________________
અભિવાદન ગ્રંથ 7
[ ૬૯૭
કલિકાલની મીઠીવીરડી સમા છેલ્લી સદીના કેટલાક ચશોક્વલ નામો
વર્તમાન સમયમાં, ૨૦મી સદીમાં ભારતે વર્ષોની ગુલામી ત્યજી એક નવા જ સ્વાતંત્ર્ય દેશનું નિર્માણ કર્યું. આ ક્રાંતિકાળમાં જૈનશાસનમાં પણ ઘણી ક્રાંતિ આવી, અને ધર્મના વિવિધ ક્ષેત્રે, તે તે ક્ષેત્રના મહારથીઓને આગવું પ્રદાન કરી જેનશાસનની ચિરંતન પ્રભાવના કરી સ્વજીવનને પણ ભવ્ય અને ધન્ય બનાવ્યું. આવી કેટલીક વિરલ વ્યક્તિઓનો અને પરિચય આપવામાં આવેલ છે
-સંપાદક
ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ) આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં, પહેલીવાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો.
વિશ્વધર્મ પરિષદમાં આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મ પરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું વાંચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઇ.સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્ઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જુદા જુદા ધર્મોનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભાતૃભાવ પ્રગટાવવાનો; અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી.
વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાન્તના ઉપાસકની વ્યાપકતા અને | સર્વગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે.
ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા.
એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા અને વાક્ચાતુર્યથી | વિશ્વધર્મ પરિષદ મોહિત થઈ ગઈ. એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક જ્ઞાન નહોતું, પરંતુ ઊંડા [ અભ્યાસની સાથે હૂંફાળી લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org