SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૯ વસુમતી સંસારભાવના થકી જ સાધ્વી બની કલ્યાણપંથે વળ્યાં છે. નમિરાજા તો એકત્વ ભાવનાએ ચડી સંયમ મેળવી રાજર્ષિ નમિ તરીકે દેવેન્દ્રની ઉપમા પામ્યા છે. મરૂદેવા માતા, શિવકુમાર કે સુલતકુમાર અન્યત્વ ભાવ થકી જ વૈરાગી બન્યાં હતાં. આ જ પ્રમાણે મલ્લીકુંવરીને પરણવા આવેલ મિત્ર રાજપુત્રો અશુચિ ભાવના ભાવી મોહમુક્ત થયા હતા. તાપસ, શિવરાજાએ સાત દીપ-સમુદ્ર જેટલી જ દુનિયા નથી પણ અસંખ્ય દ્વીપ-સમુદ્ર સુધીના વિસ્તાર છે તેવું વીપ્રભુ પાસે સવિનય જાણી જૈનમાર્ગી દીક્ષા લઈ લોકસ્વરૂપ ભાવના થકી જ કેવળી બની મોક્ષ સાધ્યો છે. આ જ પ્રમાણે આશ્રવ, સંવર, નિર્જરા, બોધિ દુર્લભ તથા ધર્મપ્રાપ્તિ દુર્લભ ભાવનાને પામી કઈક આત્માઓ દિશા પામી ગયા છે. (૧૦) ભાવધર્મનાં અજવાળાં ઘોર અંધારું હોય, ગાઢ ગુફા હોય કે ગહન વન હોય, પણ તેમાંય જે જીવાત્મા સદ્ભાવનાથી ભાવિત છે તે જ મોતના મુખમાં હોય તોય જીવતો છે, અન્યથા Majority is dying every moment, but their last ceremony is only delayed. સુંદર ભાવોથી યુક્ત માનવ અન્યને પણ સુંદર જ જોવા ઇરછે. તેની મહેચ્છા હોય છે કે હર વીર મહાવીર બને, હર શુદ્ધ બુદ્ધ બને, હર નામ રામ બને કે દરેક કંકર શંકર બને. જીવ માત્રમાં શિવનાં દર્શન કરનાર મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનો માલિક બન્યા વગર ન રહે. મન ચંગા તો કથરોટ મેં ગંગા.' માટે જ જગતું સાક્ષાત્કાર સાવ સહેલું છે, ઇશ્વર સાક્ષાત્કાર કરનાર વિરલા અને તેમાંય આત્મસાક્ષાત્કાર કરનારે તો મનને મારી નાખી નમન દશાનો વિકાસ સાધી લીધો હોય છે તેવા તો લાખોમાં એક હોય કે ન પણ હોય તેવા આત્માઓને સૌ નમન કરે છે. - જગદર્શન કે જગત્પતિદર્શન હજુ સરળ છે પણ જાતદર્શનમાં આત્મબળનો પૂરતો પ્રયોગ કરી પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે. અધ્યવસાયોના આધારસ્તંભ ઉપર તો જન્મ-જીવન ને નિધનની ઘટમાળો ગોઠવાતી હોય છે. ભાવોલ્લાસ સાથે અઢાર હજાર સાધુઓને લાગટ વંદન કરનાર વાસુદેવે ક્ષાયિક સમકિત, નારકીમાં ઘટાડો તથા તીર્થંકર નામકર્મ ઉપાર્જ લીધું અને તે જ કૃષ્ણ સાથે ભાવ વિના ફક્ત દ્રવ્ય-વંદન કરનાર વીરો સાળવી કાયકલેશને પામ્યો. છદ્મસ્થોને તો ખ્યાલમાં પણ ન આવે તેવી મનોદશા અને વિચારશ્રેણિઓને છ ભાગમાં વહેંચી નાખી જિનપ્રભુએ તો કમાલ કરી નાખી છે. તીવ્ર અશુભ ભાવનાવાળા જીવો કૃષ્ણ લેશ્યાવાળા ને ઉત્તમોત્તમ ભાવયુક્ત જીવાત્માઓ શુકલ લેગ્યાના ધારક તરીકે ઓળખાય છે. અનેકાંતવાદી ધર્મમાં અપેક્ષાએ કૃષ્ણ લેશ્યાથી ધમધમતાની નરકગતિ, નીલ ગ્લેશ્યાપારીઓ સ્થાવર ગતિ, કાપોત લેશ્યાયુક્ત તિર્યંચ ગતિ તથા તેજો, પધ અને શુકલ એ ત્રણ શુભ ભાવલેશ્યાઓના પોષક ક્રમથી મનુષ્ય, દેવ અને સિદ્ધગતિના ભાગી બને છે. સંપૂર્ણ જગતને જિનશાસન સ્વયં જિનેશ્વરો પણ પમાડી શક્યા નથી, પણ સવિ જીવ કરું શાસનરસી, જો હોવે મુજ શકિત ઇસીના બળે આગલા ભવમાં તે તે જીવદળો તીર્થકર નામની નિકાચના કરી નાખે | દાન, શિયળ અને તપ તે ત્રણેય ધર્મો તો જ સફળ બને છે જો તેમાં ભાવોની ભવ્યતા ભળે. ફક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy