________________
૫૧૮
[ જૈન પ્રતિભાદર્શન
નીવડે. આથી સમગ્ર ખીણને પથ્થરથી પૂરીને એના મજબૂત પાયા પર નવસર્જન શરૂ કરાયું. એમ કહેવાય છે કે પર્વત પર પથ્થરો ચડાવવા માટે ઉપયોગમાં લેવાયેલ દોરડાનો કુલ ખર્ચ એ યુગમાં એંશી હજાર રૂ. થયો હતો! હા, જે યુગમાં કારીગરોને દિવસભરની મહેનતને અંતે એક આના (છ પૈસા)નું વેતન મળતું હતું, એ યુગની આ વાત છે. મોતીશાહનું કાર્ય કેવું વિક્રમસર્જક અને વિસ્મયજનક હતું! એનો અંદાજ ઉક્ત ઘટના પરથી આવે તેમ છે.
એ મંદિરોના નિર્માણ પછી એમાં વિરાજિત થનાર પાંચ હજારથી વધુ પ્રતિમાઓના સર્જન કાજે તજજ્ઞ શિલ્પીઓ, મંદિરનિર્માણ કાજે અનુભવી સલાટો-કારીગરો-મજૂરો આદિને પરિવાર સહિત પાલીતાણામાં સાત-આઠ વર્ષો પર્યત મોતીશાહ શેઠે વસાવ્યાં. એમ કહેવાય છે કે એ સમયની પાલીતાણાની એકંદરે વસ્તી કરતા આ બહારના કારીગરોની સંખ્યા વધુ હતી. એ સર્વને દૈનિક વેતન ઉપરાંત ઘી-ગોળ-અનાજ જેવી જીવનનિર્વાહની સામગ્રી પણ મોતીશાહ તરફથી મળતી....એ યુગમાં આજની જેમ પાણી માટે નળની સુવિધા ઉપલબ્ધ ન હતી. છતાં વિશાળ સંખ્યામાં આવેલ કારીગરોને પાણીની કોઈ સમસ્યા ન નડે એની તકેદારી પણ મોતીશાહે રખાવી હતી. એ માટે એમણે એક વિશાલ વાવ તૈયાર કરાવી હતી. એ વાવનું નામ મોતીવાવ. એમાંથી કોશ દ્વારા સહુને પાણીની પર્યાપ્ત પ્રાપ્તિ થતી. આમ નિર્માણકાર્ય માટે આવેલ તમામ પરિવારોની પૂર્ણ સુવિધા સચવાય એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તકેદારી મોતીશાહે રખાવી હતી. આવી નાની ઘટનાઓ એમના આંતરિક ઔદાર્યને પ્રતિબિંબિત કરે છે !!
“મોતીશાહની ટૂંકમાં વિરાજિત કરવા માટે જે પાંચ હજાર નૂતન પ્રતિમાનું સર્જનકાર્ય ત્યાં થઈ રહ્યું હતું એની પદ્ધતિ પણ મુગ્ધ કરી દે તેવી હતી. મોતીશાહનું શિલ્પીઓને સ્પષ્ટ ફરમાન હતું કે જે પ્રતિમાઓ આત્મિક શુદ્ધિનું નિર્માણ કરવાની છે એ પ્રતિમાઓનું નિર્માણ પણ પૂર્ણ શુદ્ધિપૂર્વક થવું ઘટે. આથી તમામ શિલ્પીઓ સ્નાન કરીને પૂજાવસ્ત્રોનું પરિધાન કરતા. તે પછી પથ્થરને પોતાનો દુર્ગધમય શ્વાસોચ્છવાસ ને સ્પર્શે તે માટે મુખકોશ બાંધીને પછી જ તેઓ પ્રતિમાનું સર્જન શરૂ કરતાં. મુખમાંથી પણ દુર્ગધ ન આવે એ કાજે દરેક શિલ્પીને સ્નાન પૂર્વે કેસર-કસ્તુરીનો સુગંધી મુખવાસ અપાતો. હજુ તો પથ્થરો પ્રતિસારૂપે ઘડતર પામી રહ્યા હતા, છતાં ય એટલો બધો પૂજ્યભાવ એના પ્રતિ હતો કે ઘડતરના સમયે પણ એ નિર્માણાધીન પ્રતિમાઓને બે પગ વચ્ચે દબાવવાની કે ઊંધી કરવાની સખત મનાઈ મોતીશાહે ફરમાવી હતી. અરે! સર્જનકાર્ય સમયે વાછૂટ પણ થાય તો તે શિલ્પીને પુનઃ સ્નાન કર્યા પછી જ કામગીરી બજાવવાનો આદેશ એમણે કર્યો હતો!! જેના નિર્માણમાં આવી અખંડ શુદ્ધિ જળવાઈ હોય તે પ્રતિમાઓનો પ્રભાવ-પ્રતાપ નોખી-અનોખો બની રહે તેમાં શું આશ્ચર્ય?!
સર્જનકાર્યની શરૂઆત પછી કેટલાય સૂર્યોદય-સૂર્યાસ્ત શેત્રુંજી નદીના નિર્મલ નીરમાં ઝીલાઈ ચૂક્યાં. એ સમગ્ર સમય દરમિયાન શિલ્પીઓના અવિરત સર્જનકાર્યથી શત્રુંજયગિરિરાજની ગિરિમાળાઓ સતત ગુંજતી-ગાજતી રહી. મોતીશાહનું સ્વપ્ન સાકાર થાય તેવું શ્રેષ્ઠ સર્જન અનવરત ચાલી રહ્યું હતું. એને નિહાળીને મોતીશાહના મુખ પર સંતોષના સાત સાત સમંદર લહેરાઈ ઉઠતા. સ્વપ્નની સિદ્ધિ કોના પ્રાણમાં પરિતોષ ન પ્રગટાવે, ભલા?
જોતજોતામાં છ વર્ષનાં વહાણાં વહી ગયાં. સુડતાલીશ વર્ષના મોતીશાહ હવે ત્રેપનવર્ષની વયે વિરાજી ચૂક્યા હતા. એ અરસામાં એકાએક એમના દેહને કો” અગમ્ય વ્યાધિના વિષધરે ભરડો લીધો. સંવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org