________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૨૧
જતાં બ્રાહ્મણપુત્ર અમર શ્રમણ બનવા ચાલ્યો. ભદ્રા દુર્ગાનમાં મરી વાઘણના ભક્ષણ થકી છઠ્ઠી નરકે ગઈ |
જ્યારે તે જ ભદ્રાએ અમરમુનિને મારી નાખ્યા તો મુનિ નવકારના શરણ થકી બારમે દેવલોકે ગયા. ઉપદેશ તરંગિણીમાં પણ નવકાર માટે ખૂબ વજન આપ્યું છે.
(२) नमस्कारसमो मंत्रः, न भूतो न भविष्यति જેના એક એક અક્ષરમાં જ ૧૦૦૮ વિદ્યાઓ વિલાસ કરે છે, ઉત્તમ દેવોથી અધિષ્ઠિત છે, સર્વ વ્યાધિઓની એકમાત્ર ઔષધિ સ્વરૂપ છે, માટે જ તો આ મંત્રના આરાધક દરેકને પ્રગતિની તક તત્પણ લાધી ગઈ છે. ચિત્રકાર ચિત્રાંગદની પુત્રી કનકમંજરીએ પોતાના પિતાને મરણપથારીમાં નમસ્કાર મંત્ર સંભળાવ્યા તો તે મરી વ્યંતર દેવ થયો. પુત્રી દેવલોક જઈ ઍવી. દઢશક્તિની પુત્રી કનકમાલા નામે થઈ, જેણીના રૂપ ઉપર મોહાઈ જ્યારે વાસવ નામનો ખેચર તેણીનું હરણ કરવા આવ્યો ત્યારે વ્યંતર દેવ પિતાએ આવી જઈ બચાવી લઈ પ્રત્યેક બુદ્ધ નગગતિ સાથે પરણાવી નવકાર પ્રદાનના ઉપકારનો બદલો વાળ્યો. મહાશ્રુતસ્કન્ધની ઉપમા પામનાર આ નવકાર મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ ને સરળ સાબિત થયેલો છે.
(૩) એના મહિમાનો નહિ પાર નમસ્કારનું શરણ-મરણ છતાંય તરણ. માંસભક્ષી ગીધ પણ શ્રીરામના સત્સંગે વિરતિવંત બન્યો. સીતાના હરણ વખતે રાવણ ઉપર તૂટી પડ્યો અને સીતાની રક્ષા કરવા જતાં પોતાની સુરક્ષા ગુમાવી પ્રહાર પામ્યો. તરફડતા તેને શ્રીરામે પાછા વળી આવતા જ જોઈને કરુણાથી નવકાર સુણાવ્યા ને તેના પ્રતાપે મૃત્યુ પછી માહેન્દ્ર દેવલોક પહોંચી ગયો. તેવી જ રીતે હિંસક સમડી પારધીથી વિંધાણી અને અહિંસામૂર્તિ જેવા મુનિવરના મુખે નવકાર પામી જતાં મરતાં જ સુદર્શના નામે રાજપુત્રી થઈ ગઈ, આંગતુકને આવેલ છીંક વખતે મુખથી નવકાર સુણતાં જ જાતિસ્મરણ જ્ઞાન પામી. ભરૂચનું સમડી વિહાર તીર્થ તે જ ઘટનાની સાખ પૂરે છે. પાર વગરનો મહિમા છે જેનો તેવો નવકાર અડસિદ્ધિ કે નવનિધિઓ તો સહજમાં આપે તેવો સફળ છે પણ મોક્ષફળ તેનું સર્વોત્તમ ફળ છે. કેન્સર જેવી વ્યાધિઓ પણ વિલાઈ ગયાનાં દષ્ટાંતો સૌ સમક્ષ આજેય જીવંત છે.
(૪) સર્વ મંગલમાં પહેલું મંગલ કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં સ્મરણમાં લેવાયેલ આ અપૂર્વ-અનુપમ મંત્રનાં પદો, શબ્દો તો શું પણ એક એક અક્ષરો પણ સંકલ્પ-શુદ્ધિ અને સરળતાના સથવારે માંગલિક મંત્રાક્ષરો બની જાય છે. માણેકચંદ શેઠે પ્રાયે શાશ્વતા સિદ્ધગિરિની સફર સમયે શાશ્વતા મંત્રાધિરાજને મુખમાં રાખેલ, જેના પ્રભાવ-પ્રતાપે આકસ્મિક મરણ પણ યક્ષેન્દ્ર માણિભદ્ર બનાવી ગયો. એકાવતારી તેઓ હવે પછીના ભવમાં તો મોક્ષ મેળવી જવાના છે. અમંગલનો અણસાર આવતાં જ સુદર્શન શ્રેષ્ઠીએ આ જ નવકારની આરાધનામાં સ્વનું રક્ષણ દીઠું ને આશ્ચર્યકારી ઘટના થઈ કે મારવા આવી રહેલા ધસમસતા અર્જુનમાળીની આસુરી શક્તિ પલાયન પામી ગઈ, તેથી તે કાઉસગ્નમાં નવકારજાપ કરતા શેઠની સામે ઢીલો ઘેંસ જેવો બની ગયો. હકીકતમાં તો સુદર્શન શેઠને શ્રાવકકુળ પણ આ જ નવકારના પ્રથમ પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org