SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ / || જૈન પ્રતિભાદર્શન = = (૨) યાદેશી દૃષ્ટિસ્તાદેશી સૃષ્ટિ યાદૃશ માવના તાદ્રશી સંભાવના –જ્યારે ભાવો પ્રબળ બને છે ત્યારે આત્માનું બળ સ્વયં પ્રગટ થવા લાગે છે. માટે જ તો દૂર રહેલી સતી સુલસા ભાવિતાત્મા હોવાથી પરમાત્મા વીરની નિકટ જ હતી. અને તેણીની નિર્મળ ભાવનારૂપી સમકિતનાં દર્શન કરાવવા હેતુ અંબડ જેવા પ્રાણ પરિવ્રાજકની સાથે પ્રભુએ ધર્મલાભ પાઠવ્યા હતા. અતિથિને વહોરાવી વાપરવાની ભાવના ઉગ્ર થતાં જ ચંદનબાળાને વિષમ પરિસ્થિતિમાં પણ પાંચ માસ ને પચ્ચીસ દિવસના ભીખ ઉપવાસી વીર જિનેશ્વરના પારણાનો લાભ મળ્યો હતો ને? આતિથ્ય સત્કારની ભાવનાવાળા નયસારને પણ જંગલમાં ભૂલા પડેલા મુનિવરોનાં દર્શન સુલભ થયાં હતાં. (૩) ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન ક્ષણ પૂર્વે જ સાતમી નરકને યોગ્ય કર્મદલિકોનો કચરો દુષ્ટ ભાવોની ભૂલમાં ભેગો કરનાર રાજર્ષિ પ્રસન્નચંદ્રજી, પળ પછી જ ચેતી જઈ ચિત્તના શુભ અધ્યવસાયો થકી સર્વાર્થસિદ્ધ વિમાને જવા યોગ્ય કર્મોનો બંધ કરવા લાગ્યા અને પછી તો જબરી છલાંગ ભાવબળે લગાવતાં તત્કણે જ કેવળજ્ઞાન વરી ગયા. પોતાનાં ગુસ્સીના મીઠા ઠપકાને સદ્ભાવનાથી ગ્રહી લેનાર મૃગાવતી માસી સાધ્વી સ્વયં ચંદનબાળા કરતાં પૂર્વે જ કેવળી બની ગયાં. તેવી જ રીતે નૂતન શિષ્ય ચંડરુદ્રાચાર્ય ગુરુ કરતા પહેલાં જ માર પડ્યો છતાં મન મારી કર્મોને બાળી કેવલ્ય વરી ગયા હતા. નટડી પાછળ મોહાયેલો નટ ઇલાચીકુમાર ફક્ત સાધુજીની નિઃસ્પૃહિતાના દર્શન કરી ભાવવિભોર બની ગયો અને નાચતાં-નાચતાં જ ભવનો નાચ સમાપ્ત કરનાર કેવળી બની ગયો છે. ખાતા છતાં અંતરથી દુભાતા કૂરગડ મુનિ તપસ્વીઓના તિરસ્કારનો સમભાવે સ્વીકાર કરી કેવળી બની ગયા તેમાં ભાવોની વિશુદ્ધિ સિવાય શું હતું? સ્કંદકસૂરિજીના પાંચસો શિષ્યો પાલક પાપીથી પિલાતા છતાંય ફક્ત ભાવના ટકાવી તો કેવળી બન્યા, જ્યારે સ્વયં સૂરિજી દુર્ગાને પડ્યા તો આરાધક ન બની શક્યા. (8) MOTION OF EMOTION ભાવુકોને ઓળખી શકનાર જ ઓછા હોય છે. માણેક શેઠ સિદ્ધગિરિભાવમાં જ વિતરણ કરતાં જ વ્યંતર નિકાયના યક્ષેન્દ્ર માણિભદ્ર થયા ને કમોત છતાંય સમાધિબળે પ્રગતિ પામી એકાવતારી થયા છે. ગણધર ગૌતમ પણ જ્યારે પરમ ગુરુ વીરના નિર્વાણ પછી રાગનું રડવાનું છોડી વિરાગભાવે ચડ્યા તો વીતરાગ કેવળી મોડે મોડે પણ બની શક્યા. Hateful hell or healing heaven is nothing except two quite opposite sides of mentality. માટે જ તો કાલસોરિક કસાઈ જે નરકનો અતિથિ બનવાનો હતો માટે દેહવેદના ને અંતકાળ વખતે કાદવનો લેપ, ગંધાતા ચામડાની બૂ તથા અશુચિથી આનંદિત થયો, જ્યારે ચંદનનો લેપ તેનો ઉપચાર ન કરી શક્યો. મનના પાપે જ મમ્મણે હોરાવેલ લાડુમાં મોહાણો ને કૃપણતાના કારણે નરકે ગયો. જયારે દૃષ્ટિવિષ ચંડકૌશિકનો મનપલટો થતાં જ પ્રભુવીરની અમીદષ્ટિના પ્રતાપે આઠમો દેવલોક થયો. દઢપ્રહારી જેવો ખૂની મનથી જ મુંડ અણગાર બની ગયો હતો તો તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy