________________
૮૪૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
હાલમાં અમદાવાદની અગ્રગણ્ય Building construction co. તરીકે જાણીતી છે. ૧૯૭૬થી અમદાવાદની જાણીતી જનરલ કો. ઓ. બેન્કમાં દાખલ થયા. પોતાની આગવી સૂઝથી ૧૯૮૭ સુધી બેંકમાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે વહીવટ સંભાળ્યો, અને બેંકે અમદાવાદમાં આગવું સ્થાન મેળવ્યું. હાલમાં તેઓ બેંકના ચેરમેન તરીકે વહીવટ સંભાળી રહ્યા છે.
તેઓ અમદાવાદમાં સ્થાનકવાસી જૈનસમાજમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તેઓએ સોલામાં તથા નારણપુરામાં મોટા ધર્મસ્થાનક બંધાવ્યાં છે. દરિયાપુરના સંઘના પ્રમુખ છે સાથે સાથે તારાબાઈ આર્યાજી સિદ્ધાંત શાળાના હાલમાં પ્રમુખ છે.
વિકલાંગ દર્દીઓ માટે શ્રી જયપુર ફૂટ એન્ડ લીમ્બ કેમ્પ માટે મોટી રકમનું દાન આપેલ છે. તેઓશ્રી શ્રી મહાવીર સ્મૃતિ મંડળના ટ્રસ્ટી છે, અને તેઓની મોટી રકમના દાનથી શ્રી મહાવીર શ્રુતિ મંડળે ભારતના મુખ્ય જૈનતીર્થોની આર્ટગેલેરી બનાવી છે. તેઓએ અનેક સંસ્થામાં દાન આપ્યું છે. સ્વ. શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રી સી. સી. ગાંધીએ ચિરસ્મરણીય સેવા બજાવી હતી. અમદાવાદ નગરપાલિકાના ડેપ્યુટી મેયર અને મેયર તરીકેની કામગીરી હજી સહુ કોઈ યાદ કરે છે. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં એમણે ભાગ લીધો અને છ મહિનાનો કારાવાસ પણ વેઠ્યો હતો. આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે તેઓએ સક્રિય સેવા આપી હતી. અપંગ, અનાથ અને અંધજનો માટે ચાલતી અનેક સંસ્થાઓમાં તેઓનો સતત સહયોગ રહ્યો હતો. આ જ રીતે શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા, જૈન દશાશ્રીમાળી મંડળ, શેઠ જમનાદાસ ભગુભાઈ ટ્રસ્ટ તેમજ બીજા પંદરેક જેટલા પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટમાં તેઓ માનવંતો હોદ્દો ધરાવતા હતા. જ્યારે આઠ જેટલી મિલો અને પબ્લીક લિમિટેડ કંપનીઓના તેઓ ડાયરેક્ટર હતા. એટલું જ નહીં પણ એમણે ધર્મશાળા, હોસ્પિટલ, અંધજન-કલ્યાણ જેવી અનેકવિધ સંસ્થાઓમાં ઉદાર હાથે સખાવત કરી હતી. તેઓના શુભહસ્તે શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળની સ્થાપના થઈ હતી. આ તેમ જ શ્રી મહાવીર શ્રુતિમંડળ વગેરે સંસ્થાની પ્રવૃત્તિઓમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા. સ્વ. શ્રી આત્મારામ ભોગીલાલ સુતરિયા - અમદાવાદ શહેરની શૈક્ષણિક, ધાર્મિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં શ્રી આત્મારામભાઈ સુતરિયાનું પ્રદાન કદી નહીં ભૂલાય. ૧૯૬૨માં તેઓ મસ્કતી મહાજનના પ્રમુખ હતા અને ન્યૂ ફલોથ માર્કેટનું સ્વપ્ન સાકાર કરનારા તેઓ શિલ્પી હતા. એના આરંભથી વર્ષો સુધી એના સેક્રેટરી તરીકે રહીને આત્મારામભાઈએ માત્ર કાપડ ઉદ્યોગમાં જ નહીં પણ અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સરકારી કમિટિઓમાં પોતાના અનુભવનો લાભ આપ્યો હતો. ૧૯૬૬ થી ૧૯૬૮ દરમિયાન એમણે ઓલ ઇન્ડિયા ક્લોથ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે કામ કર્યું. કેન્દ્ર સરકારે નીમેલી કાપડ અંગેની કમિટિઓમાં એમની નિમણૂંક થયેલી. અમદાવાદની આગવી પાંજરાપોળ સંસ્થાના તેઓ મેનેજીંગ ટ્રસ્ટી હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ ટ્રસ્ટી હતા. મહિપતરામ આશ્રમ, અપંગ માનવસેવા મંડળ, કેન્સર સોસાયટી, ગુજરાત રિસર્સ સોસાયટી, સમાજ સુરક્ષા સમિતિ, સંકટ નિવારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org