________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૧
( તપસ્યા પ્રતિભા-દર્શન )
કર્મ તપાવે ચીકણાં, ભાવમંગલ તપ જાણ;
પચાસ લબ્ધિ ઊપજે, જય જય તપ ગુણખાણ... આત્માનો સ્વાભાવિક ઘર્મ છે અણાહારીપણું, પણ જ્યાં સુધી દેહની કેદમાં િજીવાત્મા પુરાયેલો છે ત્યાં સુધી આહાર રૂપી ભાડું આપી ગૃદ્ધિ તરફ ગતિ કરતી,
ગદર્ભ જેવી કાયા સાથે માયા કરી લઈ તે જ શરીર પાસે પાછું ધર્મારાધના રૂપી. કામ કઢાવી લેવાનું કૌશલ યોગી પુરુષો જાણે છે. જૈન ઘર્મની ઐતિહાસિક સૃષ્ટિ તરફ દષ્ટિ નાખતાં જ થયેલા તપસ્વીઓ, ત્યાગીઓ અને તેજસ્વીઓથી તરબતર, ભૂતકાળ ભાસે છે. તપને તો “સર્વ મંગળમાં પહેલું મંગળ' કહી તેના છે બાહ્ય અને છ અત્યંતર પ્રકાર દર્શાવી જિનેશ્વરોએ તો કમાલ કરી નાંખી છે. ભાવ તપથી તો ભવ રૂપી વિકાર જ શિકાર બની જાય છે. જે માટે શાસ્ત્ર તો ફરમાવે છે કે,
એ “કર્મ તપે તપયોગથી, તપચી જાય વિકાર; ભાવમંગલ તપ જિન કહે, શિવસુખનો દાતાર.” જૈન ઘર્મમાં જે પ્રમાણે તપની વ્યાખ્યાનું ઊંડાણમાં ખેડાણ છે - તેવું તપનું વિશ્લેષીકરણ તો દુનિયાના કોઈ ઘર્મમાં જોવા નથી મળતું, અને તે જ દિ ભવે નિશ્ચિત મુક્તિના જાણનારા તીર્થંકરો પણ કેવળી બન્યા પછી છેક જીવનના
છેવાડા સુધી તપનું આચરણ અખંડ રાખે છે. નિર્વાણ પૂર્વે પણ ઉપવાસાદિથી લઈ માસક્ષમણ જેવા ઉગ્ર તપનું આલંબન હોય છે.
જિનશાસનમાં આઠ પ્રભાવકો કહ્યા તેમાં તપસ્વી પણ શાસન પ્રભાવક છે. કહેવાય છે. વિગઈયુક્ત તપ શત્રુનું ઘર, આયંબિલ તપ મિત્રનું અને ઉપવાસાદિ આ તો ઘરનું ઘર (પોતાનું) કહેવાય છે. પ્રસ્તુત લેખ ૯ તત્ત્વો પૈકી નિર્જરા નામના
તત્વના ઉપષ્ટભક તપ’ ધર્મની પ્રતિભા પ્રગટાવી જનાર પુણ્યાત્માઓની યાદમાં તે છે, જેઓ ગૃહસ્થ-દેશવિરતિવાળાં છતાંય તપસ્યા દ્વારા મુક્તિ-વિરક્તિ અથવા પ્રગતિની ગતિ પામી ગયા હતાપામી રહ્યા છે
(૧) ચંદ્ર રાજર્ષિની તપોગાથા જંબુદ્વીપના આ ભરતક્ષેત્રની ગઈ ચોવીશીમાં બીજા તીર્થંકર નિર્વાણી પ્રભુ થઈ ગયા. તેમના શાસનકાળમાં ચંદ્ર નામે રાજા થયા. તેમના આયુષ્યના ૧૫૫ વરસમાં ૧૨ વરસની કુમારાવસ્થા પછી લાગેટ સો વરસ રાજ્યનું પાલન કર્યું, પછી દીક્ષા લઈ ફક્ત આઠ વરસમાં તો તપના પ્રભાવે કેવળી બની ગયા ને બાકીનાં ૩૫ વરસ કેવળી તરીકે વિચરી અંતે મોક્ષે પણ ગયા. નાના એવા સંયમજીવનમાં નેવું હજાર આત્માઓને દીક્ષા આપી અને દીક્ષા પૂર્વે ૧૬ પટ્ટરાણીઓ, બીજી ૧૬00 રાણીઓ અને તેની પણ નીચે ૧૬000 રાણીઓ રહેતી હતી. આવો સાંસારિક વૈભવ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org