SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૩૯ ( આદર્શ પુત્ર ) એકવાર એક ડૉક્ટરને મળવા ગામના પ્રતિષ્ઠિત માણસો તેમના ઘરે આવેલા. વાતો ચાલતી હતી. ચાલુ વાતમાં એકાએક ડૉકટર ઊઠ્યા. મુલાકાતીને અત્યંત આશ્ચર્ય થયું; પણ હકીકત જાણીને આશ્ચર્ય સાથે આનંદ અનેકગણો વધી ગયો. સાક્ષાત જોયું કે થોડે દૂર ડોસીને અચાનક ઉધરસ આવેલી. વૃદ્ધા ગળફો ઘૂંકવા ઊઠતી હતી એટલામાં તો આ ડૉકટરે દોડીને પોતાની હથેળી ધરી વૃદ્ધાને કહ્યું : “મા! આ હથેળીમાં ઘૂંક !' માએ વાત્સલ્યથી ડોકટરને નવરાવી નાંખ્યો. ડૉકટરે ગળફો દૂર કરી, હાથ ધોઈ માના બરડે હાથ ફેરવવા માંડ્યો! મહેમાનને આ જોતાં જુગુપ્સા ને આશ્ચર્ય થયાં. થોડીવારે પાછા આવેલા ડોકટરને પૂછતાં ખુલાસો કર્યો. “આ મારાં પૂજય ને પરમ ઉપકારી માતુશ્રી છે. મારી ૧ વર્ષની અતિ નાની ઉંમરે પિતા સ્વર્ગવાસી થયા. ગામમાં ઘાસ વગેરે લાવી મજૂરી કરી મને ઉછેર્યો. મા કામ કરે. મને ભણવા મૂક્યો. દરેક ધોરણમાં પહેલે નંબરે પાસ થતો. મૅટ્રિક થયો. નોકરી કરી હવે માને આરામ આપું, સુખ આપે એવી મારી ઇચ્છા હતી; પણ માએ ચોખ્ખી ના પાડી અને આગ્રહપૂર્વક મને કહ્યું : “તું ખૂબ ભણ. હું મજૂરી કરીશ. તું ભણીને ખૂબ સુખી થા એવી મારી અંતરની ઇચ્છા પૂર્ણ કર!” અનિચ્છા છતાં માતાની જીદને કારણે ભણવાનું ચાલુ રાખ્યું. માના આશીર્વાદથી ડૉકટર બન્યો. માતુશ્રીની કૃપાથી થોડાં વર્ષમાં મોટો પ્રસિદ્ધ સર્જન થઈ ગયો. સુખ, સમૃદ્ધિ ખૂબ મળ્યાં. કરોડ રૂપિયાનો બંગલો પણ મળી ગયો છે. આજે જે અઢળક વૈભવ મળ્યો છે તેના મૂળમાં માના આશીર્વાદ, વાત્સલ્ય, મજૂરી વગેરે ઘણું ઘણું છે. આ માનો ઉપકાર આંખ સમક્ષ સતત તરવરે છે. ભક્તિ-સેવાની તક મળે ત્યારે થોડું ઋણ ચૂકવાય એ ભાવથી અવસર ચૂકતો નથી. માની ઉંમર થઈ. થોડીઘણી બીમારી આવે, ઉધરસ આવે ત્યારે માને તકલીફ ન પડે માટે સતત દોડું છું. ઘૂંકદાની લેવા જઉં ત્યાં સુધી માને ગળફો રાખી મૂકવો પડે, તકલીફ પડે, માટે મારા હાથમાં ઝીલી લઉં છું! આ માએ તો મારા મળમૂત્ર વગેરે સાફ કર્યા છે! હું તો એણે જે કર્યું છે તેના લાખમા ભાગનુંય કરતો નથી. પ્રભુકૃપાથી પત્ની પણ ખૂબ સારી મળી છે.” ' ડૉકટરની ઉચ્ચ કોટિની માતૃભક્તિ જોઈ, સાંભળી મુલાકાતીઓએ મોંમાં આંગળી નાખ્યાં! મહેમાનની જુગુપ્સા કયાંય ભાગી ગઈ! ડૉકટર પ્રત્યે ખૂબ અહોભાવ થઈ ગયો! આ વાંચી તમને ડોકટર કેવા લાગ્યા? મહાન માણસ? તેમની અદ્વિતીય માતૃભક્તિને કારણે? તમે પણ તમારાં ઉપકારી તાની ભક્તિ કરશો તો લોકો તમને ખૂબ સારા માણસ જરૂર માનશે. નહીં કરો અને વડીલોને ત્રાસ આપશો તો પૈસા વગેરેને કારણે તમારી સમક્ષ તમારી નિંદા નહીં કરે, પણ તમારી પાછળ તો દિલના સાચા ભાવો વ્યક્ત કરશે. વળી તમારાં સંતાનો પણ તમને ત્રાસ આપશે. ઉપરાંતમાં પાપ ને દુઃખ આવશે. એ બધાં જ્ઞાનીકથિત ફળ તો તમારે ભોગવવાં જ પડશે. ત્યાં હાજર ડૉકટરનાં ધર્મપત્નીને પૂછતાં કહ્યું : “મારાં સાસુ ખૂબ રૂપાળાં હતાં. વિધવા બન્યાં ત્યારે ખૂબ નાની વય હતી. પોતાના પુત્રના સુખ ખાતર પોતે બધાં સુખોને લાત મારી, પુનર્લગ્ન ન કર્યા! ઘણા કષ્ટો વેઠી ભણાવી-ગણાવી આટલા મોટા ડૉકટર બનાવ્યા. તેમનો તો અમારી ઉપર અસીમ ઉપકાર છે. 4 દિવસરાત અમે બંને તેમનું ઋણ ચૂકવાય એટલું ચૂકવીએ છીએ. રાત-મધરાતે પણ માતાજીને ઉધરસ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy