________________
૧૦૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
જમાડવામાં ચોરાશી હજાર સુસાધુદાનના પુણ્યની કમાણી કરી હતી.
(૩) સતી સીતા સામે વ્રતી રાવણ દશાનન દ્વારા અપહરણ કરાયેલ સીતાએ સ્વયંની શીલમર્યાદા અખંડ રાખી. સામે રાવણે તેને મનાવવા ધરાર પ્રયત્નો નિષ્ફળ જતાં જાણ્યા છતાંય પોતાના પરસ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ અબ્રહ્મવર્જનના અભિગ્રહને અખંડ ટકાવી, માનદશાનું મૃત્યુ જરૂર વહોરી લીધું; પણ દર્પ કરતાં કંદર્પને હાલો કરી નિયમભંગ ન જ કર્યો. મનનું સંયમન પરાણે પણ થાય તોય પરાણે પણ ભવસંસાર ટૂંકો થાય તેનું સચોટ ઉદાહરણ આથી બીજું શું?
(૪) જંબૂકુમારની જબ્બર પ્રગતિ પૂર્વ ભવમાં પ્રવ્રયા પછી પાછા સાંસારિક પત્નીના વ્યામોહમાં અટવાઈ સાધુતા ગુમાવી, તે પછીના ભવમાં ચારિત્રમોહનીય કર્મનો ઉદય અને દીક્ષાની ઝંખનામાં જ મૃત્યુ છતાય સંયમવિરાધનાના વિપાકરૂપે સંયમની અપ્રાપ્તિ, તે પછીના ભવમાં દેવતાઈ અવતારમાં પણ વિલાસ-વિમુખદશા અને ભવગતિ પછી પ્રગતિ સાધતાં દેવલોકની દેવીઓ સાથે આવી જંબૂકુમાર નામે જન્મ લઈ સાવ કિશોરાવસ્થામાં જ માતાપિતાના અત્યાગ્રહથી ક્રોડાધિપતિઓની આઠ-આઠ કન્યાઓને ફક્ત એક રાત્રિ માટે પરણી, ચોરોને પણ પ્રતિબોધી, માતા-પિતા, સાસુ-સસરાઓની સાથે સામટી પર૭ની સંખ્યામાં દીક્ષા–વ્રતના દેઢ પ્રતાપે તે જ ભવમાં ચરમ કેવળી બની શિવસુખના સ્વામી બની ઇતિહાસમાં નામ નોંધાવી ગયા. સ્વવધૂના સુખને છોડી-તરછોડી મુક્તિવધૂને વરી જનાર આવાં ઉદાહરણો ઘણાં જ ઓછાં.
(૫) નવ નારદોનો વિચિત્ર વ્યવહાર છતાંય બ્રહ્મવ્રત પ્રતાપે મોક્ષ. જેમના જીવનમાં અન્યને કલહ કરાવી પોતાનો સ્વાર્થ સાધવાના ગણિતો મુખ્ય હતાં, તેથી જ દ્રૌપદીના અપમાનનો બદલો લઈ શ્રીકૃષ્ણને પણ કલહ-ટંટામાં અટવી નાખનાર નારદ જેવા ઠીક નવની સંખ્યામાં વિશિષ્ટ પુરુષો ફક્ત જીવનમાં દઢ કરેલ બ્રહ્મચર્યના પ્રતાપે મોક્ષ સુધીની ઊંચાઈ આંબી જાય છે, તે વ્રતનો જ પ્રભાવ છે. નવ નારદો પણ ત્રેસઠ ઉત્તમ પુરુષો પછીના શ્રેષ્ઠ પુરુષો ગણાય છે, તેમાં તેમના વ્રતનો પ્રતાપ છે.
(૬) સોળ સતીઓની સફળ સાધના અનેક પ્રકારી માનવીય અથવા દેવતાઈ ઉપસર્ગો વચ્ચે પણ અડોલ મનોબળ દાખવી અબળા ગણાતી નારીઓએ સબળા બની જે સામનો કર્યો છે તેમાં તેમની ખુમારીના મૂળ પાયા શીલવ્રતને આભારી છે. ઉપરાંત બ્રાહ્મી-સુંદરીથી લઈ સુલતા-ચંદનબાળાના કાળ સુધીનાં નારીપાત્રોમાં કોઈએ આબાલ બ્રહ્મચારિણી બની ઉન્નતિ સાધી છે, કોઈએ એક પતિવ્રતના પ્રતાપે, કોઈએ દેવલોકે જઈ આગામી નિકટ ભાવિમાં મોક્ષ સાધવાનો છે તો કોઈએ તો તે જ ભવમાં બ્રહ્મવ્રત પ્રતાપે મોક્ષ મેળવી લીધો છે. જૈન કથાનકો આ સત્ય પાત્રોની પાત્રતાનો પરમ-ગરમ વિકાસ પૂર્વે પણ અટક્યો ન હતો અને ભાવિની શીલવાન નારીઓની ગતિ-પ્રગતિ કોઈ અટકાવી શકે તેમ નથી. માટે જ ભરફેસરની સઝાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org