________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૭
बंध मुठ्ठी कर आया था वह, और बिद्दाइ हथेली चला गया। जो खा गया सो खो गया, दे गया वह ले गया ।
અનેક પ્રકારી દાન જાણી, ધર્મ ભાવે જે કરે સ્વીકાર, માન મૂકી જો દાન કરે, થાય તેનો તો જયજયકાર.
બ્રહ્મચર્ય પ્રતિભાદર્શન
- બ્રહ્મચર્યપ્રેમ એટલે પરમ બ્રહ્મ તત્ત્વ પ્રાપ્તિનો પ્રેમ. આ વ્રતની માત્ર અભિલાષા પણ જ્યાં સંસારશોષણનું કારણ બને ત્યાં આચરણ તે તો મુક્તિની મંગલ માળનું પહેરણ બને તેમાં આશ્ચર્ય શું? ચતુર્થ વ્રતની નવ વાડોથી નિર્મળ જેનો સદાચાર–સંયમચાર તે તો ભવપાર થવાનો શ્રેષ્ઠ માર્ગ. જગત સંપૂર્ણમાં દીવા જેવું વ્રત જેમણે ઈચ્છયું, લીધું ને પાળ્યું તેના સઘળા મનોરથો સિદ્ધ થયા ને વ્રતી સ્વયં પણ સિદ્ધ થયા. “અણોરપાર સંસારમાંથી વિસ્તાર કરાવ્યા વગર ન જંપે તો તે છે સર્વશુદ્ધ શીલવ્રત. જૈન જગતની જ્વલંત પ્રતિભાઓનો પુણ્યપરિચય પણ વ્રત શિરોમણિ શીયળ વ્રતનો પ્રભાવ-પ્રતાપ જાણવા-માણવા ખાસ જરૂરી ગણાય, તેમાંનાં વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોનો સુખદ પણ સંક્ષેપપરિચય આ રહ્યો–
(૧) નેમ અને રાજુલની જીવંત પ્રતિભા લાગલગાટ નવ ભવ પતિ-પત્ની, દેવ-મિત્ર વગેરેના ભવખેલમાં પણ શીલવ્રતને પ્રધાન રાખી, પ્રગતિ સાધી છેલ્લા ભવે મૂક પશુઓની દુઃખ-દશા દેખી પોતાના લગ્નજીવનના સુખનું જ બલિદાન દઈ નેમકુમાર તો તીર્થકરોની સર્વશ્રેષ્ઠ પદવી પામ્યા; પણ સાથે વ્રત-પ્રભાવે જ રાજુલ પણ તેઓશ્રીના શ્રીહસ્તે દીક્ષિત બની તેમનાથી પણ વહેલા મુક્તિમહેલના મંગળ દ્વારને આંબી ગયાં. સંસારસુખની ભક્તિથી જે વિમુખ થાય તેની મુક્તિ અટકાવી પણ કોણ શકે?
. (ર) વિજય શેઠ શેઠાણી વિજયા– ને કુદરતે કૃષ્ણ-શુકલ પક્ષના વ્રત સાથે મિલન કરાવ્યું, પણ લગ્ન થયા પછી થયેલ ઘટસ્ફોને પણ સહજ સમજી તે યુગલે ભર્તા ને ભાર્યા કરતાં પણ ભાઈ-ભગિનીની જેમ જીવવું વધુ પસંદ કર્યું. સ્વયં વિમળ કેવળી થકી જિનદાસ શ્રાવકને માહિતી મળતાં આદર્શ શ્રાવક-શ્રાવિકાને ઘેર આમંત્રિત કરી, જમાડી ચોરાશી હજાર સાધુદાનનું ફળ મેળવ્યું. કચ્છદેશના વાસી બેઉએ તે જ ભવમાં દીક્ષા લીધી અને તે જ ભવમાં સાધનાઓ કરી મોક્ષ સુધીનાં લક્ષ્યો સર કરી લીધાં. કેવળીએ તેવી દંપતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org