SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - [ જેને પ્રતિભાદર્શન નમો અરિહંતાણ'ને બોલી નદીમાં ભૂસકો મારતાં કમોત મોત છતાંય મળ્યું હતું, તે પૂર્વે તો તે ગોવાળપુત્ર હતો. સામાયિક, નંદી કે માંગલિક પ્રવચનોના પ્રારંભમાં નવકાર જ મુખ્ય ગણાય છે. (૫) ણમો લોએ સવ્વ સાહૂણં પ્રથમનાં પાંચ પદો પૈકી પાંચમા પદ વડે તો લોકમાં રહેલ સમસ્ત સામાન્યથી લઈ કેવળી સાધુઓ સુધીના સર્વે મુનિ-મહાત્માઓને વંદના થાય છે. પાંચેય પરમેષ્ઠિની વંદના એટલે ભવ નિકંદના. જીવને અનાદિકાળમાં બધુંય મળ્યું, પણ આ જ નમસ્કાર મંત્ર સમ્યકરૂપે ન મળ્યો તેથી મળ્યો છતાંય ફળ્યો નહિ. પ્રયત્નથી પણ ધર્મપુરુષાર્થ સાધવામાં સરળતમ ને શ્રેષ્ઠ સાધના નવ લાખ નવકારના જાપની ગણાય છે. મનુષ્યભવમાં આત્મસાત કરેલ નવકાર અંતે પશુ-પંખી, ઝાડ-પાન જેવા તુચ્છ તિર્યંચ ભવો કે નરક ગતિ ઉચ્છેદી મનુષ્ય અને દેવગતિઓની પરંપરા અને અંતે પંચમી ગતિ પરમકલ્યાણની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પા પણ બળતા નાગનો ઉદ્ધાર કરવા છેલ્લે નવકાર શ્રવણ જ કરાવ્યો છે, ને તેના પ્રતાપે તે જ નાગ ધરણેન્દ્ર ઇન્દ્ર બની આજેય શાસનોપકાર કરે છે. શ્રમણોપાસક શેઠ પાસે રહી ધર્માત્મા બનેલ બે બળદો અંતકાળે નવકાર જ પામ્યા હતા, જેના પ્રભાવે મરતાં જ કંબલ-શેબલ દેવ બન્યા અને પ્રભુ વીરને ગંગા નદી ઓળંગતાં આવેલ દેવતાઈ ઉપસર્ગોથી મુક્ત કરી અન્ય મુસાફરોને પણ આફત-મુક્ત કર્યા હતા. (૬) અડસઠ અક્ષર એહના જાણો....... આ પંક્તિ સૌ હોંશે હોંશે ઉચ્ચારી પંચપરમેષ્ઠિ જેવા પ્રકર્ષ તીર્થને તો નમન કરે છે જ; સાથે સ્થાવર તીર્થોનું સ્મરણ પણ, છતાંય આ જ મહામંત્રમાં અક્ષરોની રચના પણ ઘણી જ ખૂબીઓનું સૂચન કરે છે. આની આરાધનામાં જે જેટલા ઊંડા ઊતર્યા તેમને તેટલાં જ પાકેલાં રત્નો હાથ લાગ્યાં. કંઈક આછો પરિચય આંકડાઓમાં અને અક્ષરોમાં રહેલ રહસ્યોનો ખાસ કરવા જેવો છે. અક્ષર આંકડો સૂચન ૯ વાર ૫ મહાવ્રત+મંગલ ચતુષ્ક ૩ વાર દર્શન-જ્ઞાન-ચારિત્ર રત્નો ૩ વાર અત્યંતર ત્રણ દોષ હનન ૮ વાર સિદ્ધિઓ જે આઠ છે. ૩ વાર યોગત્રય-મન, વચન, કાયા ૫ વાર પંચાચારરૂપી પાંચ વર્તન પંચ પરમેષ્ઠિની પરાભક્તિ પ્રકાર તારણહાર એકમાત્ર ૧ વાર ઉદ્ધારક માત્ર એક નવકાર ૧ વાર ઇષ્ટિસિદ્ધિઓ માટે એકમાત્ર ૨ વાર જન્મ-મરણનાં બે ચક્રોનો નાશક ૨ વાર અરિરૂપ બે=રાગ-દ્વેષ વિનાશક نور જી - = * م م عر عر عر م م ع = ૫ વાર ૧ વાર - - عربی Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy