SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૩ ( કારણ બને તો આશ્ચર્ય જેવું નથી. (૨) અભયદાન વડે બન્યા મહાન હૃદયની કણાથી કબૂતરને બાજ પક્ષીથી બચાવવા અભયદાન આપી પોતાની જંધાના માંસથી લઈ સંપૂર્ણ કાયાની માયા મૂકી દેનાર રાજા મેઘરથ દેવોની પરીક્ષામાં તો પાર ઊતરી ગયા જ, પણ તેમનો જીવ ભાવિમાં ચક્રવર્તીના ભોગ તે જ દાનગુણથી પામી સાથોસાથ તીર્થંકરની સમૃદ્ધિ ભોગવી સોળમા શાંતિનાથ પ્રભુ બની ગયો છે. માટે જ કવિઓએ કહ્યું છે કે “દાને દૌલત પામીએ, દાને ક્રોડ કલ્યાણ.” શરણે આવેલ મરણે કેમ જાય તેવી ભાવનામાં ય અહિંસાધર્મનો વાસ છે. (૩) રાજા નરવાહનનો મોક્ષ વરસો પૂર્વે દાનપદ વડે જ લક્ષ્મીની મૂછ ઘટાડી અને અલખ-નિરંજન જેવું અપરિગ્રહપણું વિકસાવી નરવાહન રાજા તો મુક્તિની ભુક્તિ પામી ગયા છે. લે, લે, લે કરનાર કરતાં લો લો લો કરનાર દાતાની સ્થિતિ મેઘની જેવી ઊંચી હતી જ્યારે યાચકવર્ગ સમુદ્રની જેમ વિશાળ છતાંય મેઘથી ઘણો જ નીચો હતો. આ રાજવીનો દાનપ્રેમ એવો હતો કે તેઓ સંપત્તિને હાથનો મેલ માનતા હતા. આમેય કીર્તિ હંમેશાં દાનાનુસારિણી જ હોય છે. લોકપ્રશંસાથી ય પર રહી તેઓ ભવસાગર તરી ગયા. (૪) પ્રભુપૌત્ર શ્રેયાંસકુમારથી પ્રારંભાયેલો દાન-વ્યવહાર. આ ક્ષેત્રની આ જ અવસર્પિણી યુગલિક કાળની સમાપ્તિ પછી પ્રવ્રજ્યા સ્વયં પ્રાપ્ત કરી પ્રથમ યતિ વ્રતધારીનું બિરુદ મેળવનાર આદેશ્વર પ્રભુ ગોચરી માટે ફરતા રહ્યા પણ દાનધર્મ ન જાણતી પ્રજા સુપાત્ર સાધુદાનનું મૂલ્યાંકન ન કરી શકી. તેથી લાગત ચારસો દિવસ જેટલા ઉપવાસ પછી શ્રેયાંસકુમારે જ્યારે ઇશુરસના ઘડા વડે પોતાના દાદા મુનિરાજને પારણું કરાવ્યું ત્યારે આકાશમાંથી “અહો દાનમ્”ની દિવ્ય| ધ્વનિ સાથે વિધવિધ ઉત્તમ દ્રવ્યો વરસી પડ્યાં, સૌને દાન-વ્યવહાર સમજાણો અને પ્રથમ દાતા તરીકે શ્રેયાંસકુમારે પણ આત્મકલ્યાણ સાધ્યું. તે દિવસ પછી આજ લગી સાધુદાનથી અનેક આત્માઓ ભાગ્યવાન બન્યા. (૫) INVEST કરેલું કોઈનુંય WASTE જાય જ નહિ (૧) બળરામ મુનિવર્યને નિર્જન વનમાં વહોરાવી રથકાર તો પાંચમે દેવલોક ગયો જ; પણ અનુમોદનાના બળે હરણ જેવું પ્રાણી ડાળ તૂટતાં મરણ પામી બ્રહ્મદેવલોકે ચાલ્યું ગયું. (૨) નિર્દોષ અડદના બાકુના વહોરાવી જિતશત્રુ રાજવીના પુત્ર મૂળદેવકુમાર વિશાળ રાજ્યલક્ષ્મી પામ્યા. (૩) તેવી જ રીતે દાસી બનેલી દુઃખિયારી વસુમતીનું દાન સ્વીકારી પ્રભુ વીરે તો જાણે તે જ ભવમાં ચંદનબાળાને દાનમાં મોક્ષસુખનું વળતર વાળી આપ્યું. (૪) “પણ ભિક્ષા વહોરાવું' એવા અધ્યવસાય સાથે સીડી ઊતરતાં પગ લપસી જવાથી મરણ પામી કૃષ્ણ શેઠ ગોવાળપુત્ર સંગમ બન્યા, પણ તે જ સંસ્કારમાં શદ્ધિ-વૃદ્ધિ વડે બાળપણમાં જ સાધજીને સંપૂર્ણ ખીર વહોરાવી પછીના ભાવમાં શેઠ શાલિભદ્ર બન્યા. જેમના ઘરે પિતાદેવ ગોભદ્રશેઠનો જીવ દરરોજ ભોગપભોગ માટે ૯૯ પેટીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy