________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૩
દસ સાગરોપમનું દેવાયુ મળ્યું. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તપશીલ પ્રભાવે મોક્ષે જશે. આગલા ભવના તપ સંસ્કાર અન્ય ભવમાં પણ સંકટમુક્તિનું કારણ બની શક્યા.
(૪) દુર્ગિલાનો જ્ઞાન તપ
સુલસ શ્રાવક ને શ્રાવિકા સુદશા જેઓ કુસુમપુરનાં વાસી હતાં. તેમને ત્યાં સ્વભાવે ભદ્રિક દુર્ગત નામે સેવક હતો ને દુર્ગિલા સ્ત્રી હતી. એક વાર પોતાની સ્વામિનીને જ્ઞાન-પાંચમના દિવસે પંચમી તપ સાથે જ્ઞાનનાં પુસ્તકો વગેરેની આરાધના કરતી જોઈ જાણવાની જિજ્ઞાસા થઈ. સાધ્વીએ જ્ઞાનપંચમી તપની વાત કહી. તે વખતે તપની શક્તિ ન હોવાથી પતિને કહી શીલના પાલન વડે તપશક્તિ પ્રાપ્ત કરી. પાછળથી જ્ઞાનપાંચમનો તપ ઉપાડ્યો. ફક્ત પાંચ વરસ ને પાંચ માસના નાના પણ શ્રદ્ધાપૂર્વકના તપના પ્રભાવે જ દુર્મિલા દાસી સૌધર્મ દેવલોકે ગઈ. દુર્ગતનો જીવ પણ શીલ પ્રતાપે દેવલોકથી આવી અજિતસેન શ્રેષ્ઠિની પદવી પામ્યો ને દાસી દુર્ગિલા જ સતી શીલાવતી બની, જેની બુદ્ધિ બહાદુરોને પણ ભય પમાડી દે તેવી થઈ હતી. તે જ જ્ઞાનતપના પ્રભાવે જાતિસ્મરણ જ્ઞાન થયું, દીક્ષા લીધી, સંયમથી પમો દેવલોક મળ્યો, હવે પછી મોક્ષ.
(૫) રતિસુંદરીની તપકથા
રાજપુત્રી રતિસુંદરી યૌવનાવસ્થા પામી, રૂપ અને ગુણ પણ પ્રગટી ગયાં હતાં. કુંવારી અવસ્થામાં જ સાધ્વીજીના શ્રીમુખે ધર્મોપદેશ સાંભળી તપધર્મની રુચિ થઈ ગઈ, પણ પરિસ્થિતિ તથા પરિણામવશાત્ તપ ન કરી શકી ને તરત પછી ચંદ્રરાજા સાથે લગ્ન થયા. બળવાન રાજા મહેન્દ્રસિંહને રતિસુંદરીના રૂપની વાતથી જ કામ થયો ને ચંદ્રરાજા સાથે લડી લઈ રતિસુંદરીને પોતાના વશમાં કરી. અબ્રહ્મસેવનથી બચવા રિતસુંદરીએ રાજા પાસે ચાર માસનો સમય યુક્તિપૂર્વક માંગી લઈ આયંબિલ, ઉપવાસ વગેરે તપથી દેહને દુર્બળ બનાવી દીધો. રાજાનો મોહ-નશો સતી રતિસુંદરીનો તપ જાણતાં જ ઓગળી ગયો, પણ પરાણે પારણું કરાવતાં તપના આશ્રયે શાસનદેવીની સહાય માંગતા જ શાસનદેવીએ તેણીની કાયા કુત્સિત કરી નાખી. કોઢની વ્યાધિવાળી રતિસુંદરીને પાછી ચંદ્રરાજાને સોંપવામાં આવી. તપ-પ્રભાવે શીલરક્ષા થઈ ને શીલના પ્રભાવે રતિસુંદરી સ્વર્ગે ગઈ છે. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ મેળવી તપ-શીલ પ્રભાવે મોક્ષે જશે.
(૬) સતી દમયંતીની તપ સાધના
આગલા ભવમાં લાગટ ૫૦૪ આયંબિલનો નાનો તપ પણ ભાવનાની શુદ્ધિ-વૃદ્ધિ સાથે કરી તીર્થંકર તપ પૂર્ણ કર્યો. જેનું સુંદર ફળ દમયંતીના ભવમાં મેળવ્યું. આવેલ આપત્તિ વચ્ચે તપધર્મનું શરણું લઈ અનેક સતીઓએ પોતાની પ્રતિભા પ્રગટ કરી છે.
(૭) જંબૂકુમારની તપ પ્રગતિ
આગલા ભવના વિરાધેલા સંયમને કારણે શિવકુમારના ભવમાં જેબૂકુમારના જીવને સંયમ મેળવવા ખૂબ તલપ વચ્ચે ગૃહસ્થાવસ્થાના બંધનમાં રહેવું પડ્યું. ચારિત્ર ન મળે ત્યાં સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org