SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથે | / ૫૧૭ એક ઘટના ધરબાયેલી છે, શેઠ!' બોલતાં બોલતાં મોતીશાહ સહેજ થંભી ગયા. હું? કઈ ઘટના છે એ?” હેમાભાઈના સ્વરમાં જિજ્ઞાસા તરવરી રહી. આકાશ તરફ નજર નોંધીને, અતીતની લિપિ વાંચતા હોય તેમ ભાવુક સ્વરે મોતીશાહ બોલ્યા : શેઠ! વર્ષોથી વહાણવટાનો વ્યવસાય કરતો આવ્યો છું. કર્મની કૃપાથી કયાંય વિદ્ધના વંટોળ નડ્યા નથી. કિંતુ હમણાં આ જ વ્યવસાયમાં જકાતની બાબતમાં મારે અંગ્રેજ સલ્તનત સાથે રૂ. તેર લાખની જંગી રકમનો વાંધો પડ્યો હતો. પ્રતિષ્ઠાનો એ જંગ ખેલતી વેળાએ મેં મનોમન સંકલ્પ કર્યો હતો કે જો આ જંગમાં હું જીતી જઉં તો તે તમામ રકમ શત્રુંજયગિરિરાજ પર જિનાલયોના નિર્માણ કાજે અર્પી દઈશ. એ સંકલ્પના સુફલરૂપે મને જવલંત જયની વરમાળા વરી. આજે જે મનોરથો મેં દર્શાવ્યાં છે એના મૂળમાં પેલો સંકલ્પ છે. ચાહે તેટલી સંપત્તિ વહાવવી પડે, પણ આ સંકલ્પને એવી રીતે સાકાર કરવો છે કે એ સંસારનું શ્રેષ્ઠ અને સ્મરણીય સર્જન બને....” એ શબ્દોમાં પ્રભુભક્તિના પ્રચંડ ભાવો ઘૂંટાયેલા હતા. હેમાભાઈ મુગ્ધભાવે મોતીશાહની મનઃકામનાને બિરદાવી રહ્યા. અનુમોદનના જલસિંચનથી મોતીશાહના ભવ-વૃક્ષને પલ્લવિત કરતાં કરતાં હેમાભાઈ ત્યાંથી વિદાય થયા.... * * મુંબઈ પહોંચતાની સાથે જ મોતીશાહે “શુભસ્ય શીઘ્રમ્” સૂત્ર અપનાવીને મંદિરનિર્માણની કાર્યવાહી આરંભી. સંપત્તિ સામે તો જોવાનું જ ન હતું. ત્રણ શિખર, ત્રણ ગર્ભગૃહ અને ત્રણ ભૂમિમય વિશાલ જિનાલયનું નિર્માણ મધ્યમાં કરવાની યોજના થઈ. અન્ય પણ અનેક મંદિરોના નિર્ણય થયો. મોતીશાહના આંતરિક ઔદાર્યની જાણ જગતને ત્યારે થઈ કે જ્યારે એમણે એ અન્ય મંદિરો પોતાના મુનીમ વગેરે કર્મચારીઓના નામથી નિર્મિત કરવાનો નિર્ણય કર્યો!! દામ પોતાનાં અને નામ અન્યનાં!!! આવું અનુપમ ઔદાર્ય તો દુનિયામાં દુર્લભ જ હોય ને! - જ્યારે આ મહાકાર્યનું મંડાણ થયું ત્યારે મોતીશાહના જીવનનો સુડતાલીશમો સંવત્સર વ્યતીત થતો હતો. વિજ્ઞાનનો વિકાસ એ કાળે અતિ અલ્પ થયેલ હોવાથી બળદગાડા જેવા સાધનોથી કાર્યો થતાં હતાં. એમાં ય આરસને પર્વતની ઊંચાઈને ચડાવવાનું કાર્ય તો ખૂબ જોખમી અને સમય માંગી લે તેવું હતું. છતાં મોતીશાહે કમર કસીને પોતાની હયાતિમાં જ કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. ૧૧OO કારીગરો અને ૩000 મજૂરોનો જંગી કાફલો આ કાર્યમાં એમણે જોડી દીધો. એ સમયના પ્રસિદ્ધ શિલ્પી રામજી સલાટને આ સમગ્ર સર્જનના સૂત્રધારરૂપે નિયુક્ત કરાયો. મોતીશાહ શેઠના કાબેલ અને કુશલ મુનીમ અમરચંદ, દમણી આ વિરાટ કાર્યનું જાતનિરીક્ષણ રાખતા હતા. સ્વયં મોતીશાહ પણ અવાર-નવાર પાલીતાણા આવીને કાર્યને વેગ આપતા હતા. - જ્યારથી આ નિર્માણકાર્ય શત્રુજ્યગિરિ પર આરંભાયું ત્યારથી મોતીશાહને વ્યાપારમાં અગાઉ કરતા અતિશય ધમધોકાર કમાણી થવા માંડી : જાણે પ્રભુભક્તિના પુણ્યકાર્યનું એ પરિણામ ન હોય!! મોતીશાહનો ઉત્સાહ નિરવધિ બની ગયો. પરમાત્મકૃપાના પ્રભાવે સાંપડેલી એ સંપત્તિ પ્રભુભક્તિના કાર્યમાં યોજાઈ રહી. - કુંતાસરની ઊંડી ખીણને જો માટીથી પૂરીને એના પર મંદિરનિર્માણ થાય તો એ નિર્માણ અલ્પજીવી * --* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy