SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] | ૭૮૧ વાપીનો વાવટો : શ્રી અમૃતલાલભાઈ દક્ષિણ ગુજરાતની “કિષ્કિન્ધા' એટલે જ વાપી... પૂજનીય શ્રમણ સંસ્થા તેમ જ શ્રી જૈન સંઘોમાં તે નગરી બહુખ્યાત બનવા બડભાગી બની છે... વિશ્વની પ્રેરણામૂર્તિસમાં શ્રી જિનશાસનના ચરણયુગલોમાં આ ધરતીમાતાએ પોતાના એટલાં તો સંતાનો સમર્પિત કર્યા છે; કે જેનો સંખ્યાક સુમારે અર્ધશતક વળોટી જાય... દોઢેક શતાબ્દી પહેલા પ્રાદુર્ભાવ પામેલુ અને અંતિમ બે દશાબ્દીઓમાં સર્વક્ષેત્રે વાયુવેગે પ્રશંસાને પામેલુ તે નગર; બહુરત્ના”ની ઉક્તિને યથાર્થ કરે છે. વાપી નગરની પ્રતિષ્ઠા અને સંસ્કારિતા ત્યાં વસેલી જૈન પ્રજાની સ્તવના કરે છે. તો તે જૈનપ્રજાનો જાજરમાન ઇતિહાસ રચનારા શિલ્પી જો કોઈ બની ગયા હોય; તો વાપીસ્થિત નહાર કુટુમ્બના અગ્રગણ્યો..અપૂર્વ તેમની ધર્મશ્રદ્ધા અને અભિનન્દનીય તેમના માન અને મેલથી રહિત અનુદાનો...પોતાના પૂર્વજોનો પ્રશંસનીય વારસો ધરાવતા આ નહાર કુટુંબના સાંપ્રતકાલીન અગ્રગણ્યો” રહ્યાં છે. ડૉ. શ્રીયુત અમૃતલાલજી કસ્તુરચંદજી મહાર... વાપી સમેત સમગ્ર લાટદેશના પટ્ટામાં તેઓ ડૉક્ટર'ના નામે જનજીભે ખાસ્સા વિશાળ પ્રમાણમાં ગવાયા છે. પૂર્વજોની સામાજિક-વ્યાવહારિક-ધાર્મિક અગ્રતા શિરે આવતાં વેંત જ આ ધર્મપુરુષે એવું તો ધુરંધર કાર્યબળ દર્શાવ્યું કે સંઘમાત્ર માટે તેઓ આદરણીય બન્યા... વાપી જૈન સંઘમાં મેનેજીંગ ટ્રસ્ટીનું સ્થાન તેમણે ૧૦-૧૦ વર્ષ સુધી શોભાવ્યું.વ્યાધિઓની વ્યગ્રતાવશ તેઓએ રાજીનામુ આપવા છતાંય સંઘના ટ્રસ્ટીઓ તેમનો આદર કરતાં રહ્યા... વાપી જૈન સંઘનું સુકાન સંભાળ્યા બાદ ન માત્ર, સુકાની બનતા તેમણે સર્વસ્વનું સમર્પણ સંઘને કરી દીધું...વહીવટી માળખામાં ચુસ્તનીશી સાથે જિનાલય જિર્ણોદ્ધાર, નૂતન અતિથિગૃહ નિર્માણ-નૂતન રથ...જેવા-જેવા કાર્યો સ્વયંના સહકાર સાથે સાકાર કર્યા. સ્વદ્રવ્યથી તેમણે વાપી સંઘનું ચિરસ્મર” સંભારણું બની જાય તેવા ભવ્ય ઉપધાનતપ પણ આયોજ્યા. અરે! તેમના પ્રભુશાસન પ્રેમની પરાકાષ્ઠા તો ત્યાં સુધી પહોંચી કે તેમના જ ત્રણ સંતાનો પૈકી, જયેષ્ઠ પુત્ર ભરતભાઈ, યૌવનના મધદરિયે પોતાના પૂરા સંસાર સાથે પૂ. મ.શ્રી નયવર્ધન વિ. મ.સા. તથા પૂ. મુનિશ્રી નયદર્શનવિ. મ.સા.ની પાવન નિશ્રામાં સંયમિત બની ગયા.... અનુક્રમે દશ અને આઠ માત્ર વર્ષોની શિશુતા ધરાવતા પોતાના પ્રતિભાશાળી પુત્રો શ્રી મેહુલકુમાર અને શ્રી હેમલકુમારને પણ એવા તો ધર્મના ધાવણ પાયા કે શિશુવયમાં પણ સંયમના કાંટાળા રાહે ચઢી જવાનું પ્રભુશાસનનું સિદ્ધાંતોના શૌકત ભર્યું શૌર્ય તેઓમાં પ્રગટ્યું. ધર્મપત્ની શ્રી લતાબેન (ઉં. વ. ૩૨) સાથે બે સંતાનોને આંગળીએ તેડી જ્યારે જીવનની મઘમઘ પહોંચેલા શ્રી ભરતભાઈએ માત્ર ૩૫ વર્ષની અવસ્થાએ વિ. સં. ૨૦૪૫માં મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે તો કુટુંબીઓના કાળજા ચોધાર બન્યા હતા. નાસ્તિકો પણ દ્રવીભૂત બન્યા હતા અને કાળમીંઢો પણ પલળી ગયા હતા... શ્રી અમૃતલાલભાઈએ પોતાના પુત્ર-પુત્રવધૂ અને પત્રોનો અતૂટપ્રેમ પણ ફગાવી પ્રભુશાસનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy