SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન અમદાવાદવાસી પુણ્યથી મળેલ જિનશાસનનો કસ કાઢે? અર્થાત્ વધુ આરાધના કરવાનો મોકો મળે ત્યારે વધારી લે? આ લાલુભાઈને સગાસંબંધી રજપૂતોના લગ્ન વગેરેમાં જવું પડે. બધા રાત્રે જમે. આમને પણ સગાસ્નેહી દબાણ કરે. ચોખ્ખી ના પાડે. રજપૂતો કહે કે આ તો વાણિયો જ થઈ ગયો છે. છતાં લાલુભાઈ ચોવિહારના નિયમમાં મક્કમ રહે. નવકાર પર દૃઢ શ્રદ્ધા. રોજ ગણે. એમને ગામલોકો અને બાજુના ગામના ભગત કહે. કોઈને કંઈ મુશ્કેલી આવે તો આ બાપુ ભગત પાસે આવે. એકવાર એક જણને રાત્રે પાણી પીતાં લોટામાં રહેલ વીંછીએ તાળવે ડંખ દીધો. ખૂબ સોજો આવ્યો. મોઢું ખૂલે જ નહીં. લાલુભાઈ પાસે લાવ્યા. ધર્મશ્રદ્ધાળુ એમણે નવકાર ગણી પાણીનાં ટીપાં મોમાં નાંખ્યાં. થોડું ખૂલ્યું. વધુ પાણી મંત્રીને પાયું. સારું થઈ ગયું. આમ ઘણાના ઘણા રોગ શ્રદ્ધાબળથી નવકારથી મટાડે. એકવાર સામાયિકમાં બેઠેલા. ૪-૫ મિનિટની વાર હતી. મોટો સાપ આવ્યો પણ સામાયિક ભાંગવાના ડરથી ખસ્યા નહીં! ફેણ ડોલાવી સાપ અદૃશ્ય થઈ ગયો. અજૈનો સ્વસમાજ સામે પડી તથા આપત્તિમાં પણ જૈન ધર્મપાલનમાં દૃઢ રહે છે. તો તમારે જૈનોએ તો નાની નાની મુશ્કેલીમાં કંદમૂળ ત્યાગ વગેરે પાયાના આચારો પાળવા ન જોઈએ? બાળકોના દેવદૂતો અમદાવાદ શાંતિનાથની પોળના સુશ્રાવક લાલભાઈ ત્રિકમભાઈ વર્ષોથી બાળકોને ધર્મ-આરાધના માટે ખૂબ પ્રોત્સાહનો આપે છે. દા. ત. જે પૂજા કરે તેને, સાંજે કપાળમાં ચાંલ્લો બતાવે તેને પેન્સિલ, નોટ વગેરે કાંઈ ને કાંઈ પ્રભાવના કરે. રોજ ૨૦૦ થી વધુ બાળકો ચાંલ્લો બતાવી જાય. પ્રભુપ્રાર્થનાઓ ગોખી લાવે તેને પ્રભાવના કરે. પાદશાહની પોળના ચંપકભાઈ વૅકેશનમાં રોજ પૂજા કરે તે બાળકોને પ્રભાવના કરે છે! અલગ અલગ વસ્તુ આપે. હમણાં તો એટલી નાની પોળમાં ૬૦ બાળરાજાઓ પૂજા કરતા થઈ ગયા. (આ વાંચી તમને શા ભાવ જાગ્યા? ગામનાં, સંઘનાં, પડોશનાં અને પોતાનાં બાળકોને પૂજા, ગાથા વગેરે ધર્મ કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો? વધુ શક્ય ન હોય તો પોતાનાં બાળકોને રોજ અને વેકેશનમાં વિશેષપણે ધર્મ કરે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન, પૃચ્છા, પ્રશંસા કરશો?) તમારાં સંતાનોના સ્કૂલ-કૉલેજના અભ્યાસ માટે તમે ખૂબ કાળજી કરો છો; પ્રોત્સાહન આપો છો. તો ધર્મ-આરાધના માટે અવારનવાર પ્રેરણા કરવી એથી પણ વધુ જરૂરી નથી? છે જ. વંદિત્તુ, અતિચાર વગેરે તું ગોખી લાવે તો આબુ ફરવા લઈ જઈશ વગેરે પ્રોત્સાહન આપવાથી તેઓ કરશે. પુણ્યથી તેમણે જૈન કુળ મેળવ્યું છે. શક્તિ પણ ઘણી છે. ખામી પ્રાયઃ તમારી કાળજી નથી એ છે. સ્કૂલ-કૉલેજમાં સારા માર્ક્સ લાવે તે તમારાં સંતાનને લોગસ્સ વગેરે પણ ના આવડે તે તમારા માટે શરમજનક નથી? ધર્મનું ન ભણે તો પાપ તમને ન લાગે? આ બાબત ખૂબ વિચારજો. તમારાં સંતાનોને સારા સંસ્કાર આપશો તો પુણ્ય તો જરૂર બંધાશે; પાછલી ઉંમરે તેઓ તમને સેવા, સમાધિ વગેરે આપશે અને બીજા પણ ઘણા લાભ થશે. સંતાનને સતિગામી ને સુખી બનાવવાનું પ્રત્યેક માબાપનું મહત્ત્વનું કર્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy