SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન [ ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. જ્યારે સ્વામી વિવેકાનંદના એ સમયના પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બન્ને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સ્થાપી છે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અલ્પ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી. એ. થનારા જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવી તેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા'ના મંત્રીપદે તેમણે પાલીતાણા આવતા યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલીતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલીતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલીતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લૉર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ! [ડૉ. કુમારપાળ દેસાઈ લિખિત એક નોંધ.] ( સૌહાર્દમૂર્તિ શ્રી મોતીલાલ કાપડિયા જૈન સમાજની ઉન્નતિ કરનારી દરેક પ્રવૃત્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મોતીલાલ કાપડિયાનો જન્મ તા. ૭-૧૨-૧૮૭૯ના રોજ ભાવનગરમાં થયો હતો. જાણીતા વિદ્ધદ્વર્ય શ્રી કુંવરજીભાઈ કાપડિયા તેમના કાકા થતા. તેમની પાસેથી ઊંચા ધર્મ સંસ્કાર તેમ જ ધર્મજ્ઞાન પામ્યા હતા. જેવો ઉજ્જવળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જવળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું. તેમાં પણ જૈન સાહિત્ય તો તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સૌપ્રથમ તેમણે જૈનધર્મ પ્રકાશ'નામના માસિકમાં લખવાનું શરૂ કરેલું. ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકો અવારનવાર પ્રગટ થવા લાગ્યાં. તેમના લખાણનો મોટો ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચનો રૂપે છે. આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચનો આદિની પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતાં. સૌથી પ્રથમ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રુમ' ઉપરનું તેમનું વિવેચન સને ૧૯૦૯માં પ્રગટ થયું અને એ અત્યંત લોકપ્રિય બન્યું. ત્યારપછી “આનંદઘન પદ્યરત્નાવલિ'નો પહેલો ભાગ બહાર પડ્યો. આ દળદાર ગ્રંથમાં શ્રી | આનંદઘનજીનાં પચાસ પદોનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. મુનિ શ્રી સિદ્ધર્ષિગણિએ રચેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy