________________
૧૦૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
(૯) “ધર્મસ્થાપિર્વ તાન” વાર્ષિક દાનથી જગતોપકાર કર્યા પછી જ શીલબળથી સંયમ સાચવી તપ વડે કર્મો ખપાવી ભાવધર્મની સ્પર્શના કરી તીર્થકરો પણ કેવળજ્ઞાન મેળવે છે. માટે જ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ પદે દાનધર્મ ગણાય છે. ધનનું દાન કરી દાતા ધન્ય બને છે. ધાન્ય વગેરે તો તેની પાસે અખૂટ બની રહે છે, પણ ધનની મૂછનો ત્યાગ કરનાર જ ખરો દાનવીર છે. તેથી જ સાધુઓ ધનહીન છતાંય સમષ્ટિને વિધવિધ પ્રકારે દાન આપી દાનગંગાને વહેતી રાખે છે.
જેમકે પ્રભુ વિરે માતાની કુલિમાં જનેતાને શાંતિનું દાન, પિતાને વર્ધમાન સંપત્તિનું દાન, યુવાવસ્થામાં વરસીદાન, દીક્ષા પછી બ્રાહ્મણને વસ્ત્રદાન, ચંડકૌશિકને સ્વર્ગદાન, અર્જુન માળીને મોક્ષદાન, ગૌશાળાને સમ્યત્વ દાન, સંગમને અશ્રુદાન, સિંહઅણગારીને સંમતિદાન, શ્રેણિકાદિને તો તીર્થંકરપદ દાન, ગૌતમાદિને જ્ઞાનદાન આપી વિવિધ દાનનાં સ્વરૂપ સૌને સમજાવ્યાં. ચક્રવર્તીઓ પણ પ્રતિદિન પ્રભાતે વિહરમાન જિનેશ્વરની સ્થિતિ-સ્થાને જણાવનારને ઉચિત દાન દે છે.
જીવંતસ્વામીની પ્રતિમા પ્રતિ ભક્તિભાવથી ઉદયન રાજાએ પોતાની માલિકીનાં ગામો આપી દઈ પછી સંયમનો સ્વીકાર કર્યો હતો. પુણિયા શ્રાવકના સામાયિક સાથે સાધર્મિક ભક્તિરૂપી દાન પ્રકારની પ્રશંસા સ્વયં પ્રભુ વીરે દેશના સમયે કરી હતી.
(૧૦) “નયા નિનશાસનમ્" અબજો કે અસંખ્ય વરસોનો ઇતિહાસ જ્યારે જ્ઞાનીઓ પાસેથી જાણીએ-માણીએ છીએ ત્યારે જૈનશાસનના જય-જયકાર' તથા જગત સમગ્રમાં શિરમોરની ખ્યાતિનાં મૂળ કારણોમાં ગૃહસ્થો દ્વારા વહેતા દાનપ્રવાહની સત્ય ઘટનાઓથી સરભર ભૂમિકાઓ જોવા મળે છે. જો કે ગુપ્તદાન જેવું શ્રેષ્ઠ દાન નથી, છતાંય જ્યાં જ્યાં પણ દાતાઓની નામાવલિ કે ભક્તિઓ જોવા મળે છે તે તે વાંચીને પણ અનેકોને સ્વયં સ્કુરણા થતી રહે છે અને ઉછામણી કે બોલીઓની સ્પર્ધા વડે પણ દાન દેવાની પડાપડી આજેય જોવા મળે છે. આજના દિવસે અનેક આત્માઓ પએરણા વગર જ ચોક્કસ લક્ષ્યો સાથે વિવિધ પ્રકારે દાન કરી શાસન-પ્રભાવના, તીર્થ-ખ્યાતિ તથા નિરાશ્રિતોને સહાય કરવામાં નિમિત્ત બને છે.
સવચંદ શેઠ અને સોમચંદ શેઠની મીઠી તકરાર સિદ્ધાચલજી ઉપરની ઉત્તુંગ એવી “સવા-સોમાની ટૂક તરીકે પ્રસિદ્ધિ પામી છે. શ્રીમંત પુત્રવધૂ હસુમતી ભાવસારની મદદથી પ્રગતિ પામી ઉદો શ્રાવક ઉદયન મંત્રી બની ગયો હતો. મોતીશા શેઠ દ્વારા મરણ પૂર્વે જ એક લાખ દ્રવ્ય પ્રમાણ લેણું માંડવાળ કરાવવું, શેઠ માણેકલાલ ચુનીલાલ દ્વારા પ્રતિમાની ચોરી કરનારને જ ગુપ્તદાન કરી ધર્મ પમાડવાની ઘટના તાજી જ છે.
આ ઉપરાંત પણ કર્ણ જેવા વચનદાતા, માઘ કવિ જેવા દાન-વ્યસનીઓ, સંત એકનાથ જેવા ધનના ગરીબ પણ મનના ઉદાર પુરુષો પણ આદેશના દાનધર્મની છાયામાં ખ્યાતિ-પ્રખ્યાતિ પામેલા છે. જિનશાસનમાં વિશિષ્ટ પ્રતિભાના દર્શન કરાવતા પુણ્યપુરુષોના પાર્શ્વના કે વર્તમાનના ઇતિહાસમાં દાનગુણની ગરિમા વડે જ શાસનનું ગૌરવ વધારનાર વધારે સંખ્યામાં જોવા-જાણવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org