SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન s પણ યુદ્ધ દરમ્યાન ન આપી બ્રહ્મચર્યની તાકાત દેખાડી દીધી અને છ-છ માસ બાણોની શય્યા ઉપર જ સંથારો કરી ઇચ્છામૃત્યુ મેળવી લીધું. (૫) સુંદરીએ ભરતની સાથે લગ્ન ન કરવા લાગટ સાઠ હજાર વરસનાં આયંબિલ કરી દેહરૂપ શોષી નાખ્યું. તે જોતાં જ ચક્રવર્તી બનેલ ભરતને પણ બ્રહ્મજ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય વધી ગયો ને અંતે કેવળી પણ બન્યા. (૯) જૈનમાર્ગી અજૈન બ્રહ્મચારી ગૃહસ્થો (૧) શ્રીમદ્ રાજચંદ્રની ચિતનશૈલીના ચાહક ગાંધીજીને બ્રહ્મચર્યપ્રેમ જાગ્યો, વિકસ્યો ને ટક્યો તેમાં જૈન સાધુ પાસે અપાવેલી માતાની પ્રતિજ્ઞાઓ હતી. (૨) રામકૃષ્ણ પરમહંસ તથા શારદામણિ દેવીનો યોગ પતિ-પત્નીરૂપે બંગાળમાં થયો. ઉમ્ર વચ્ચે ખાસ્સે અંતરૂ પણ લગ્ન પછી પણ બ્રહ્મચર્યવ્રત પાળી દેવી કાલિના ચમત્કારોના અનુભવો કર્યા. (૩) માયકાંગલા દેહધારી પોલીસ કોન્સ્ટબલના પુત્ર રામમૂર્તિએ બ્રહ્મચર્યસાધના દ્વારા શરીર સશક્ત બનાવ્યું ને દોઢસો મણ વજન સુધીની વસ્તુઓ ઉપાડવા, હલાવવા, ખેંચવાની સિદ્ધિઓ દેખાડી દીધી. (૪) મહાત્મા ગાંધીની જેમ બ્રહ્મચર્યગુણથી જ શિવાજીએ મહારાષ્ટ્રની, સ્વામી વિવેકાનંદે આર્ય પ્રજાની, દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની, ભગતસિંહે સ્વતંત્રતાની, શંકરાચાર્યે હિન્દુના વેદધર્મની ખૂબ રક્ષા કરી છે. (૫) મોહાંધ રાણાને હાડી રાણી દ્વારા થયેલ બોધ, મીનળદેવી દ્વારા કર્ણદેવની વાસનાનું શમન, બંગાળી સંત અશ્વિનીકુમાર દત્તની સજોડે બ્રહ્મચર્યસાધના દ્વારા ધર્મપ્રચાર, સહજાનંદ બ્રહ્મચારી દ્વારા હિન્દુ ધર્મમાં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના, બ્રહ્મચારી લોચનદાસની આત્મસાધના, ઉપગુપ્ત દ્વારા વાસવદત્તાને બોધ, કોશા વેશ્યા દ્વારા રથિકને પ્રતિબોધ વગેરે ઘટનામાં બ્રહ્મચર્યશક્તિની બોલબાલા જ પ્રધાન છે. (૧૦) ઉપસંહાર કંદર્પ ઉપર કાબૂ મેળવનાર મહાપુરુષો પણ દર્પના સર્પથી ડસાય છે અને કમોતનું મોત રાવણની જેમ વહોરી લે છે, તેથી વિરુદ્ધ બ્રહ્મચર્યપ્રેમીઓ સ્વસાધના તરફ સ્વશક્તિને વાળે તો તે જ વ્રતગુણ મુક્તિનાં સુખ પણ બક્ષી દે છે. જૈન ધર્મમાં વ્રતરક્ષાના સબળ અને સફળ ઉપાયો જે દર્શાવ્યા છે તેનું અક્ષરશ: પાલન = કર્મોનું ક્ષાલન અને શાશ્વત સુખમાં મહાલન. નૈષ્ઠિક કે નૈસર્ગિક બ્રહ્મચારીઓનું ચિતવેલું પણ ફળે છે, જ્યારે ઉગ્ર તપસ્વી બોલે ત્યારે ફળે છે. છતાંય બ્રહ્મચર્યને પણ ઘોર ને ગૂઢ તપની ઉપમા આપતાં મહર્ષિઓ જણાવે છે કે તવેલું વા ૪૫ વફર | “કામની દવા શુભ કામ છે, બીજી-ત્રીજીનું નહિ રે કામ; રમા-રામાની રખડપટ્ટી, છોડે તો મળે આતમરામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy