SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ / / જૈન પ્રતિભાદર્શન વચ્ચે આયંબિલનો ઉગ્ર તપ ઘરબેઠાં તપી બાર વરસ વિતાવી નાખ્યાં. જેના પ્રભાવે ઘણું જ રૂપવંતું શરીર દેવભવમાં મળ્યું. તેમના દ્વારા હળુકર્મી બનેલ દેવનો જીવ દેવલોકમાં પણ વિરક્ત રહ્યો, જ્યારે અવનનો સમય આવ્યો ત્યારે ભાવિમાં ઉપકારી થનાર પરમાત્મા વીરને વાંદવા પણ આવ્યો. તેને પોતાની કુક્ષીમાં ગર્ભ રૂપે ધારણ કરવા માટે પણ માતાને એકસો આઠ આયંબિલનો તપ આદરવો પડેલ. આયંબિલ તપના પ્રભાવે પ્રગતિ પામેલો જંબૂકુમાર તે જ ભવમાં શાસનપ્રભાવના કરી મોક્ષલક્ષ્મીને વરી ગયો. જિનશાસનનો આધારસ્તંભ અહિંસાધર્મ છે જેની આધારશિલા વળી તપ-ત્યાગ જ છે. (૮) શ્રીપાળ-મયણાનો જીવોદ્ધાર શાશ્વતી આયંબિલની ઓળી દ્વારા સિદ્ધચક્રની આરાધના કરી વિઘ્નોનો ઉપશમ કરનાર દંપતી યુગલની ગૌરવગાથા જગજાહેર છે જ. તેમનું ચરિત્ર વાંચનારને લાગ્યા વગર નહિ રહે કે નાનો પણ ભાવપૂર્વકનો તપ કેટલો કિંમતી હોય છે. (૯) તપસ્વિની ચંપાબાઈ ગણેલા સૈકા પૂર્વે જ મુસ્લિમ રાજવી અકબર થઈ ગયો છે, તેનો મનપલટો હિંસકમાંથી અહિંસાપ્રેમી તરીકેનો જે થયો, તેમાં મુખ્ય નિમિત્ત પરમાત્મા વીરશાસનની શ્રાવિકા ચંપાબાઈએ કરેલ છ માસના ઉપવાસની ભીષ્મ તપસ્યા જ હતી ને? તપધર્મને આગળ કરી તપસ્વિનીનો શાસન પ્રભાવક વરઘોડો ઘણાયની સાથે બાદશાહના મનમાં પણ જિજ્ઞાસા પેદા કરી ગયો. જેના કારણે પરિચય વધતાં શ્રાવિકાના ઉપકારી હીરસૂરીશ્વરજી મ. સા. જેવા નિઃસ્પૃહી ગુરુનો સંપર્ક થયો. સંપર્ક વધતાં સંપૂર્ણ હિન્દુસ્તાનમાં અમારી પ્રવર્તન થયું ને શાસનનાં અનેક સુંદર કાર્યો પણ. મૂળ પાયામાં ચંપાબાઈની તપપ્રતિભાનો પ્રતાપ હતો. (૧૦) વિવિધ તપના વિવિધ તપસ્વીઓ સાગરિકોની સાધના સ્થૂલ હોવાથી અને અણગારીઓની સૂક્ષ્મ રહેતી હોવાથી ગૃહસ્થો બાહ્યતામાં અનેકગણી પ્રગતિ કરી આત્માનું કલ્યાણ કરવા અગ્રેસર રહેતા આજના કાળમાં પણ જોવા મળે છે. આનંદ શ્રાવકને વિધવિધ તપ વડે જ ઘરબેઠાં અવધિજ્ઞાન પ્રગટી ગયું હતું. તેમ જ પરમાત્મા વીરના અન્ય નવ ધનાઢ્ય શ્રાવકથી લઈ ધનથી વહોરેલી દરિદ્રતાવાળા પુણિયા શ્રાવકનો એકાંતર ઉપવાસનો તપ પણ ઘણો પ્રશંસાણો છે. રોગમુક્ત કાયા ને વૈભવવિલાસ વચ્ચે કરાયેલ નાનો પણ તપ-ત્યાગ ઘણો જ લાભકારી થાય છે. તેમાંય પરમાત્મા વીરના નિર્વાણ પછીના અઢી હજાર વરસે ઊતરી ગયેલ ભખગ્રહને કારણે હાલે તપ દ્વારા સમસ્ત જૈનસંઘની પ્રતિભાને ચાર ચાંદ લગાડી દેનાર ગૃહસ્થોના લાગેટ બસ્સો ઉપવાસથી વધુ લાંબા ત૫, ૧૬ ઉપવાસને પારણે ૧૬ ઉપવાસથી એકવરસી તપ કરનાર સુરતનાં શ્રાવિકાનાં ઉદાહરણો આંખ સામે લાવવા જેવા છે. બહુરત્ના-વસુંધરા ભાગ-૧ અને ભાગ-૨ આવા જ જૈની તપના વર્તમાનકાળના આરાધક ગૃહસ્થોની અનુમોદના કરતું પુસ્તક છે, જેમાં અપાયેલ તપસ્વીઓત્યાગીઓનાં દૃષ્ટાંતો આશ્ચર્ય અને આનંદની રેખા પેદા કરી દે તેવો છે. તપના અજીર્ણ ક્રોધને વર્જી, પ્રગટાવે જે પુરુષાર્થ પ્રતિભા વધે તેની અવશ્ય, મને પાછો મોક્ષનો સાર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy