SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ 900 ] [ જૈન પ્રતિભાદર્શન પંડિત સુખલાલજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગસર સુદ ૫, તદ્નુસાર ડીસેમ્બર ૧૮૮૦ ઇ.સ. માં સૌરાષ્ટ્રના કોઢ ગામે મોસાળમાં (કે પિતૃભૂમિ લીમલી ગામે) વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિના ધાકડ (ધર્કટ) વંશમાં સંઘવી તળશીના ઘરે પ્રથમ પત્ની મણિબહેનની કૂખે થયો હતો. પંડિતજીની ઉંમર માત્ર ચાર વર્ષની હતી, ત્યારે જ તેમની માતા ગુજરી ગયાં. પંડિતજીનું બાળપણ લીમલીમાં જ વીત્યું હતું. માતાની અનુપસ્થિતિમાં દૂરના એક સગા, સાયલાનિવાસી મુળજીકાકાએ તેમની સંભાળ લીધી હતી. આજીવન સતત સાહિત્યોપાસનામાં નિષ્ઠા ધરાવનારા પંડિતજીએ ન્યાય, કર્મવાદ, જૈન સિદ્ધાંત, આચાર, યોગદર્શન, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિઘા, ઇતિહાસ ઇત્યાદિ વિષયો ઉ૫૨ ૩૦થી પણ વધારે ગ્રંથોનું લેખન-સંપાદન કરેલું છે. આ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે, તેમના હિન્દી કે અંગ્રેજી અનુવાદોને દેશવિદેશના વિદ્વજ્જનો દ્વારા અધિકૃત ગણવામાં આવેલા છે. પંડિતજીએ સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ અનુવાદથી કર્યો. આ પ્રવૃત્તિમાં સર્વપ્રથમ તેમણે કર્મગ્રંથોના હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કરાવ્યાં. આજે પણ તેમના એ અનુવાદોની બરાબરી કરી શકે તેવા કોઈ અનુવાદો હિન્દી કે ગુજરાતીમાં થયાં નથી. આજે તો તે ગ્રંથો જૈન સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણો પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંડિતજીના જીવનમાં અપ્રમાદ અને આત્મનિર્ભરતા અસ્ખલિતપણે રહેલા દેખાય છે. જે કોઈ વિદ્યાક્ષેત્રનો સંસર્ગ થયો તે ક્ષેત્રમાં તેમણે પોતાનું પ્રદાન કર્યું છે. એ પ્રદાનમાં અંધશ્રદ્ધાનું ઉન્મૂલન અને તર્કશુદ્ધ શ્રદ્ધાનું પરિસ્થાપન મુખ્ય હોય છે. તેમના બહુશ્રુતપણાનો લાભ સાહિત્યરચના દ્વારા જગતને મળ્યો છે. રાજકારણ તથા સામાજિક વિચારણામાં તેમણે ગાંધીજીની વિચારધારાનું અનુસરણ કર્યું છે, ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં પણ ગાંધીજી અને ભ૦ મહાવીરના અનેકાંતવાદ-સમન્વયવાદનું અનુસરણ કરવામાં તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો સુંદર ઉપયોગ કર્યો છે. તેમનાં લખાણોમાં સર્વત્ર તુલનાત્મક અને સમન્વયયુક્ત ર્દષ્ટિ અનુચૂત છે જે તેમના અપૂર્વ પુરુષાર્થની દ્યોતક છે. સાદાઈ અને સંતોષ, સ્વાશ્રય અને સ્વાધીનતા, સત્કાર્ય-નિષ્ઠાનું સાતત્ય, શ્રદ્ધા કરતાં પણ સુયુક્તિનો વિશેષ આશ્રય, મતમતાંતરને બદલે સત્યાનુસારીપણાનો અભિગમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી નિઃસ્પૃહપણે મા સરસ્વતીની સેવામાં સમર્પણ, આવી આવી અનેક વિશેષતાઓથી વિભૂષિત આ પંડિતજીનું જીવન સૌ વિદ્યાપ્રેમી અને વિદ્યા-ઉપાસકોને માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી પુરાતત્ત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યા પ્રેમીઓમાં એક વિશ્વ-વિદ્યુત વિરલ વિભૂતિ એટલે શ્રી જિનવિજયજી. અનેક શોધ–સંસ્થાન, ગ્રંથ-સ્થાપન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડ્મયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો આપનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy