________________
૧૦૨ ]
દાન-ધર્મ પ્રતિભા દર્શન
ઘર્મના ચાર પ્રકાર પ્રભુ વીરે પ્રકાશ્યા તેમાં દાનધર્મ સર્વથી મોખરે ગણાય છે. ગૃહસ્થાવસ્થામાં રહેલ શ્રાવકો-શ્રેષ્ઠિઓ અને અણગારી આલમના શ્રમણો પણ વિવિધ પ્રકારી દાનસરિતાના પ્રવાહમાં ભવસમુદ્ર તરી ગયાનાં જ્વલંત દૃષ્ટાંતો આગમો–શાસ્ત્રો દર્શાવે છે. આગારીઓ સંપત્તિ અને સંતતિનું દાન કરી શકે છે, જ્યારે અણગારો સન્મતિનું. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિત દાન અને કીર્તિદાન એમ પાંચ પ્રકારી દાનમાં પ્રથમના બેથી મોક્ષ અને છેલ્લા ત્રણથી ભોગસુખો મળે છે.
[ જૈન પ્રતિભાદર્શન
‘ધન’ શબ્દ જ્યારે છૂટો પડે તે જ શબ્દ ‘દાન' બની જાય છે, તેમ જ્યારે ઘનની મૂર્છા છૂટે ત્યારે દાનધર્મ સધાય છે. જમણા હાથનું સર્જન (નીતિનો પૈસો) અને બેઉ હાથે વિસર્જન તે નીતિ દાનધર્મની છે, તેથીય વધીને કહેવું છે કે જમણા હાથે કરેલ દાનની ડાબા હાથને પણ ખબર ન પડે તેવું ગુપ્તદાન પ્રકટ સુખ અપાવે છે.
જગડુશા, ભામાશા, પેથડશા, દેદાશા, ઝાંઝણશા ઉપરાંત અનેક દાનવીરોએ દુનિયાને દુઃખ વખતે ત્રણ અપાવી પોતાના જ કલ્યાણની કમાણી કરી લીધી છે. સ્વયં તીર્થંકરો દીક્ષાગ્રહણ પૂર્વે ઘરવાસમાં રહ્યાં છતાં લાગટ એક વરસ સુધી દરરોજ ૧ ક્રોડ અને ૮ લાખ સોનૈયાનું છૂટે હાથે દાન કરતાં એક વરસમાં ૩૮૮ ક્રોડ ૭૦ લાખ મુદ્રા દાનમાં લગાવી દે છે જેનું વજન જ ૪૦ મણવાળુ એક ગાડું હોય તેવાં ૨૨૫ ગાડાંપ્રમાણ=૯૦૦૦ મણ જેટલું થઈ જતું હોય છે. આવા પાછા સાંવત્સરિક દાનમાં અઢળક માત્રા અને વજન પ્રમાણ (૧) ભોજન (૨) વસ્ત્ર (૩) આભૂષણ અને સુવર્ણમુદ્રાઓનો જાણે વરસાદ થાય છે. ધન્ય છે આર્યદેશની આ સંસ્કૃતિને જ્યાંના સંસ્કાર જ ત્યાગ કરી પછી જ ભોગનો યોગ કરવાના છે, માટે જ મહર્ષિઓ કહી ગયા છે —તેન ત્યવત્તેન મૂનિયાઃ ।''
વિત્ત (ધન), ચિત્ત (મન) અને પાત્ર (સ્વીકર્તાજન)નો પ્રકર્ષ સંયોગ તો જવલ્લે જ થાય છે. છતાંય ભૂતથી વર્તમાનની અતીવ લાંબી સફરના અનેક મુસાફરો પૈકી જૈન જગતના ઝળહળતા અમુક દાતાઓનાં ઓવારણાં લઈએ અને અનુમોદના કરીએ તેમની દિલ વિશાળતાની. દરિયા જેવા દૌલત દાતાનાં દિલ Hillથી પણ ઊંચા અને Feelથી Full હોય છે.
(૧) ધન સાર્થવાહનું સુપાત્ર દાન
અસંખ્ય વરસો પૂર્વે થયેલ આ ઘટનાના પાત્ર ધને ચડતા પરિણામે બે મુનિવરોને ઘી વહોરાવી સ્વયંના સુકૃતની સ્વયં રૂડી ને ઊંડી અનુમોદના કરી. તેટલા માત્રથી મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વ સ્પર્શી ગયું અને પછી તો પ્રગતિ પામતો તે જીવાત્મા પરમાત્મા આદિનાથ સુધીની યશોગાથા પામી ગયો. તે જ આત્મા દાનપ્રભાવે પ્રથમ તીર્થંકર ઋષભદેવ બન્યો. સાધુની ભિક્ષાચર્યા પણ ધર્મલાભ સાથે ધનલાભનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org