SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૫ “બાપ ઘનં રહેત”, જવાબમાં રાજાએ લખ્યું “હતાં ૩ર માપઃ'. મંત્રીએ ફરી ઉમેર્યું “સવિત યુવેર માથ” તો તેનો વળતો જવાબ રાજા ભોજે વાળ્યો “વિમેવ વિનશ્યતિ'. દાતાઓના દાનપ્રવાહમાં લોકો વાહ-વાહ પોકારી જાય તેવા પરાર્થોમીમાં ભોજરાજાનો ઉલ્લેખ થાય છે. - શ્રીપાળ શેઠે પોતાના પુત્ર ઉદય પાસે મહારાણીનો હાર ચોરાવી તેના દંડરૂપે સાડાત્રણ લાખ દ્રવ્યની ભરપાઈ કરી ચતુરાઈથી સિદ્ધરાજ જયસિંહને મદદ કરીને માલવપતિના યુદ્ધ વખતે ખાલી થઈ ગયેલા રાજકોષને ભરાવી આપ્યો. યેન કેન પ્રકારેણ દાન દેવાની લાલચ પૂરી કરી. સ્વયં કલિકાળસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય શ્રેષ્ઠિના દાનગુણની પ્રશંસા કરી હતી. (૮) “સંવિમાની હું તરૂં મોવવો” જે છે તેમાંથી પણ કંઈક આપી દેનાર પરમાત્મા વીરના શાસનમાં પ્રભુ વીરના અર્ધવસ્ત્ર દાનનું ઉદાહરણ આંખ સમક્ષ રાખી “અતિથિ દેવો ભવ'ની સંસ્કૃતિના હિમાયતી અનેક પુરુષો પાકી ગયા છે, જેમનાં નામ-કામ કે યશકીર્તિ પાછળના ઇતિહાસમાં તેમના થકી થયેલ EMOTION યુક્ત DONATION મુખ્ય હેતુ છે. આગલા ભવમાં યજ્ઞકર્તા બ્રાહ્મણનો એ નોકર બધાયના જમી લીધા પછી વધેલું જ વાપરતો હતો; જેમાંથી પણ સંવિભાગ કરી સાધુઓને ભિક્ષા આપી દેવલોકે ગયો. ત્યાંથી વળી એવી શ્રેણિકપુત્ર નંદીષેણ બન્યો; જ્યારે યજ્ઞકર્તા બ્રાહ્મણ મનના મેલને કારણે ભવ હારી ગયો. કોઢરોગથી વ્યાપ્ત દેહવાળા સાધુની પરિચર્યા માટે પોતાની દુકાનમાંથી ઉપયોગી કિંમતી રત્નકંબલ તથા બાવનાચંદન આપી વ્યાપારીઓ તે જ ભવે મોક્ષે ગયા. વિક્રમની ચૌદમી સદીના કચ્છના જગડુશાએ દુષ્કાળ વખતે લાગટ ત્રણ વરસ દાનશાળાઓ ચલાવી પોતાનાં ધન-ધાન્ય પ્રજા માટે વાપરી નાખી વિશળદેવની લાજ રાખી અને પાટણની દુષ્કાળદશા અટકાવી. પરીક્ષા કરવા આવેલ રાજાના હાથને ઓળખી દાનમાં રન આપી દીધું. વસ્તુપાળ-તેજપાળના ઘરે દરરોજ પાંચસો સાધુ-સાધ્વીઓ તથા પંદરસો સંન્યાસીઓ વગેરેને દાન અપાતું. કયારેક તો અનુપમાદેવી સ્વયં ભાવભક્તિ કરતાં હતાં. અઢી લાખ જાત્રાળુઓના સંઘપતિ તરીકે રહેલા ઝાંઝણ શેઠે સારંગદેવના મર્યાદિત આમંત્રણનો અસ્વીકાર કરી પાંચ દિવસ સુધી સંપૂર્ણ ગુજરાતને જમાડી આનંદ લીધો હતો. માંડવગઢના મંત્રીશ્વર પેથડશા રાજદરબારે પાલખીમાં જતા પણ સામે સાધર્મિક મળે તો ઊતરી જઈ પોતાના ઘરે મોકલતા અને તેમની માતા ચરણ પખાલી ભક્તિ કરતી હતી. આભૂ શેઠે ૩૨ છોડનું ઉજમણું કર્યું ત્યારે અનેક સાધર્મિકોને ગુપ્ત દાન કરી સાચવી લીધા હતા. આવા ગુપ્ત દાનનાં લેખાંજોખાં તો ઇતિહાસ પણ ગુપ્ત જ રાખ્યાં છે. દેદાશાહે પોતાની સઘળીય સંપત્તિ તીર્થપતિ પરમાત્માના શરણે ધરી દઈ અપરિગ્રહનો નિયમ કર્યો, પુત્ર પેથડને ફક્ત સુવર્ણસિદ્ધિનો મંત્ર આપ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy