________________
૧૧૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
(૭) અપ્રશસ્ત પાંચ ભાવનાઓ કંદર્પભાવના, કિલ્બિષ્કિ, આભિયોગિક, આસુરિક અને સંમોહા નામની પાંચ અશુભ ભાવનાઓથી સજ્જનતા અને સાધુતામાં રહેલા જીવો પણ દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. દેવને દાસ બનેલ દેખી સાધુ હસ્યા તો અવધિજ્ઞાન ગયું. પ્રભુનો પ્રથમ શિષ્ય ગોશાળો જ નિન્ટવ બની ગુરુ વીર પ્રભુના અવર્ણવાદ કરી સંસાર વધારનાર બન્યો. અષાઢાભૂતિ જેવા સમર્થ મુનિ છૂપી માયા ધ્યાનની થકી સંયમ ચૂક્યા. તપસ્વી મુનિનો તપ સંસક્ત હતો તેથી પારણે ક્રોધમાં ધમધમી શિષ્યના ઉપર ક્રોધ કરી મરી ચંડકૌશિક તાપસ અને પછીના ભાવમાં વિષષ્ટિ સાપ બની ગયા. ઉન્માર્ગ દેશનાના પ્રતાપે મરીચિએ લાંબો લચક સંસાર ઉપાર્જિત કર્યો અને છેક છેલ્લા ભવમાં તીર્થકર મહાવીર બન્યા છતાંય નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવતાં બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષિએ ૮૨ દિવસ રહેવું પડ્યું. માટે જ જ્ઞાનીઓ પાંચેય પ્રકારની અપ્રશસ્ત ભાવનાઓથી ખાસ બચવા હિમાયત કરે છે.
(૮) પ્રશસ્ત પાંચ ભાવનાઓ તેની જ સામે પ્રતિપક્ષી (૧) તપ (૨) શ્રત (૩) સત્ત્વ (૪) એકત્વ અને (૫) ધૈર્યબળ ભાવનાઓ ખાસ વિકસાવનાર સદ્ગતિના ભાગી બન્યા છે. ચારિત્રની તલપમાં ગૃહધર્મ નિભાવતો શિવકુમાર બાર વરસ છઠ્ઠને પારણે આયંબિલનો તપ કરી રૂપવંતો દેવ થયો ને પછીના જ ભવમાં આબાલ બ્રહ્મચારી ચરમ કેવળી જંબૂકુમાર. વજસ્વામી જેવા મહદ્ કૃતધરો આગલા ભવોથી જ શ્રુતપ્રેમ વિકસાવી તીવ્ર ક્ષયોપશમવાળા થયા છે. પરમાત્મા વીરના દસ ધનાઢ્ય શ્રાવકો પૈકી આનંદ, કામદેવ, શકડાલપુત્ર, ચલનિપિતા, મહાશતક વગેરેના સત્ત્વની પરીક્ષા દેવોએ પણ કરી એવી વાતો જગજાહેર છે. પ્રભુ પાર્શ્વનાથે આગલા ભવોમાં એકત્વ ભાવના પુષ્ટ કરવા ગુરુની રજાપૂર્વક એકાકી વિહારો કર્યા છે અને આજે પણ ગુરુવરોની સપ્રેમ સહમતિથી કોઈ સત્ત્વશાળી જીવો એકત્વ ભાવનામાં મનથી લગીર ખાલી ન થઈ સાધનાઓ કરે છે. સિંહગુફાવાસી મુનિથી લઈ પુણિયા શ્રાવક વગેરે એકલા પણ એકે હજારા જેવા શ્રેષ્ઠ સાધકોમાં ઓળખાણા હતા. તે જ પ્રમાણે જિનકલ્પના વિચ્છેદ પછી પણ આર્ય મહાગિરિજીએ જિનકલ્પ જેવો માર્ગ સેવ્યો અને ધૈર્યબળને કસોટીએ જવા દીધું હતું. સોળ સતીઓની ધૈર્યકથાઓ જગપ્રસિદ્ધ છે જ. ઉપરાંત ચેટકરાજા સામંતરાજ વજકર્ણ, હનુમાન, લવ-કુશ વગેરે મહાપુરુષ તરીકે ઓળખાયા તે પૈર્ય-શૈર્ય થકી.
(૯) અનિત્યાદિ બાર ભાવનાઓ જિનશાસનની અપૂર્વ-અનોખી અનેક દેનોમાં પ્રભુએ ફરમાવેલી અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ વગેરે બાર પ્રકારની ભાવનાઓની ભવ્યતા છે. આ બારમાંથી કઈ ભાવના કયા સમયે, કેવી રીતે, કોણે કોણે ભાવવી તેનાં સચોટ ગણિતો જેને સાંપડી જાય તેના માટે જંગલમાં પણ મંગલ છે, વિષમતામાં પણ સમતા છે, ખુવારીની ક્ષણમાં પણ ખુમારી રહે છે અને મૃત્યુ પણ સમાધિમય બની આધિ-વ્યાધિ– ઉપાધિથી મુક્ત કરાવનાર બને છે. નગ્નતિ નૃપ અનિત્ય ભાવ થકી જ પ્રત્યેકબુદ્ધ બની સિદ્ધ થયા છે. અનાથી મુનિની ગૃહસ્થાવસ્થાની અશરણ ભાવના તેમની પ્રગતિના મૂળ કારણરૂપ છે. સુયેષ્ટા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org