SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ) | જૈન પ્રતિભાદર્શન ભાવોની શુદ્ધતા–તીવ્રતા અને ઉચ્ચતાના ધોરણે જ અંતર્મુહૂર્તમાં તો જીવો ક્ષપકશ્રેણિ માંડી સંપૂર્ણ જ્ઞાની બની જાય છે. અનાદિ કાળમાં અનંત વાર ધર્મ મળ્યો, ધર્માત્માઓ મળ્યા પણ ફળ્યા નહિ તેના મૂળ કારણમાં અત્યાવશ્યક મૂળ તત્ત્વ ધર્મભાવનાની ખામી હતી. જેટલા ભાવો શુદ્ધ તેટલા વધારે ગુણાકારમાં દસ, સો, હજારથી અસંખ્યગણાં શુભ ફળ સાંપડે છે. કુદરતનાં ગણિતો અફર છે માટે જ જે સંખ્યામાં ભાવનાનાં મૂળ જોવા મળે તેટલો જ કે તેના જ ગુણાકારની સંખ્યામાં ફળની પ્રાપ્તિ પણ સાવ સ્પષ્ટ જણાય તેવાં દૃષ્ટાંતો છે. નવપદની આરાધનાથી શ્રીપાળ-મયણાને નવની સંખ્યામાં જ કલ્યાણ પ્રગતિ, ચંદ્રરાજર્ષિને એકાંતર પ00 આયંબિલ પછીના ચંદન મંત્રીપુત્રના ભવમાં અશોકઢી પત્ની સાથેની ૧૬ બહેનપણીઓ સાથેની ૧૦) આયંબિલ તપની ઓળીના પ્રતાપે છેલ્લા ભવે ૧૬ મુખ્ય, ૧૬૦૦ ઉપરાણીઓ અને ૧૬OOO અન્ય રાણીઓનો પરિવાર મળ્યો હતો. વગેરે વગેરે.... સૌ કોઈ શુભ ભાવનાઓના ભાગી, ભાગ્યશાળી બને અને ભાવ થકી ભવ-ભ્રમણાથી મુક્ત થાય તે જ શુભભાવના. નમસ્કાર આરાધક પ્રતિભાદર્શન ) જલ્સમણે નમુક્કારો, સંસારો તસ્સ કિ કુણઈ? (જેના હૈયે શ્રી નવકાર તેને કરશે શું સંસાર?) - ચૌદ પૂર્વના સારભૂત ગણાતો નમસ્કાર મંત્ર મહામંત્ર ગણાય છે તેમાં અનેક અગમ-નિગમ કારણો અને રહસ્યો છે. આજ નવકારથી ભવપાર થનાર અનેક આત્માઓના દુખમય જીવનનો અંત જ મહામંત્રના મૂલ્ય સમજવાનો પ્રારંભ કરી શકાય. (૧) મંત્રશિરોમણિ નવકાર " मंत्रं संसारसारं, त्रिजगदनुपम, सर्वपापारिमंत्रं" । અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની ભાવવંદનાનો હેતુ દ્રવ્ય મંત્ર નમસ્કાર તે તો જૈન જગતની અનાદિની અનુપમ અને શાશ્વત દેન છે. અસાર ગણાતા સંસારના વલોવણા પછી નવનીત જેવું સારભૂત છે, માટે જ તો જેને જેને જન્મ, જીવન કે મરણ વેળાએ આ મંત્ર મળી ગયો તેમના જીવનનું કલ્યાણ કુદરતી થઈ ગયું. ગરીબ બ્રાહ્મણ ઋષભદત્ત ને દરિદ્ર બ્રાહ્મણી ભદ્રાનો બાળપુત્ર અમરકુમાર સુવર્ણમુદ્રા માટે કરી માતાએ શ્રેણિકરાજને વેચી નાખ્યો. અમર વધસ્થાને જઈ મરે પછી અમર થાય તેવી કટોકટીની વેળાએ જૈન સાધુને શ્રીમુખે સાંભળેલો નવકાર યાદ કરતાં જ રાજસેવકો લાકડા જેવા ટટ્ટાર બની ગયા. ચમત્કાર થયો અને સંહારસ્થાનમાં હાર ગળે પડ્યો. નવકાર પ્રતાપે જ જાતિસ્મરણજ્ઞાન પ્રગટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy