SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧/૧ અવિવિધક્ષેત્રે પ્રતિભાદર્શન % –ા. પૂ. આ. શ્રી જયઘોષસૂરિજી મ. સા.ના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ (નેમિપ્રેમી) આ જ સાહિત્યસફરમાં સફળ યોગદાન આપી મને પણ જૈન ધર્મનાં ઊંડાં રહસ્યો સુધી લઈ જનારા અનેક સંતશિરોમણિ મહાત્માઓ અને ચિંતનશીલ મુનિવર્યો પૈકી જ એક લેખક, વ્યાખ્યાતા અને તપસ્વી મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીના પુણ્ય પરિચય પછી, અગાઉના અમારા ગ્રંથો પછી હાલમાં પ્રગટ | ચનાર જૈન પ્રતિભાદર્શન ગ્રંચમાં પણ તેઓશ્રીને વિનંતી કરતાં દાન, શીલ, તપ અને ભાવ વગેરે અનેક વિભાગો રચી વિવિધ પ્રકારે પ્રતિભાવંતોનાં દર્શન - તેઓશ્રીની આગવી કલમથી કરાવ્યાં છે. જિનશાસનની આગવી પ્રતિભાના " કરાવેલા સ્પષ્ટ દર્શનમાં એક એક લેખ ભવિષ્યની પેઢીને માટે ઘર્મમાર્ગના ભોમિયા બનવાની ગરજ સારે એવા લખાયેલા છે, વિ. સં. ૨૦૫૪ના તેઓશ્રીના કપડવંજ ચાતુર્માસ દરમ્યાન અથાગ મહેનત લઈ આગમગ્રંથોનું અવલોકન ઉપરાંત વિવિધ માધ્યમો વડે આ સર્જન થઈ શકયું છે. આ ઉપરાંત પણ કુદરતી મળેલ મધુર કંઠમાં તેમના શ્રીમુખે સ્તવનસઝાય સાંભળવા કે ધર્મચર્ચાઓ કરવી તે પણ આનંદનો એક વિષય બને તેમ છે. લબ્ધ-લશ્ય ગણાતા તેઓની સુંદર સંચાલન શક્તિ ઉપરાંત શાસન પ્રભાવક | યોજનશક્તિઓ પણ સવિશેષ જોવા મળેલ. છતાંય તેઓશ્રી તે વચ્ચે પણ | નિરીહતા વધુ પસંદ કરે છે અને તેવી શક્તિઓ અને લબ્ધિઓથી પણ વધુ આત્મશુદ્ધિની પ્રગતિ ઝંખે છે તેમ તેમના નિકટના સંપર્કથી લાગ્યા વગર નહિ રહે. સાહિત્યની દીર્ઘ સફરમાં સૌજન્યતા, સરળતા અને સમજદારીપૂર્વકનો - સહયોગ આપવા બદલ હું પૂજયશ્રીનો ઋણી છું. શાસનદેવને અમારી અભ્યર્થના છે કે તેઓશ્રીનો સંયમમાર્ગ નિષ્કટક બનાવી જિનશાસનની શોભામાં તેમની શક્તિઓ વધારે. આ જ ગ્રંથમાં પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી સ્વ. કંચનબહેન શાંતિલાલ શાહનું કિજીવનકવન પણ એક સંસ્કારદાત્રી માતાનું મહત્ત્વ પણ સહજમાં સમજાય તેમ છે. -સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy