________________
અભિવાદન ગ્રંથ |
/ ૬૯૯
ઉપમિતિ ભવપ્રપંચ કથા' સંસ્કૃત સાહિત્યનો એક પ્રસિદ્ધ અને ભવ્ય ગ્રંથ છે. તેનો આદ્યન્ત અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડ્યો. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિનાં જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને ઐતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. “શાન્ત-સુધારસ” નામના વૈરાગ્યરસપ્રધાન ગેય મહાકાવ્યનું તેમણે ઉલ્લાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડૉ. બુલરે લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દૃષ્ટિએ યોગ, નવયુગનો જૈન, યશોધરચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, “બહોત ગઈ થોડી રહી' વગેરે તેમણે રચેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. - ઈ. સ. ૧૯૪૮ના ઓગષ્ટ માસની મોટી બીમારી પછીથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમ રતિ' નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. આનંદઘનજીનાં બાકીનાં પદો અને ચોવીસી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પોતાનું કાર્ય પૂરું કર્યું. મહાવીરસ્વામી વિષે જે કાંઈ કાવ્યો, સ્તવનો, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહિત કરવાની તેમની ઈચ્છા હતી. આ ઇચ્છા મુજબ આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાખી હતી. તેમાંથી મહાવીરસ્વામીના પૂર્વભવને લગતો વિભાગ તેમણે પૂર્ણ કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે થોડા સમય પહેલા શરૂ કર્યો હતો. આમ તેમનું અપ્રગટ સાહિત્ય પણ થોકબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણાખરા ગ્રંથો પુનર્મુદ્રણની પ્રતીક્ષા કરી રહ્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેઓ મંત્રી હતા અને સ્થાપકમાંના પણ એક હતા. વિદ્યાલયના વિકાસ અને વિસ્તારમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. અન્ય અનેક સંસ્થાઓને પણ તેમની વિદ્વત્તા અને સેવાનો સ્તુત્ય લાભ પ્રાપ્ત થયો હતો. અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી. ૬૯માં વર્ષે મોટી માંદગી આવી તે પહેલાં થાક શું છે તે તેમણે કદી જાણ્યું ન હતું. કોઈપણ બાબતમાં પાછળ રહી જવું તેમને પરવડતું નહિ.
જીવનના અંતે સંચિત સેવાકાર્યોનો કેટલો મોટો સરવાળો મૂકી જઈ શકે છે તેનો શ્રી મોતીચંદભાઈના જીવન ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે, અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે.
( પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વર્તમાન શતાબ્દીમાં જેમની ગણના બહુમુખી પ્રતિભાના ધારક અને બહુશ્રુત વિદ્વાન તરીકે થઈ શકે એવા “દૃષ્ટિવિહીનદષ્ટા' પ્રજ્ઞાચક્ષુ આદરણીય પંડિત શ્રી સુખલાલજી સરસ્વતીના–સત સાહિત્યના સાચા ઉપાસક, એક ઉત્તમ વિચારક અને મહાન દર્શનશાસ્ત્રી હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દીધું હતું. પંડિતજીની ગણના ભારતના સર્વોત્તમ સંસ્કૃત વિદ્વાનોમાં થાય છે. દેશપરદેશના હરકોઈ તેમને વિષે ગૌરવ લઈ શકે તેમ છે. આ હકીકત ખરે જ આશ્ચર્યકારક છે કે એક આજન્મ ચક્ષુવિહીન વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ “સન્મતિ તર્ક' જેવા ગ્રંથનું સંપાદન કર્યું, જેની પ્રત્યેક પંક્તિમાં અને પ્રત્યેક ટિપ્પણીમાં તેમના અગાધ પાંડિત્યની ઝલક મળી રહે છે. તેમના ઉદારમતવાદી વલણથી તેમના પ્રશંસકોમાં જૈનોની સાથે સાથે જૈનેતર સજ્જનોની સંખ્યા અધિક રહી છે, જે અત્યંત સ્વાભાવિક અને આનંદદાયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org