________________
૯૪૦)
[ જૈન પ્રતિભાદર્શન
આવે, ગળફાનો અવાજ સંભળાય તો અમારા બેમાંથી જે જાગે તે ત્યાં દોડીને તેમની યથાયોગ્ય સેવા કરીએ. આ માએ મારા પતિને હથેળીનો છાંયો આપ્યો છે. જરાય દુઃખ પડવા દીધું નથી. અમે તો માત્ર એનું પ્રતિબિંબ પાડીએ છીએ.” મહેમાનના હૃદયમાં ડૉકટર ને તેમનાં પત્નીના આ ભક્તિભર્યા શબ્દો કોતરાઈ ગયા. ત્રણેયની મહાનતા જોઈ-જાણી એમનું અંતર જાણે અતિ સુગંધી અત્તરથી ન હોય તેમ સુવાસિત થઈ ગયું.
હે પુણ્યશાળીઓ! તીર્થકરો, મહાપુરુષોએ માતા વગેરે ઉપકારીઓની અનુકરણીય અદ્ભુત ભક્તિ કરી છે. જમાનાની કહેવાતી ખોટી અસરોથી અળગા રહી તમે પણ અનંત ઉપકારી માતાપિતા વગેરેની યથાશક્તિ ભક્તિ કરી આત્મહિત સાધો. કદાચ સંયોગો આદિને કારણે સેવાભક્તિ ઓછી વધતી થાય તો પણ માના પ્રત્યે આદરભાવ-બહુમાન તો ખૂબ રાખવા. તેના હૈયાને આપણાં કઠોર વચનોથી ઠેસ ન પહોંચે તેટલી કાળજી તો બધા રાખી શકે.
( ગુરુવંદને ગુરુ બનાવ્યા.) કૃષ્ણ મહારાજાએ ૧૮૦OO સાધુવંદનથી નરક નિવારી.' આ વાત સાંભળી એક સુશ્રાવકે નક્કી કર્યું કે ચારિત્ર મોહનીય ખપાવવા માટે ૧૮OOO સાધુને વંદન કરવું! અને ઘણા ઉપાશ્રયે બધા સાધુને વંદન કરવા માંડ્યું! ડાયરીમાં નોંધ કરે. અજાયબી એ થઈ કે ૧૮OOO સાધુને વંદન થયાં અને ચારિત્ર મોહનીય નાઠું. દીક્ષા મળી! ચારિત્ર મોહનીયનો ખાતમો બોલાવનાર આ ગુરુવંદન તમે રોજ સર્વ સાધુઓને કરો એ શુભેચ્છા.
બધા મહારાજને વંદનની અનુકૂળતા ન હોય તો છેવટે બધા સાધુઓની પાસે જઈ હાથ જોડી મર્થીએણ વંદામિ' કરવાનો લાભ તો અવશ્ય લેવો જોઈએ. ઉપાશ્રયમાં વંદન કરવા જાય ને બીજા અપરિચિત મહારાજ હોય તો ઘણા વંદન કર્યા વગર પાછા જાય છે. તેને બદલે તમે બધા નિર્ણય કરો કે ભલે આપણા પરિચિત મહાત્મા ન હોય તો પણ જે સાધુ ત્યાં બિરાજમાન હોય તેમનાં વંદનનો લાભ આપણે ગુમાવવો નથી.
જિનપૂજાની જેમ ગુરુવંદન દરરોજ દરેક શ્રાવકે કરવું જોઈએ. વિશેષમાં ઉપાશ્રય પાસેથી નીકળવાનું થાય ત્યારે પણ ગુરુવંદન કરવું જોઈએ. અને જ્યારે પણ સાધુ-સાધ્વીજી મળે ત્યારે હાથ જોડવા જોઈએ.
( વ્યાખ્યાને ધર્મી શ્રાવક બનાવ્યા
દિલીપભાઈ લંડન રહેતા હતા. પુણ્યોદયે એકવાર તેમણે ભારતમાં ગુરુદેવ પ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સાનું પ્રવચન સાંભળ્યું. આત્મા જાગી ગયો. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. લંડનમાં ખૂબ કમાણી. છતાં નક્કી કર્યું કે હવે તો ધર્મ જ કરવો અને અનાર્ય દેશમાં થતાં અનેક પાપોથી આત્માને બચાવવો. લંડન કાયમ માટે છોડી ૩૦ વર્ષની–કેટલી? માત્ર ૩૦ વર્ષની ભરયુવાન વયે જામનગરમાં રહેવા આવ્યા. ભારતમાં નિવૃત્ત જીવન જીવવાનું નક્કી કર્યું. મૂડીના વ્યાજમાં ગુજરાન ચલાવે છે. તેમાંથી સાત ક્ષેત્રમાં દાન વગેરે ધર્મ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org