SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રભાવશાળી દીક્ષા પછી મોક્ષ પણ થવામાં પૂર્વ ભવની કરેલી તપસાધના જ મુખ્ય હતી. પૂર્વના ભવમાં સુલસ શેઠે એકાંતર ૫૦૦ આયંબિલ જ કર્યા હતા અને તેની પત્ની ભદ્રાએ પ00 આયંબિલની તપસ્યા બે વાર કરેલ. ચંદ્રરાજાનો જીવ બીજા ભવે મંત્રીપુત્ર ચંદન થયો, ત્યારે તેમની પ્રેરણાથી તેમની સાથે તેમની પત્ની અશોક8ીએ, ૧૬ બહેનપણીઓએ, એક સેવક હરિએ તથા ધાવમાતાએ વર્ધમાન તપની ૧OO ઓળીઓ પૂર્ણ કરી. પાયામાં પડેલ આયંબિલના પૂર્વ ભવના સંસ્કારના પ્રતાપ-પ્રભાવે શેઠમાંથી મંત્રીપુત્રપણું મળ્યું, પછી પ્રથમ દેવલોકે ગયા અને તે પછી તપના પ્રભાવે જ રાજાપણું, રાજર્ષિપણું અને છેલ્લે કેવળી બની શાસનની ખૂબ પ્રભાવના કરી મોક્ષે જવાનું પણ થયું. આમ આયંબિલ તપનો પ્રભાવ અચિંત્ય છે તેનું એક ઉદાહરણ છે. (૨) શ્રાવિકા સુંદરીનો તપ પુરુષાર્થ અપર માતાના પુત્ર ભાઈ ભરત સાથે સુંદરીના વિવાહની વાત ચાલી, પણ સુંદરીનો આત્મા પૂર્વભવથી જ તપપ્રેમી હતો, વૈરાગી પણ. પૂર્વભવના પીઠ અને મહાપીઠ મુનિવરો ગુરુભાઈ બાહુસુબાહુના વૈયાવચ્ચગુણની પ્રશંસા ન ખમી શકવાથી મત્સર ભાવનામાં પછીના ભવમાં ભારત અને બાહુબલીની બહેન બ્રાહ્મી-સુંદરી તરીકે અવતર્યા હતાં. સાધુતાના સંસ્કારને કારણે સુંદરીને આ ભવમાં પણ દીક્ષાની જ ભાવના થઈ ગઈ, પણ ચક્રવર્તીપણું મેળવી છ ખંડ સાધવા નીકળેલ રાજા ભરતના અતિઆગ્રહથી ને જોહુકમીને કારણે સંસારવાસની કેદમાં રહેવું પડ્યું. તે દરમ્યાન લાગત ૬૦ હજાર વરસ સુધી સતત આયંબિલનો ઉગ્ર તપ કરી પ્રથમ સંઘયણવાળી પોતાની સુકુમાર કાયાનાં રૂપ-તેજ શોષી નાખ્યાં. તપમાં ઉગ્ર વૈરાગ્ય ભળેલો હતો તેથી ચારિત્ર-મોહનીય કર્મ તૂટ્યાં, છ ખંડ સાધી પાછા વળેલા ભરતે સુંદરીની સુંદરતા ખોવાયેલી જાણી, કારણમાં તપ જાણ્યું ને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત મનમાં થતાં જ સુંદરીને દીક્ષા લેવા અનુમતિ આપી દીધી. તપથી થયેલા હળુકર્મવાળી સુંદરી સાધ્વીએ તે જ ભવમાં મોક્ષના સુખને સાધી આત્મકલ્યાણ કરી લીધું. ગૃહસ્થાવસ્થાનો કરેલ તપ લેખે લાગી ગયો. (૩) દ્રૌપદીએ લીધેલ તપ શરણ સાધુજીને કડવી તુંબડીનું શાક માયાથી વહોરાવી દીધું તેથી ધર્મરૂચિ અણગાર કાળધર્મ પામી ગયા. પછી વહોરનાર બ્રાહ્મણીનો જીવ નાગશ્રીના ભવ પછી અનેક દુર્ગતિઓમાં ભટકી સુકુમાલિકા નામે વિષકન્યા બન્યો. બબ્બે પતિઓ તેના સ્પર્શમાત્રથી જવરમાં પટકાઈ પડ્યા જેથી આંખો ખૂલી, વૈરાગ્ય થયો, દીક્ષા લીધી. ઉગ્ર તપસાધના કરી પણ સાથે ગુરુણીની ઉપરવટ થઈ આતાપનાઓ જાહેરમાં લઈ નિયાણું કરી નાખ્યું ત્યારે પછીના ભાવમાં પાંચ પતિઓની એક પત્ની તરીકે જીવન મળ્યું. તેણીના રૂપનું વર્ણન નારદ પાસેથી સુણી ઘાતકીખંડના રાજા પદ્મોત્તરે દેવની સહાયતા લઈ ત્યાંના ભરતક્ષેત્રની અપરકંકા નગરી સુધી તેણીનું હરણ કર્યું ત્યારે વિષયાભિલાષી રાજાની સામે પોતાના શીલની રક્ષા કરવા કાજે તપ ધર્મને મુખ્ય બનાવી દીધો. લોગટ છ માસ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ અને પારણામાં પણ આયંબિલનો તપ કરી પ્રચંડ પુણ્ય પેદા કર્યું, જેથી વાસુદેવ કૃષ્ણને અઠ્ઠમ તપ કરી લવણસમુદ્રના સુસ્થિતદેવને સાધી દરિયો ઓળંગી મુક્ત કરવા આવવું પડ્યું. તપનું લીધેલ શરણું ફળ્યું ને શીલરક્ષા પણ થઈ. સતી દ્રૌપદીએ તે પછી પુત્ર પાંડુસેનનો રાજ્યાભિષેક થયે દીક્ષા લીધી, તપ તપ્યો, જેથી બ્રહ્મદેવલોકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy