SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૩ کر ر ر ر ઢ વગેરે. અક્ષર આંકડો - સૂચન ૨ વાર બે ગતિઓ-શુભાશુભને ટાળનાર ૩ વાર લોક ત્રણને ઓળખાવનાર ૫ વાર પાંચ પ્રકારના જ્ઞાનનો પોષક ૨ વાર બે પ્રકારના કર્મનો શોષક ૧૩ વાર ધર્મમાં નડતા તેર-કાઠિયાઓનું વારણ કુલ ૬૮ અક્ષરો ઉપરોક્ત ગોઠવણીઓ તો કદાચ કલ્પનાની કરામત માનીએ, છતાંય સંસ્કૃત ભાષાના નિયમો પ્રમાણે ગુરૂ-લઘુ અક્ષરો ગણતાં પ્રથમના પાંચ પદોમાં ૩૫ અક્ષરો છે તેમાંથી ગુરુ ૨૪ અક્ષરો ૨૪ તીર્થકરો તથા લઘુ ૧૧ અક્ષરો ચોવીશમાં પ્રભુવીરના ૧૧ ગણધરો સાથે કુદરતી મેળવાળો આંકડો છે. અ, સિ, આ, ઉં, સા અક્ષરોથી પ્રારંભ થતા પ્રથમના પાંચ અક્ષરોવાળા પાંચ પદો અષ્ટાપદ, સિદ્ધાચલ, આબુ, ઉજજયંત અને સમેતશિખરજી તીર્થના સુચક બને છે. આ પ્રમાણે જંગમ અને સ્થાવર તીર્થોને વંદનરૂપ નવકારનો આધાર રાખનાર શ્રીમતીની જેમ ચમત્કાર અનુભવે તેમાં આશ્ચર્ય પણ શું છે ? મારી નાંખવાની મેલી મુરાદ સાથે ઘડામાં રાખેલ સર્પને બદલે સુંદર માળા શ્રીમતીને નવકાર પ્રતાપે જ હાથમાં આવી હતી ને? ગણિકાઓ જ્યારે સતી નર્મદાસુંદરીને વેશ્યા બનાવવા પાદપ્રહાર કરવા લાગી ત્યારે સખીએ શીલરક્ષા કાજે નવકાર ગણ્યા જેના પ્રભાવે દુષ્ટા અક્કા હરિણી અકસ્માત મરણ પામી ને આફત જ ન આવી. (૭) સવ પાવ પણાસણો સર્વ પાપોનો પ્રકાશક શ્રી નવકાર છે. દુઃખો તો પાપ રૂપી બાપનાં સંતાન છે. તે સંતાનોની ઉત્પત્તિ થાય પૂર્વે જ પિતા પરલોકવાસી બની જાય તો મૂળ વગર શાખાઓ તે કેમ થાય? આ મહામંત્ર દુઃખોને દમવા કરતા પાપોને જ પ્રકર્ષભાવે હંફાવે છે તેથી જ પુણ્ય તથા સુખ અને છેલ્લે તો મોક્ષ જેવું મહાસુખ આ જ નવકારની બલિહારી છે. સરસુંદરીનું સંપૂર્ણ ચરિત્ર નવકારના શરણે જતાં જ પાપ ને દુ:ખવિલયની દાસ્તાન છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ માતા સાધ્વીના કાળધર્મ પછી તેણીના ઉપકારના વળતરરૂપે શ્રદ્ધાંજલિરૂપે સ્વપરકલ્યાણકારી એક ક્રોડ નવકાર જાપનો સંકલ્પ જ જાહેર કર્યો હતો ને? ચૌદ પૂર્વીઓ પણ અંતકાળે શ્રુત વિસ્મરણ કે શક્તિનો સંકોચ જાણે ત્યારે જાતનના સાર સમાધિની સંપ્રાપ્તિ માટે નવકારનું શરણું લેતા રહ્યા, રહે છે અને રહેશે. (૮) નમસ્કારસ્મરણ આત્મરમણ નવકારની આરાધના તે અરિહંત કે સિદ્ધ જેવા સુદેવ બનવાની સમર્થ શક્તિ ધરાવતા પોતાના આત્માની જ સ્વભાવદશા છે. ઇલિકા જેમ ભમરીસંગથી ભમરી બને છે તેમ અંહને નમન કરતો માનવી માનમુક્ત થઈ, અહં ત્યજી સ્વયં અહં થઈ શકે છે, ભૌતિક સિદ્ધિઓ સર કરી છેવટે સિદ્ધપદને પણ પ્રાપ્ત કરી લે છે. આજે પણ ગુફાવાસીઓ કે એકાંત સાધકો આત્મસાધનાના વિકાસ હેતુ અન્ય મંત્રોને ગૌણ ગણી આ જ અપૂર્વ મહામંત્રને મહાન ગણે છે. નવકારથી ઇચ્છાપૂર્તિ તો થાય જ છે, પણ આસક્તિઓ જ તૂટી પડતાં ઇચ્છાઓની માયાજાળથી મુક્તિ અને સાચા સુખની અનુભૂતિ થાય છે. આગમોમાં ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy