SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભરી સુંદર સામગ્રીઓ મોકલતો હતો છતાંય તેવી સાહ્યબીને સલામ ભરી શાલિભદ્રજી સાધુ બન્યા. (૪) કયવના શેઠ તેઓ જ કૃતપુણ્ય કહેવાતા હતા, તેમનું સૌભાગ્ય સૌ માંગે છે પણ સુખસવલતોના સ્વામી બની સુયશ પણ પ્રાપ્ત કરી સ્વાર કલ્યાણ સાધનાર તેઓએ પૂર્વભવમાં કરેલ સાધુ-મહાત્માને દાનનું માહાભ્ય ભાગ્યે જ કોઈ જાણે છે. દાનનાં પાંચ ભૂષણો સાથેનું અન્ન-પાન-વસ્ત્ર-પ્રીતિ-જ્ઞાનદાન વગેરે તો સુવર્ણધાન્યની ખેતી છે, જેનાં ફળો વિવિધ ભાગોનો યોગ છે તેથીય વધીને શ્રેષ્ઠતમ ફળ મોક્ષપ્રાપ્તિ છે. (६) मुहादाई मुहाजीवी दोवि गच्छंति सुग्गइं સ્વાર્થના સંસારમાં સ્વશ્રેયાર્થે નિઃસ્વાર્થભાવે દેવાતું દાન સગતિઓની પરંપરા અને પ્રાંતે મુક્તિ અપાવી દે છે. એષણા વગરના દેનાર અને આકાંક્ષાઓ-અપેક્ષાઓ વગર જીવનારની સુગતિનું કોઈ વારણ ન કરી શકે. (૧) ચક્રવર્તીપણું પ્રાપ્ત કરી ભોગો વચ્ચે પણ અનાસક્ત ભરત મહારાજાને આરીસાભવનમાં જ કેવળજ્ઞાન લાધી ગયું; જેમનો ઇતિહાસ ભૂતકાળના ભવમાં સાધર્મિક સાધુઓની ભોજનભક્તિ કરી દાન સંસ્કારનો વિકાસ હતો. ગૃહસ્થાવસ્થામાં પણ લાખો વરસ ભરતે દાનસત્રો ચલાવી સાધર્મિક ભક્તિ કરી મુક્તિ મેળવી. (૨) ભરતરાજની પાટે આવેલ રાજા દંડવીર્ય તો સૌને જમાડી પછી જમવાની પ્રતિજ્ઞાવાળા હતા. ઇન્દ્ર સંખ્યાબંધ શ્રાવકોની માયા રચી કરેલી પરીક્ષામાં પાર ઊતરી આઠ દિવસના ઉપવાસ સ્વયં કરી દાનના બદલામાં વરદાનરૂપે દિવ્ય ધનુષ્ય-કુંડલ વગેરે મેળવ્યાં. તે જ ગુણ થકી મોક્ષે પણ ગયા. (૩) દુષ્કાળ વખતે દીનદુઃખીઓના બેલી બની જનાર વિમલવાહન રાજા ઉદારતા ગુણોથી તીર્થંકરનામ, બાંધી પ્રભુ સંભવનાથ બન્યા છે. (૪) થાવગ્ગાપુત્રે જ્યારે સંસારત્યાગ કર્યો ત્યારે જે દીક્ષા લે તેના પરિવારના ભરણ-પોષણની સંપૂર્ણ જિમેદારી લઈ લેવાની વિશાળતા દર્શાવનાર વાસુદેવ શ્રીકૃષ્ણ તીર્થંકર થવાના છે. (૫) પોતાના જ લગ્ન નિમિત્તે મૂક-દયાપાત્ર પશુઓનો વધ અટકાવી પ્રાણી માત્રને અભયદાન દઈ સંસારસુખને તિલાંજલી આપી દેનાર પરમાત્મા નેમિનાથને મોક્ષસુખ જ મળી ગયું છે ને? - આવા તો અનેક ઐતિહાસિક નરબંકાઓએ આ દેશના ભવ્ય ભૂતકાળમાં પોતાનાં દયા-દાન વગેરે ગુણો વડે યાદપાત્ર નોંધો ઉમેરી છે, ઇતિહાસ સર્જ્યો છે, અમરગાથાઓ ઉમેરી છે. (७) दत्तं श्रेयांसि संसूते પ્રદત્ત અને પ્રભુક્તમાં મોટું આંતરું છે. દીધેલ શ્રેયમાળા સર્જે છે. ભોગવેલી વિષ્ટા જેવી હેય સ્થિતિનું સર્જન કરે છે. વસતીદાનનું અઢળક પુણ્ય બાંધનાર જીવાત્માઓમાં જયંતી શ્રાવિકા, વંકચૂલ, અવંતિસુકમાલ, કોશા શ્રાવિકાનાં નામ મોખરે છે. શાંતનુ મંત્રીનો વિશાળ પ્રાસાદ જે ચોરાશી હજાર સુવર્ણમુદ્રા ખર્ચે બનાવાયો હતો તે જોઈને પણ વાદિદેવસૂરિજીએ ખુશી ન દર્શાવી ત્યારે ઉપકારી ગુરુની ખુશી માટે સ્વનો સ્વાર્થ ભૂલી ઘરને ઉપાશ્રયરૂપે અનુદાન કરી નાખી ધર્મલાભની કમાણી કરી લીધી. દાનપ્રેમી ભોજરાજને દાન તો જાણે નિત્ય વ્યસન સમું હતું. તિજોરીનું તળિયું દેખાવાની અણી આવી ત્યારે મંત્રીઓએ યુક્તિ કરી દીવાલ ઉપર લખી નાખ્યું ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy