SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૯ ૧૮૯૨ની એ સાલ હતી. એ યુગમાં તબીબી વિજ્ઞાને અદ્યતનયુગ જેવી પ્રગતિ સાધી ન હતી કે રોગનું નિશ્ચિત નિદાન થઈ શકે !! નિદાનના અભાવે સારવાર કરવા છતાં ય કોઈ પ્રતીતિજનક પરિણામ હાંસલ ન થઈ શક્યું. દેહ દિવસે દિવસે દુર્બલ થતો ચાલ્યો. મોતીશાહને મનોમન પ્રતીતિ થઈ ગઈ કે હવે દેહના આ દીપકમાં આયુષ્યનું તેલ ખૂટવાની તૈયારીમાં છે. ઝબકારા મારતી આ જીવન-જ્યોત ક્યારે બુઝાઈ જશે? એની કલ્પના કરવી કઠિન છે. એમણે અવસ્થા પારખીને પોતાના કર્તવ્યધર્મો અદા કરવા માંડ્યા : * એમના વિશાલ વહીવટમાં અનેક આર્થિક તકલીફવાળા માનવો એમની પાસેથી ઋણરૂપે રકમ લઈ ગયા હતા. એમાંના જે લોકો આર્થિક અશક્તિના કારણે રકમ પ્રત્યર્પિત કરવામાં મૂંઝાતા હતા તે તમામ હિંદુ-મુસ્લીમ-પ્રીસ્તી-જૈન-પારસી ભાઈઓને સામે પગલે બોલાવી બોલાવીને તેઓએ એમના ઋણ માફ કર્યા! ભવિષ્યમાં એ બંધુઓને કોઈ કાયદાકીય તકલીફ ન નડે તે માટે એ રકમ ચોપડામાંથી માંડી વાળી! નાની-મોટી થઈને કુલ એક લાખ રૂપિયાની રકમ એ કાળે એમણે ઉદારતાથી જતી કરી! * ચોપડે ન લખેલી હોય તે રીતે રૂ. અઠ્યાવીશ લાખની, અ...ધધ. થઈ જવાય તેટલી, જંગી રકમ એમના જીવનકાળમાં તેઓએ તકલીફ પ્રસ્તોને સહાયરૂપે તથા ધર્મકાર્યોમાં વાપરી હતી. કેવું અનુપમ ઔદાર્ય!!! + પોતાના પુત્ર ખીમચંદભાઈ માટે એક વસિયતનામું તૈયાર કરીને રૂ. પાંત્રીસ લાખથી ય વિશેષ મિલકત એમને મળે તેવી વ્યવસ્થા કરીને પછી પોતાના શ્વાસે શ્વાસે જેની સ્મૃતિ જડાયેલી હતી એ શત્રુજ્યગિરિરાજના નિર્માણાધીન જિનાલયોનું પ્રતિષ્ઠા-મુહૂર્ત નિશ્ચિત કર્યું. અલબત્ત, એ મુહૂર્ત સંવત ૧૮૯૩નું હતું અને ત્યાં સુધીમાં જીવનસૂરજ અસ્ત નહિ થઈ જાય તેની કોઈ ખાત્રી મોતીશાહને ન હતી. આથી એમણે પુત્રને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે. પણ ગોડીજીમહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહિ, શોક પાળવો નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને મારી ખોટ જણાવા દેવી નહિ.” આ રીતે, પોતાના તમામ કર્તવ્યધર્મો બનાવી લઈને મોતીશાહ શેઠ પરમાત્મસ્મરણમાં લીન બની ગયા. તન ભલે પીડાગ્રસ્ત હતું, કિંતુ મન તો પ્રભુભક્તિમસ્ત હતું. એમના અંતરનાં આકાશે શત્રુજ્યગિરિનાં પેલાં જિનાલયો તારલાઓની જેમ ઝબકી રહ્યાં હતાં. આવી અખંડ પ્રભુમય મનઃસ્થિતિના કારણે એમને મોત પણ એવા દિવસે મળ્યું કે જે માંગવા છતાં ય ન મળે! સંવત ૧૮૯૨ના પર્યુષણા પર્વના પવિત્ર વાતાવરણમાં, પ્રભુ મહાવીરદેવના જન્મવાચનના પરમ પાવનદિને, ચોપન વર્ષની વયે, મહામાનવ મોતીશાહનો મહાન આત્મા મર્યલોકમાંથી વિદાય લઈને દિવંગત થયો..... જ્યાં જ્યાં આ સમાચાર પ્રસર્યા ત્યાં ત્યાં સર્વત્ર સ્મશાન-શોક સર્જાઈ ગયો. એમના માનમાં મુંબઈમહાનગરમાં અને અન્યત્ર વ્યાપાર-ધંધા બંધ રહ્યા. સામાન્યજનોનો સંતાપ તો સીમાતીત બની ગયો. કારણ કે દુઃખીઓનો ઉદ્ધારક ચાલ્યો ગયો હતો. ગામે ગામના જૈનબંધુઓની આંખે અશ્રુઓનાં તોરણ રચાયાં. કારણ કે એ સહુ સારી રીતે સમજતા હતા કે આવો વિરલ પ્રભુભક્ત નરવીર કાંઈ દરેક યુગે જન્મ ધરતો નથી હોતો. મોતીશાહની અદ્ભુત ભગવદ્ભક્તિએ જ જાણે જૈનોમાં ભાવનાની ભવ્ય ભરતી લહેરાવી.... મોતીશાહની અંતિમ ભાવના અનુસાર પ્રતિષ્ઠાનું મુહૂર્ત બદલ્યા વિના નિયત મુહૂર્ત મુજબ જ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy