SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૯ ( વિવિધ નારી પાત્રોને પણ પ્રતિષ્ઠા પ્રદાન કરતી ઉક્તિઓ સર્જાણી છે. (૭) શીલમતીઓના સવિશેષ જીવંત પ્રસંગો (૧) ઉગ્રસેન રાજાની રાજપુત્રી રાજુલની શીલભાવના સમજવામાં સંસારી અવસ્થાના દિયર રથનેમિ ઊણા ઊતર્યા તો સંસાર-ત્યાગ કરી રાજુલે રથનેમિ મુનિને બ્રહ્મજ્ઞાન કરાવી દીધું. ગુફામાં અંધકાર હતો પણ જ્ઞાન-પ્રકાશ થતાં મુનિ તત્ત્વ પામી ગયા ને રાજુલ તો નેમિનાથની પૂર્વે જ મુક્તિ પામી ગયાં. (૨) શીલપ્રભાવે છેદાયેલાં અંગો જેનાં ફરી નવાં થયાં, તે જંગલમાં રાજા વડે તજી દેવાયેલી સતી કલાવતી હતી. (૩) શીલવતીએ શીલનું રક્ષણ કરવા રાજાના ચાર પ્રધાનો સાથે માયા રમી લીધી, છેતરપિંડી કરી વ્રતરક્ષા કરી હતી. (૪) તેવી જ રીતે નર્મદાસુંદરીએ વ્રતરક્ષણ કાજે ડહાપણભર્યું પગલું લેતાં ગાંડપણનું નાટક આબાદ પાર ઉતાર્યું હતું. (૫) સીતાના શીલપ્રભાવે અગ્નિનું પાણીમાં પરાવર્તન, સુભદ્રાની દઢ ટેકથી ચંપાનગરીના ત્રણ દરવાજા સહજમાં ઊઘડી જવા, અંબિકા સતી દ્વારા શુભંકર-વિશંકર પુત્રોની પ્યાસ બુઝાવવા ભૂમિ ખોદતાં જલ હાજર થવું, કામાધીન રાજાનું તારા સતી પાસે જતાં જ થંભી જવું, બુદ્ધિબળે રાજા, મંત્રી, પુરોહિત તથા નગરશેઠને એક રાત્રિમાં જ ઘરની મંજૂષામાં પૂરી દઈ જયસુંદરી દ્વારા શીલરક્ષા, મદનરેખા મેળવવા મણિરથ દ્વારા ભાઈ યુગબાહુની હત્યા અને તરત પછી સર્પદંશથી મણિરથનું પણ મૃત્યુ વગેરે અપૂર્વ ઘટનાઓમાં દેવતાઈ ચમત્કારો, શીલ-પ્રભાવક ઘટનાઓ અને મોક્ષ કે સ્વર્ગગતિની સફર સાવ સાહજિક બની છે. (૮) શીલવાન પુરુષોના જીવન પ્રસંગો (૧) બ્રહ્મચર્યપદની આરાધના થકી ચંદ્રવર્મ રાજા મોક્ષગતિ પામી ગયો. વીસ સ્થાનક વિધિ તપમાં આ એક જ સ્થાનક તેમના તારણનું કારણ બન્યું હતું. (૨) તીર્થંકરની માતા-પિતાના અલગ શયનખંડની વાત કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ગુરુમુખે સાંભળતાં જ દેદાશાહે ચતુર્થ વ્રત ઉચ્ચરી લીધું, ને પેઢી દર પેઢી તે વારસો ચાલ્યો, જેથી પૂર્વજોની જેમ પરંપરા પણ સદાચારી પાકી. (૩) સાધર્મિકની કામળી સ્વીકારવા ૩૨ વરસની ભર યુવાનીમાં સજોડે બ્રહ્મચર્ય, અખંડ પાલન અને તેના પ્રતાપે તે જ કામળી થકી રાણીનો તથા અનેકોનો જવાહરણ-રોગહરણ અને છેવટે હાથી જેવા તિર્યંચને પણ કામળી ઓઢાડતાં સ્વસ્થતા જે પ્રાપ્ત થઈ તેમાં પેથડશાહની બ્રહ્મચર્યનિષ્ઠા મુખ્ય છે. (૪) એકસો એકોત્તેર વર્ષની જૈફ વયે કુરુક્ષેત્રના યુદ્ધમાં સેનાપતિપદ સંભાળી આબાલ બ્રહ્મચારી ભીખે વાસુદેવ કૃષ્ણની પીતાંબરગાંઠ ઢીલી કરાવી દીધી; જે બાંધવા બે હાથ ભેગા થઈ શકે તેટલો સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy