________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૪૫
નેતા તરીકે કાર્યો કર્યા. તેઓશ્રી સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા અને ભ્રષ્ટાચારના વિરોધી હતા. તેઓ કદી ખોટાં કામો કરતા નહિ અને કરાવતા નહિ. ધાર્મિકક્ષેત્રે તેઓશ્રી છેલ્લા ૧૫ વર્ષથી ““ધર્મધારા'' નામનું માસિક ચલાવે છે. તેઓ તેના માનદ્ મંત્રી છે. ધર્મધારા એ જૈન ધર્મના પ્રતિષ્ઠિત માસિક પૈકીનું
તેઓશ્રી જૈનધર્મ વિષે દેશ-પરદેશમાં પ્રવચનો આપવા જાય છે. ૧૯૮૬માં અમેરિકામાં શિકાગો. લોસ એન્જલિસ, ટેટ્રોઈડ, ન્યૂયોર્ક, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે શહેરોમાં પર્યુષણના વ્યાખ્યાનો આપવા ગયા હતા. ૧૯૯૩માં પણ ફરીથી પર્યુષણના વ્યાખ્યાનો આપવા ગયા હતા. ધર્મધારામાં તેઓ અંતરધારા નામની કટાર લખે છે. અંતરધારાનાં બે પુસ્તકો તેઓએ પ્રગટ કર્યા. તેઓશ્રી માનવતાવાદી વિચારો ધરાવે છે. આજે ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે. અને પ્રવચનો આપવા જાય છે. તેમ જ જૈનશાસનનાં અનેક કાર્યો કરી રહ્યા છે. શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી
શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધીનો જન્મ તા. ૨૩-૭-૩૭ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ જાસૂદબેન છે. તેઓશ્રીને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળ્યા હતા. તેઓ સિવીલ એજીનીયર છે તેમજ અમદાવાદમાં જાણીતા બિલ્ડર્સ તરીકે તેમનો વ્યવસાય છે.
ભારતમાં હજુ સુધી કોઈએ ના કર્યું હોય તેવું ધાર્મિક તપ તેઓએ કરાવ્યું છે. તા. ૭-૯-૮પના રોજ પૂજય આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સામુદાયિક ચોવીશ હજાર સામાયિક મહાકાન્ત બિલ્ડીંગમાં કરાવી હતી તેમજ તા. પ-૧૨-૯૬ના રોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. આ.શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એકલાખ સામાયિકનું વિશિષ્ટ તપ, વાસણા, અમદાવાદમાં કરાવ્યું હતું. - તેઓશ્રીએ શ્રી સમવસરણ મંદિર-પાલિતાણા, શ્રી સરખેજ જૈન દેરાસર, શ્રી થલતેજ જૈન દેરાસર તેમજ શ્રી શાંતિલાલ ભાઈચંદ ગાંધી જૈન ઉપાશ્રયના નિર્માણમાં ઊંડો રસ લીધો છે. તેમજ સારું એવું દાન આપ્યું છે. સાહિત્યક્ષેત્રે તેઓશ્રીએ જિનશાસનની કીર્તિગાથા, ૧૦૮ તીર્થદર્શનાવલિ તેમજ જૈનિઝમ ઉપર અંગ્રેજી પુસ્તકો પ્રગટ કર્યા છે.
તેઓશ્રી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ કે ચેરમેન તરીકે જોડાયેલા છે. (૧) શ્રી ૧૦૮ જૈનતીર્થ દર્શન ભવન-પાલિતાણા, (૨) શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ, (૩) શ્રી સમસ્ત જૈન સેવા સમાજ, (૪) શ્રી ધર્મધૂરંધર ટ્રસ્ટ, (૫) શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર-સરખેજ, (૬) શ્રી ઝાલાવાડ વિશાશ્રીમાળી જૈન સંઘ, (૭) શ્રી ભારત જૈન મહામંડળ, (૮) મહાવીર હાર્ટ ફાઉન્ડેશન-મુંબઈ, (૯) શ્રી મહાવીર જૈન વિદ્યાલય મંદિર, (૧૦) શ્રી શાંતિપ્રભ હોસ્પિટલ પ્રાઈવેટ લિમિટેડ, (૧૧) યુનિવર્સલ હેલ્થ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં અને ધંધાકીય ક્ષેત્રે પણ અનેક કંપનીમાં તેઓ જોડાયેલા છે. દર વર્ષની ઉંમરે. તેઓશ્રી ધર્મના કાર્યોમાં ઊંડો રસ લઈ રહ્યા છે. શ્રી હસમુખભાઈ કસ્તુરચંદ શાહ
શ્રી હસમુખભાઈ કસ્તુરચંદ શાહ ૧૯૫૭માં અભ્યાસ પૂર્ણ કરીને મોટાભાઈ સાથે કાપડના ધંધામાં દાખલ થયા. ૧૯૭૧માં સ્વસ્તિક કોર્પોરેશનના નામથી બાંધકામનું કામકાજ શરૂ કર્યું. તેઓની કંપની
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org