________________
૭૮૦ ]
[ જેને પ્રતિભાદર્શન
નડીયાદના રત્નો ગુજરાતમાં ખેડા જિલ્લો પ્રાચીનતાની દૃષ્ટિએ, ખેતીવાડીની દૃષ્ટિએ, ધનદોલતની દૃષ્ટિએ કાંઈક ઠીક સમૃદ્ધ ગણાય છે એવા આ જિલ્લાનું નડીયાદ શહેર પણ વિવિધ અલંકારોથી શોભતુ જિલ્લાનું જાણીતું મુખ્ય શહેર છે. આ શહેરમાં દોઢસો વર્ષ પૂર્વે જોઈતારામ બેચરભાઈ જેવા ધર્મપ્રેમી શ્રાવક થઈ ગયા. તેમણે નડીયાદ શ્રીસંઘમાં મકાનોની સખાવત કરેલી, પાલીતાણા મોતીશા શેઠની ટૂંકમાં પણ એક દેરી બનાવરાવી છે. તે સમયમાં શ્રીસંઘે શ્રી શંખેશ્વરના જિર્ણોદ્ધારમાં ઉદાર સખાવત કરી હોવાના ઉલ્લેખો મળે છે. - વર્તમાનમાં નડીયાદ શહેરમાં સુતરીયા પટેલ પરિવારના પચાસેક પરિવારો બાપદાદાથી જૈનધર્મની આરાધના કરતા આવ્યા છે. તેમાં એક છોટાલાલ લલુભાઈના પુત્રરત્નશ્રી નવનીતભાઈ શ્રી સંઘમાં પ્રાય ત્રીસ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે સહીને શુદ્ધ જિનાજ્ઞાપૂર્વક-શ્રી સંઘના સુંદર વહીવટ સાથે દૈનિક જીવનમાં ચૌવિહાર, ઉકાળેલું પાણી, ચૌદનિયમધારક દરરોજ ઉપાશ્રયમાં ત્રણ ટાઈમ વ્યાખ્યાનમાં, બપોરે સામાયિકમાં, સાંજે પ્રતિક્રમણ ક્રિયા માનાભ્યાસમાં હાજરી આપીને, સાધુ સાધ્વીજીઓના વૈયાવચ્ચની કાળજી રાખીને શાસનસેવા કરી રહ્યાં છે. દિવ્ય અગરબતી તેમનો વ્યવસાય છે.
ચીમનલાલ મગનલાલ : ભગતના હલામણ નામથી પરિચિત કરિયાણાની દુકાન ચલાવતા વૈરાગ્યનો રંગ લાગ્યો. નાનાભાઈ ચંદુભાઈને વેપાર, ઘર, મૂડી, મિલ્કત વગેરે સોંપીને પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ.ના પરિચયમાં આવતા સં. ૨૦૦૬માં ચારિત્ર લઈને ત્યાગી તપવાનું અને ૨૫૦ સાધુ સમુદાયમાં વૈયાવચ્ચનું આગવું સ્થાન મેળવી લીધું. સં. ૨૦૩૮માં ફાગણ વદી ૮ના દેવલોક થઈને જિનશાસનમાં ઉત્તમ શ્રાવક અને સાધુ થઈને જીવનને અજવાળી ગયાં.
ચંદુલાલ મગનલાલ સંઘવી બહારથી ધંધાર્થે નડીયાદમાં આવી સ્થિર થયાં. સ્વપુણ્યબળે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા સાથે ઉચ્ચ કોટિના પુણ્યબળે તેમને ત્યાં મુમુક્ષુ આત્માઓ અવતર્યા અને તેથી આધ્યાત્મિક સંપત્તિ લખલૂટ પામ્યા. દરરોજ પચ્ચખાણ સાથે ૧૪ નિયમધારક અને પર્યુષણમાં ચોસઠ પ્રહરી, પૌષધ અને આયંબિલના આ આરાધકે જીવનમાં સ્વ પરિવારની ત્રણ ત્રણ પેઢીના દશેક પુણ્યાત્માઓને ચારિત્રપંથે લઈ જવામાં ઘર આંગણે ભારે મહોત્સવપૂર્વક-જહેમત લેવામાં સંઘરત્ન તરીકે નડીયાદમાં જગજાહેર થયા. અંત સમયે ૨૦૫૩માં ચારિત્રપદની ભાવનામાં રમણ કરતા સમાધિપૂર્વક દેવલોક પામ્યા તેમની પાલખી શ્રીસંઘે નડીયાદના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે વાસક્ષેપની વૃષ્ટિ સાથે કાઢીને નડીયાદ સંઘના ગૌરવને વધારનાર તરીકે કદર કરી નીચે મુજબના દશ પુણ્યાત્માને દીક્ષિત કર્યા. ધન્ય નડીયાદ શ્રી સંઘને. ૧. ચિમનલાલ મગનલાલ શાહ....સંસારીભાઈ ૬. વિલાસબેન બિપીનભાઈ શાહ..પુત્ર વધુ ૨. કિરીટભાઈ ચંદુભાઈ શાહ જયેષ્ઠપુત્ર ૭. કુમારપાળ કિરીટભાઈ શાહ પૌત્ર ૩. બિપીનભાઈ ચંદુભાઈ શાહ...પુત્ર
૮. અભયકુમાર કિરીટભાઈ શાહ.પૌત્ર ૪. દિવ્યાબેન ચંદુભાઈ શાહ પુત્રી
૯. પારુલબેન કિરીટભાઈ શાહ પૌત્ર ૫. નયનાબેન કિરીટભાઈ શાહ પુત્ર વધુ ૧૦. સેજલબેન કિરીટભાઈ શાહ.. પૌત્રી
–સંકલન : . મુનિશ્રી કૈવલ્યબોધિ વિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org