SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ [ ૧૧૭ મુનિપદે મોક્ષે સિધાવી ગયો. સુખાના હત્યારા ચિલાતીપુત્રએ મનપલટો પહેલો કર્યો પછી વેશપલટો કરનાર સાધુ બન્યો. (પ) મદ વક્ત ગીત રે મનમર્કટની લીલાને જ જે વશ બને તેનું જીવન ઉપવન મટી વન જેવું વેરાન થાય છે, જ્યારે પરવશ-પરાધીન મનને જે વશમાં લે તેની જીત છે. કંડરિક જેવો સાધુ પણ મનથી હાર્યો તો સંયમ ચૂક્યો અને આહાર-એશઆરામમાં પડી સાતમી નરકે ગયો; જ્યારે તેનો જ સંસારી ભાઈ પુંડરિક સંયમધર્મની ભાવનાથી જ ભાવયતિપણું ધારી રાજા મટી રાજર્ષિ થયો અને શ્રેષ્ઠતમ સર્વાર્થસિદ્ધ વિમાને દેવ બન્યો. ભાવનાઓનો વસવાટ કરવા મન એ તો ઘર છે. તે ગૃહ જેટલું સાફ તેટલા ગુના પણ માફ. વિણ ખાધે વિણ ભોગવ્યે પણ નાનો એવો તંદુલિયો મત્સ્ય મરીને સાતમી નરકે જો જતો હોય તો તેમાં મૂળ કારણ તેની પોતીકી દુષ્ટ ભાવનાઓ છે. તેથી જ કહ્યું છે કે મન તવ પર અસવાર હૈ મન છે અને મને, ગો મન પર અસવાર હૈ વદ નાઉન મેં મનની ચોખ્ખાઈ ગુમાવી તપ કર્યો તો મલ્લિનાથ તરીકે જન્મ તીર્થંકરનો થયો પણ અચ્છેરારૂપ સ્ત્રીનો અવતાર મળ્યો. જ્યારે નિર્મળ બુદ્ધિ અને ચિત્તશુદ્ધિના પ્રતાપે “મા રૂપ માં તપ' જેવો સહેલો પદ ગોખી ન શકનાર માષતુષ મુનિ અજ્ઞમાંથી સુજ્ઞ કેવળી બની ગયા. (६) मनसा एव कृतं पापं पापं न शरीरकृतम् कृतम् ઉગ્ર તપસ્વી અગ્નિશર્મા માનસિક ક્રોધ ભાવનાથી માસક્ષમણોની તપસ્યાનું ફળ ખોઈ ગુણશર્માના ગુણોનો દ્વેષી બન્યો અને ભવોભવ બગાડી નાખ્યા. આગલા ભવમાં પોતાનું પારણું ચૂકવાણું તેમાં નિમિત્ત બનનાર રાજાનો મનોમન શત્રુ બની બાળ તપસ્વી મટી પુત્ર અશોકચંદ્ર બન્યો અને પિતા બનેલ રાજા શ્રેણિકને જ કેદ કરાવી હંટરો ફટકારી હત્યારો પણ થયો. પાપોના વિપાકથી આગલા ભવનો તે તપસ્વી કૃણિક બીજા ભવમાં મરીને છઠ્ઠી નરકે ગયો છે. નિયાણું કરી મરનાર વાસુદેવોના જીવો પ્રતિવાસુદેવને અવશ્ય મારી નાખી બેઉ નરકે જાય છે તેમાં લક્ષ્મણ-રાવણ, કૃષ્ણ-જરાસંઘ વગેરેની શત્રુભાવનાઓથી ઇતિહાસ ભરપૂર છે જ તો. મનમાં ને મનમાં ઈષ્યમાં બળી જનાર પીઠ-મહાપીઠ પુરુષ અવતાર ખોઈ બેસી બ્રાહ્મી-સુંદરી સ્ત્રી બન્યા. માન કષાયમાં બાહુબલીને ઘોર તપ થયો પણ કેવળજ્ઞાન અટક્યું. બે મિત્રોમાં પણ માયાવી મરીને હાથી બન્યો જ્યારે સરળમિત્ર યુગલિકપણે વિમલવાહન નામે પ્રથમ કુલકર બન્યો; અને હાથી બનેલ મિત્ર ઉપર જ સવારી કરતો રહ્યો. રાજયવિસ્તારના લોભમાં સુભૂમ ચક્રી મોત પામ્યો, નરકે પણ ગયો. બીજી તરફ નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત હોવાથી તીર્થકરોને વાંદવા પણ ન આવે, વ્યવહાર પણ ન કરેછતાંય મનની શુદ્ધિને કારણે ત્યાં રહ્યાં કે સૂતાં-સૂતાં જ પ્રભુને પ્રશ્નો પૂછતા રહે અને કેવળીઓ પણ જિજ્ઞાસાઓ મનના જવાબથી જ આપી સંતોષતા રહે. મન:પર્યવજ્ઞાન પણ નિર્મળ મનવાળા સાધુ જેઓ ચૌદ પૂર્વધારીઓ હોય તેમને થાય છે. Telepathy પણ મનના પુણ્યનો પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy