંશીય ક્ષત્રિયકુળમાં ઇ. સ. ૧૮૮૮માં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિંહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવરબા હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. ઇ. સ. ૧૯૬૧માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઇલ્કાબ આપ્યો. મુનિશ્રી દ્વારા ભારતીય તેમ જ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રીના અધ્યયન, શોધ અને પ્રકાશન સંબંધી મૌલિક અને ઐતિહાસિકપણે વિશાળ કાર્ય થયું છે. તેના સન્માનરૂપે તેમને આ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના કાર્યનો પ્રારંભ જયપુરમાં થયો. પુરાતત્ત્વ તથા ઇતિહાસ સંબંધી અનેક હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. પ્રકાશનકાર્ય પણ મોટા પ્રમાણમાં ચાલુ થયું. મુનિશ્રીના અથાગ પરિશ્રમનાં પરિપાકરૂપે આ કાર્યને સ્થાયિત્વ આપવાની દૃષ્ટિથી રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં એક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોહનલાલ સુખડિયા દ્વારા ૧૯૫૯માં થયું હતું. આ સંસ્થા સમગ્ર દેશમાં ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધી હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનું વિશિષ્ટ કેન્દ્ર ગણાવા લાગ્યું. મુનિશ્રી ઇ. સ. ૧૯૬૭ સુધી આ સંસ્થાના માનાર્હ સંચાલકે તરીકે રહ્યા. મુનિશ્રીને ચિત્તોડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિત્તોડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા છે. મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધનાભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં ‘ભામાશા ભારતીય ભવન'નું નિર્માણ પણ કર્યું છે. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા. પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ના (૩ જૂન ૧૯૭૬ ના) રોજ મુનિશ્રીએ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આજન્મ વિદ્યા ઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ-આચાર્યની જિંદગીનો વસમો વિલય થયો. પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી સત્યની સાધના માટે ફૂલના હાર પર નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્વ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતીદેવી, સમાજ ને રાષ્ટ્રની તન-મન અને ધનથી સેવા કરનાર પંડિતવર્યશ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકોને સમાજસેવકોમાં કરી શકાય. તેમણે જીવનની વિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું. જૈન સંઘને અંધશ્રદ્ધાની નિંદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યા ગાંઠ્યા પંડિત પુરુષોમાંના તેઓ એક હતા. નાની ઉંમરથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી પંડિતજી છેક મોટી ઉંમર સુધી મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક સરસ્વતી અને સમાજધર્મની ૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy