SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૪ ] [ જેને પ્રતિભાદર્શન તે માટે તેઓશ્રીએ અથાગ પ્રયત્ન કર્યો. શ્રી સમસ્ત જૈન સેવા સમાજની સ્થાપના કરી. ચૈત્ર સુદ-૧૩ શ્રી મહાવીર જન્મકલ્યાણકના દિવસે પાંચ વર્ષ સુધી શોભાયાત્રા કાઢી. શ્રી કર્ણાવતી હોસ્પિટલ તથા શ્રી પોખરાજ હોસ્પિટલ સાથે પણ તેઓ જોડાયેલા છે. કેળવણી ક્ષેત્રે તેઓશ્રી રામબલી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી છે. રાજકીય ક્ષેત્રે તેમને સારા સંબંધો કેળવ્યા છે. જેથી તેઓ ગુજરાત સરકાર દ્વારા ગૌવંશ બંધ કરાવી શક્યા છે. તેમજ પર્યુષણ મહાપર્વમાં આઠ દિવસ કતલખાના બંધ કરાવી શક્યા છે. ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીએ સરસ્વતી છાત્રાલયમાં દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. શ્રી નંદાસણ તીર્થમાં ધ્વજારોપણનો લાભ લીધો છે. છાણી તથા સોલામાં ઉપાશ્રયના હોલ માટે દાન આપ્યું છે. તપોવનમાં દવાખાના માટે મોટી રકમનું દાન આપ્યું છે. ૭૦ વર્ષની ઉંમરે તેઓ યુવાનને શરમાવે તેવી રીતે જૈનશાસનનાં કામો કરી રહ્યા છે. જૈનશાસનના કોઈપણ કામ માટે તેઓ સદા તત્પર રહે છે. શ્રી કુમારપાળ દેસાઈ - અમદાવાદથી માંડીને લંડન અને છેક અમેરિકા સુધી જૈન ધર્મના મૂળભૂત અને મૂલ્યવાન વિચારોનો ફેલાવો કરનાર કુમારપાળ દેસાઈએ એમના પ્રવચનો અને પુસ્તકોથી ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. દેશવિદેશમાં ફરીને તેઓએ જૈનધર્મનો ખૂબ જ પ્રચાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી વ્યક્તિ છે. જૈન ધર્મના સૌથી રહસ્યવાદી કવિ આનંદધનજી વિશે મહાનિબંધ લખ્યો છે અને અનેક કોન્ફરન્સમાં જૈન ધર્મ વિશે સંશોધન લેખો રજૂ કર્યા છે. એમના પાંચ પુસ્તકને ભારત સરકારના અને ચાર પુસ્તકને ગુજરાત સરકારનાં પારિતોષિકો એનાયત થયાં છે. “ઓલ ઇન્ડિયા જેસીસ” સંસ્થા દ્વારા “ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા” તરીકે પસંદગી પામેલ કુમારપાળ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તો ગુજરાત સમાચારની “ઇટ અને ઇમારત”, “ઝાકળ બન્યું મોતી' ને જન્મભૂમિની “ગુલાબ અને કંટક' જેવી લોકપ્રિય કોલમના લેખક છે. રમતગમતના નિષ્ણાત તરીકે પણ એમનાં પુસ્તકો ગુજરાતી, અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, પ્રાકૃત વિદ્યા મંડળ અને યશોવિજયે જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે તેઓ અનેકવિધ સેવાઓ આપી રહ્યા છે. તેઓ શ્રી મહાવીર શ્રુતિમંડળ તથા શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે. ડો. મનહરભાઈ સી. શાહ ડૉમનહરભાઈ સી. શાહનો જન્મ તા. ૧૦-૮-૧૯૨૬ના રોજ પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામે થયો હતો. માતુશ્રી લલિતાબેન તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો મળ્યો. તેમના પિતાશ્રી ચંદુભાઈ નાડીવૈદ્ય તરીકે જાણીતા હતા. આયુર્વેદિક દવાના જાણકાર અને અનુભવી હતા. શ્રી મનહરભાઈએ દિલ્હી યુનિવર્સિટીમાંથી આયુર્વેદિક અને એલોપેથિકની ડિગ્રી મેળવી હતી. ૧૯૪૬થી દહેગામમાં પ્રેક્િટસ શરૂ કરી હતી અને આશરે ૫૦ વર્ષ સુધી ડૉકટરી પ્રેક્િટસ કરી. પોતે બે ઘોડાઓ રાખતા હતા અને આજુબાજુનાં ગામોમાં ઘોડા ઉપર બેસીને દર્દીની સારવાર કરવા જતા હતા. રાત કે દિવસ જોયા વગર તેઓ દર્દીઓની સારવાર કરતા હતા. રાજકારણમાં દાખલ થયા. ૧૯૬૭ થી ૧૯૭૨ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા. એક શુદ્ધ રાજકીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy