SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] || જૈન પ્રતિભાદર્શન બાલસૂર્યનાં સોનેરી કિરણો શત્રુતીર્થપતિના મંદિરના સુવર્ણકલશને ચમકાવી રહ્યાં છે. જિનાલયનો એ સુવર્ણકલશ ભાવિક યાત્રિકોના દિલ-દિમાગમાં ભક્તિભાવની મહેક પ્રસરાવી રહ્યો છે. એના દર્શને જાણે સાક્ષાત્ પ્રભુનાં દર્શન થયાં હોય તેમ ભાવિકો અનેરા જોમ-જુસ્સાથી આગેકદમ બઢાવી રહ્યા છે. કીડીયારું ઊભરાય તેમ ભાવિકોની વિરાટ વણઝાર સતત મંદિર તરફ વણથંભી વહી રહી છે. બરાબર એ સમયે અદ્દભૂત (અદબદજી) દાદાની ટૂંક ઉપર ખડા રહેલા બે મહાનુભાવો ગહન વિચારણામાં લીન બની ગયા હતા : એક હતા મુંબઈના શાહસોદાગર શ્રેષ્ઠી મોતીશાહ અને બીજા હતા અમદાવાદના નગરશેઠ હેમાભાઈ. તીર્થાધિરાજ પર બેનમૂન જિનાલયો સર્જવાના મનોરથ મોતીશાહના મનમાં પ્રગટ્યા હતા, કિંતુ એ મનોરથ મૂર્તિમંત થાય એવી વિરાટ ભૂમિના સંપાદનની શક્યતા બન્નેમાંથી કોઈને દેખાતી ન હતી. બે ય મહાનુભાવો આ અંગે જ વિચાર-વિહાર કરી રહ્યા હતા. થોડી મૌન ક્ષણો વીતી, અને મોતીશાહના મનમાં સાવ નવો જ વિચાર સ્ફર્યો. એ વદ્યા : હેમાભાઈ! દાદા આદિનાથની મુખ્ય ટૂંક અને આ અદબદજી દાદાની ટૂંક વચ્ચે રહેલી કુંતાસરની ખીણ બે ય ટુંક વચ્ચે અવરોધરૂપ છે. બસો ફૂટ ઊંડી આ વિરાટ ખીણના કારણે ભાવિકોની યાત્રા કઠિન બની જાય છે. જો ખીણ પૂરીને ભૂમિ સમતલ કરી દેવાય તો યાત્રિકોની યાત્રા સરલ થઈ જાય, અને સાથોસાથ મારી કલ્પનાના મંદિરને યોગ્ય વિશાલ ભૂમિનું પણ સંપાદાન થઈ જાય. આ વિચારણા વાસ્તવની ઘરતી પર અવતરી શકે તો કેવું સરસ, મિત્ર!' હેમાભાઈનાં નયનો વિસ્મયથી વિસ્ફારિત થઈ ગયાં. કારણ કે જે કલ્પના સ્વપ્નમાં શોભે એને સાક્ષાત્કારની સૃષ્ટિ પર અવતરિત કરવી કેટલી ખર્ચાળ છે? એ તેઓ સારી રીતે પિછાણતા હતા. એમણે મોતીશાહને કહ્યું : “શેઠ! તમારા સામર્થની મને જાણ છે. તમારી એક જ વખારનો માલ ખાલી કરી દઈને તમે આ ખીણ પૂરી દેવાનું સામર્થ્ય ધરાવો છો. એથી અશક્યતાનો તો અહીં અવકાશ નથી. કિંતુ પર્વતની આ ટોચની ભૂમિ પર ખીણ પૂરીને બેનમૂન મંદિરો સર્જવામાં સંપત્તિની સેંકડો સરિતાઓ વહાવી દેવી પડશે. તમે એનો અંદાજ વિચાર્યો છે ખરો?’ મોતીશાહનું મુખ મલકી ઉડ્યું, એમની મોતી સમી દંતપંક્તિ ઝળહળી ઊઠી. સ-સ્મિતપણે એ બોલી ઉઠ્યા : “હેમાભાઈ! સંપત્તિ તો સાગર-તરંગ સમી ક્ષણિક છે. ગુરુભગવંતોના મુખેથી પ્રભુ વીરની આ વાણી મેં સાંભળી છે; એટલું જ નહિ જીવનમાં એની શબ્દશ: અનુભૂતિ પણ કરી છે. જીવનની ડાળ પર યૌવનનાં પુષ્પો હજુ બીલી રહ્યાં હતાં ત્યાં જ કાળ-ઝાળ ગરીબીની ગરમી મને આભડી ગઈ હતી. પિતાજી અવનિને અલવિદા કરી ગયા અને દેવાદાર પિતાના પુત્રરૂપે મેં કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે એવો આંશિક અણસાર પણ ન હતો કે કુદરતની કૃપા વરસશે અને હું સીમાતીત સંપત્તિનો સ્વામી થઈશ!! આજે એવી સંતોષપ્રદ સ્થિતિ સર્જાઈ છે કે પિતાજીએ વારસામાં દીધેલ ઋણ દરેકને ચૂકવાઈ ગયું છે અને લાખોથી પણ જેનાં લેખા ન થાય તેવાં વિરાટ દાન મારા હસ્તે થઈ રહ્યાં છે. હું માનું છું કે આ સુખદ સ્થિતિ પરમકૃપાળુ પરમાત્માના પ્રભાવે જ સર્જાઈ છે. એનો સદુપયોગ કરીને જો આવાં પ્રભુભક્તિના સુંદર કાર્યો કરી શકાતાં હોય તો સંપત્તિની સામે જોવાની શી જરૂર, ભલા? એ તો હાથનો મેલ છે. આજે છે ને કાલે નથી. એના દ્વારા થાય તેટલાં પુણ્યકાર્યો કરી લેવાં એ મારું ધ્યેય છે. અને...આ શત્રુજ્યગિરિરાજ પર મંદિરનિર્માણના જે મનોરથો જાગ્યા છે એના મૂળમાં તો મારા જીવનની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy