________________
અભિવાદન ગ્રંથ |
[ ૮૪૩
કલિકુંડ તીર્થના વિકાસમાં સ્વર્ગસ્થનો મહત્ત્વનો ફાળો છે. તેઓશ્રી જીવનની અંતિમ ઘડી સુધી કલિકુંડતીર્થના વિકાસમાં શ્વાસોચ્છવાસ પરોવતા રહ્યા. જીવનના આ શિલ્પીએ અનાસક્ત, નિસ્વાર્થ બનીને મમતાનાં બંધનોથી મુક્ત થઈ સેવાની અનન્ય ઉદાહરણરૂપ “આલેક જગાવી હતી.
ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રીએ કરાવેલ ધોલેરા દહેરાસરનો જીર્ણોદ્ધાર નોંધપાત્ર છે. ઉપરિયાળાજીમાં મોટું દાન આપી તેઓશ્રીએ તેમનાં માતુશ્રી સ્વ. કંકુબાનું નામ જોડ્યું. તેઓશ્રીએ અમદાવાદ પાંજરાપોળ, ભોજનશાળા વિ. માટે મોટું દાન આપી માતુશ્રી સ્વ. કંકુબાનું નામ જોડ્યું. અમદાવાદમાં સ્વ. માતુશ્રી કંકુબાના સ્મરણાર્થે કંકુબા ઉપાશ્રય, કંકુબા ભોજનશાળા, કંકુબા વ્યાખ્યાન હોલ તથા સ્વ. કાકીશ્રી શણગારબા વ્યાખ્યાનહોલ, સ્વ. કંચનબહેન લાયબ્રેરી હોલ, તપોવન સંસ્કારધામ, અખિલ ભારતીય રક્ષકદળ સંસ્થામાં ગુરૂકુળભવન પૈકી “વિનીતા ગુરુકુળભવનમાં માતબર દાન આપ્યું છે. તેઓશ્રીએ અનેક તીર્થ સ્થળોમાં ઉદાર હાથે દાન આપી જૈનશાસનની જે સેવા કરી છે તે તેમની ધાર્મિક અને સાત્ત્વિક વૃત્તિઓનો પરિપાક છે.
સ્વર્ગસ્થશ્રી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપરિયાળા તીર્થ, નવરંગપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ–અમદાવાદમાં મેનેજીંગ ટ્રસ્ટી હતા, સ્વર્ગસ્થશ્રી અમદાવાદ પાંજરાપોળ, ધર્મશાળા, ઝવેરીવાડ આયંબિલશાળા, ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવાસમાજ, શાંતિચંદ્ર સેવાસમાજ, મહાવીર આરાધકમંડળ વગેરે અન્ય સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દે હતા.
સ્વર્ગસ્થ શ્રી જૈનધર્મ અને જૈન સમાજની સેવામાં શ્રદ્ધા રાખી જીવન જીવતા હતા, છતાં પણ માનવસેવા, બહુવિધ સમાજ તરફની ઉદારતા, કણા અને સેવાભાવ દાખવી તેઓ ઉત્તમ સેવાના નિમિત્ત બન્યા હતા. તેઓશ્રીનો શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક સંસ્કારનો વારસો તેમના પરિવારમાં ઊતર્યો છે, જે ઇશ્વરની કૃપાનું સુમધુર ફળ અને સુભગ સમન્વય છે. શ્રી લાલભાઈ દેવચંદ શાહ
શ્રી લાલભાઈ દેવચંદ શાહનો જન્મ તા. ૧-૧૨-૩૦ના રોજ મહેસાણા જિલ્લાના માંકડજ ગામે થયો હતો. માતાનું નામ ડાહીબેન હતું. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમની ૨૩ વર્ષની ઉંમરે પિતાશ્રી દેવચંદભાઈનું અવસાન થયું. તેથી કુટુંબની જવાબદારી એમના માથે આવી. સખત પરિશ્રમ કરી તેઓ ધંધાકીયક્ષેત્રે આગળ આવ્યા. શૂન્યમાંથી સર્જન કર્યું. આજે તેઓ જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાપડના ગુજરાત ખાતેના એજન્ટ છે. તેમ જ પોતાની ટુવાલની ફેક્ટરી ધરાવે છે. - ધાર્મિકક્ષેત્રે તેઓશ્રી મોટાભાગના આચાર્ય ભગવંતોના સંપર્કમાં આવ્યા છે. જૈન ધર્મના અનેક કાર્યક્રમોમાં તેઓશ્રીએ મુખ્ય મહેમાનપદ શોભાવ્યું છે તેમ જ ઉદ્ઘાટન કર્યા છે.
જૈનધર્મની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. (૧) પાલિતાણામાં શ્રી જંબૂઢીપમાં તથા સાબરમતી યાત્રિકભુવનમાં, (૨) શંખેશ્વરમાં શ્રી આગમ મંદિરમાં અને (૩) શ્રી માંગલ્ય સેવા મંડળના તેઓશ્રી વાઈસ ચેરમેન છે.
જૈનધર્મના ચાર ફીરકાઓ–(૧) શ્વેતાંબર (૨) દિગંબર (૩) સ્થાનક્વાસી (૪) તેરાપંથી એ ચારેય ફીરકાઓ ભેગા મળી જૈનશાસનના અનેકવિધ કાર્યક્રમો કરી શકે અને જૈનશાસન પ્રગતિ કરી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org