SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંશ ] [ ૧૧૫ તપણા સર્વાગ સિદ્ધત્તિ –મન, વચન અને તનની તેજસ્વિતા જેનાથી પ્રગટ્યા વગર ન રહે તે સમ્યક તપ તીર્થંકરપદ જેવી પારલૌકિક પ્રકર્ષતા તો બક્ષે જ; ઉપરાંત મોક્ષના સુખની સ્વાનુભૂતિ સાથે અલૌકિક સિદ્ધપદ પણ. (ભાવ-ધર્મ પ્રતિભાદર્શન ) (ા પરમાત્મા વીરે ઘર્મના ચાર પ્રકાર પ્રરૂપ્યા તેમાં દાનમ્, શીલમ, તપ, એ ત્રણ |tપુસક લિગમાં ગણાય છે, જ્યારે એ ત્રણેય સાથે ભાવરૂપી પુલિંગનો સહચાર | ચોય ત્યારે જ ધર્મનું ફળ પરાકાષ્ઠા પામે છે. શાસ્ત્રોમાં બાર + ચાર = કુલ ૧૬ | ભાવનાઓ ભાવવાની રીતિ-પદ્ધતિ ઉપર ખાસ વજન આપવામાં આવ્યું છે. તેના | મુખ્ય કારણમાં જડ પ્રતિ રાગ ટાળવા બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવાની છે. || અને તે જ સાથે મૈત્રી વગેરે ચાર ભાવનાઓ ભાવી જીવ પ્રતિ અનાદિકાળનો . કેપભાવ ટાળવાનો છે. જડને ખળ માનવું ને જીવમાં શિવના દર્શન કરવાની ભાવના એ જ ધર્મનો મૂળ પાયો છે. લાખના આંકમાં શૂન્યોની કિંમત ત્યારે જ છે, || જો આગળ એકડો હોય. તેમ કોઈ પણ નાની-શી ઘમરાધનામાં ભાવનો એકડો | ભળે તો જ તેનું મૂલ્ય છે, અન્યથા “વિયાઃ પ્રતિષત્તિ માવશૂન્યાઃ”ના ન્યાયે IN ફક્ત ક્રિયાચાર તે તો આજ્ઞાંકિત ભૂતની જેમ સીડી ઊતરવા-ચડવાની ને છેલ્લે * | | ચાકવાની પ્રવૃત્તિ સિવાય કંઈ ફળ ન આપે. | તે જ પ્રવૃતિઓ સફળ છે જેમાં અંતવૃત્તિનો યોગ-સંયોગ છે, માટે જ નાનીઓ ઘર્મના ઉપકરણને એક ટક, કરણ (ઇન્દ્રિયો)ને નવ ટકા પણ I અંતઃકરણ (ભાવશુદ્ધિ)ને નેવું ટકા માકર્સ આપે છે. સાવ છેલ્લી ભાષામાં કહેવું I જ પડે તો કહીએ કે ભાવોથી ભાવિત શ્રમણોપાસક પણ શ્રમણ છે, જ્યારે | | ભાવોથી પતિત અણગારી ફક્ત દ્રવ્યલિંગી રહેવાથી આગારીથી વિશેષ કંઈ નથી. } || આગમોના પાને પાને ભાવ પ્રતિ સદ્ભાવ દર્શાવતાં એક નહિ પણ અનેક હદતો ઝળહળે છે. (૧) ભાવના ભવનાશિની ભાવધર્મનો સાધક-ઉપાસક ભવોભવની ભવાઈ સમજી ભ્રમણમુક્ત બની જાય છે, પછી તે સંયમની સંપ્રાપ્તિ પૂર્વે જ કેવળી બની જનાર કુર્માપુત્ર હોઈ શકે કે પ્રસાધનગૃહમાં ભાવનારૂપી સાધનબળે કૈવલ્યલક્ષ્મીની સિદ્ધિ મેળવી લેનાર ચક્રવર્તી ભરત મહારાજા. ગૌતમસ્વામી પાસે દીક્ષિત થનાર પંદરસો તાપસી પોતાના ગુરુ પૂર્વે જ ફક્ત ભાવનાના રથ પર આરૂઢ બની કેવળજ્ઞાન પામી ગયા હતા ને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy